fbpx

LPGની અછત, ઝાંસીમાંથી ચોરાયો 524 ગેસ સિલિન્ડર ભરેલો ટ્રક, હાઇવે પરથી મળ્યો ખાલી!

Spread the love
LPGની અછત, ઝાંસીમાંથી ચોરાયો 524 ગેસ સિલિન્ડર ભરેલો ટ્રક, હાઇવે પરથી મળ્યો ખાલી!

મધ્ય પૂર્વમાં ઈરાન અને અમેરિકા અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધે પેટ્રોલિયમ ઉત્પાદનોના પુરવઠા અંગે વિશ્વભરમાં ચિંતા ઉભી કરી છે. આ યુદ્ધને કારણે તેલ અને ગેસ પુરવઠાને ખુબ મોટી અસર થઇ રહી છે. આ દરમિયાન, ઉત્તર પ્રદેશના ઝાંસીમાંથી રસોઈ ગેસ સિલિન્ડર ભરેલા ટ્રકની સનસનાટીભરી ચોરીનો બનાવ સામે આવ્યો છે, જેના કારણે ખુબ હોબાળો મચી ગયો છે.

LPG Cylinder Truck Theft

અહેવાલો અનુસાર, ટ્રકમાં આશરે 524 ભરેલા LPG સિલિન્ડર ભરેલા હતા, જેની કિંમત આશરે રૂ. 18 લાખ બતાવવામાં આવી છે. આ ઘટના ઝાંસીના સિપરી બજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. ટ્રક માલિકની ફરિયાદના આધારે, પોલીસે અજાણ્યા ચોરો સામે કેસ નોંધ્યો છે અને તપાસ શરૂ કરી છે.

LPG Cylinder Truck Theft

ટ્રક માલિક નીરજ અગ્રવાલના જણાવ્યા અનુસાર, તેમનો ટ્રક, નંબર UP 93 BT 3341, ઝાંસીના કરારીમાં ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન પ્લાન્ટ સાથે સંકળાયેલ છે. 2 માર્ચે પ્લાન્ટમાંથી 524 ગેસ સિલિન્ડર ટ્રકમાં લોડ કરવામાં આવ્યા હતા અને કાનપુર ગ્રામ્ય વિસ્તાર ગજનેર લઈ જવામાં આવવાના હતા.

LPG Cylinder Truck Theft

હોળીના તહેવારને કારણે, ટ્રક ડ્રાઈવર રાજકુમાર પ્લાન્ટની બહાર ટ્રક પાર્ક કરીને ઘરે નીકળી ગયો હતો. થોડા દિવસો પછી, 6 માર્ચે, માહિતી મળી કે ઝાંસીના બારાગાંવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પરિચ્છા નજીક હાઇવેની બાજુમાં ખાલી ટ્રક પાર્ક કરેલી છે. જ્યારે ટ્રક માલિક પહોંચ્યો ત્યારે તેણે જોયું કે ટ્રકમાંથી બધા ગેસ સિલિન્ડર ગાયબ હતા અને વાહનનો GPS પણ તોડી નાખ્યો હતો.

LPG Cylinder Truck Theft

ટ્રક માલિકે તાત્કાલિક સિપરી બજાર પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવી. પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે, અને નજીકના CCTV કેમેરાના ફૂટેજની તપાસ કરી રહી છે.

LPG Cylinder Truck Theft

સ્ટેશન ઇન્ચાર્જ જયપ્રકાશ ચૌબેએ જણાવ્યું હતું કે, ફરિયાદના આધારે, અજાણ્યા વ્યક્તિઓ સામે કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે ટ્રક કબજે કરી છે અને ચોરાયેલા ગેસ સિલિન્ડર શોધવા માટે ટીમો તૈનાત કરવામાં આવી છે. પોલીસનું કહેવું છે કે, આરોપીઓની ઓળખ કરવામાં આવશે અને ટૂંક સમયમાં કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ હાલમાં સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. અહીં તમને બતાવી દઈએ કે, વિદેશથી LPG પુરવઠો ઓછો થવાને કારણે, કેન્દ્ર સરકારે LPGના ધંધાકીય ઉપયોગ પર નિયંત્રણો મૂકી દીધા છે.

This image has an empty alt attribute; its file name is WhatsApp-Image-2025-12-26-at-11.31.10-AM-1024x178.jpeg
error: Content is protected !!