fbpx

હવામાન ચેતવણી: દેશમાં 4 સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય, આગામી 7 દિવસ વરસાદ અને કરાની આગાહી

Spread the love

હવામાન ચેતવણી: દેશમાં 4 સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય, આગામી 7 દિવસ વરસાદ અને કરાની આગાહી

ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, માર્ચ મહિનામાં વાતાવરણમાં મોટો પલટો આવવા જઈ રહ્યો છે. હાલમાં દેશના અલગ-અલગ ભાગોમાં 4 સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે આગામી એક સપ્તાહ સુધી અનેક રાજ્યોમાં વરસાદ, ગાજવીજ અને કરા પડવાની શક્યતા છે.

weather

મુખ્ય આગાહી અને તેની અસરો:

14 માર્ચથી એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હિમાલયી વિસ્તારોમાં સક્રિય થશે, જેની અસર ઉત્તર અને મધ્ય ભારતના મેદાની વિસ્તારોમાં જોવા મળશે. જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં આગામી 7 દિવસ સુધી વરસાદ અને બરફવર્ષા ચાલુ રહેશે. હિમાચલ પ્રદેશમાં 12 માર્ચ સુધી કરા પડવાનું એલર્ટ આપવામાં આવ્યું છે. પંજાબ, હરિયાણા અને રાજસ્થાન જેવા રાજ્યોમાં 14 થી 16 માર્ચ દરમિયાન 30 થી 50 કિમીની ઝડપે તેજ પવન ફૂંકાઈ શકે છે.

weather

રાજ્યવાર હવામાનની સ્થિતિ:

આગામી 7 દિવસ પંજાબ, હરિયાણા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં હળવો વરસાદ અને વીજળીના કડાકા, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં 13 થી 15 માર્ચ દરમિયાન છૂટો છવાયો વરસાદ,ઓડિશા, ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે.ગુજરાત રાજ્યમાં ગરમીનું જોર યથાવત રહેશે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે.

ખેડૂતો અને પ્રવાસીઓ માટે સૂચના:

હવામાન વિભાગે પહાડી વિસ્તારોમાં જતા પ્રવાસીઓને સાવચેત રહેવા અને ખેડૂતોને તૈયાર પાકને સુરક્ષિત સ્થળે ખસેડવાની સલાહ આપી છે, કારણ કે કરા પડવાથી પાકને નુકસાન થઈ શકે છે.

error: Content is protected !!