fbpx

AAP સાંસદ રાઘવ ચઢ્ઢાનો રાજ્યસભામાં સવાલ- મોબાઈલમાં 12 મહિનામાં 13 વાર રિચાર્જ કેમ કરવું પડે છે, ઇનકમિંગ કોલ્સ કેમ બંધ થાય છે?

Spread the love

AAP સાંસદ રાઘવ ચઢ્ઢાનો રાજ્યસભામાં સવાલ- મોબાઈલમાં 12 મહિનામાં 13 વાર રિચાર્જ કેમ કરવું પડે છે, ઇનકમિંગ કોલ્સ કેમ બંધ થાય છે?

મોબાઇલ રિચાર્જ અંગે દેશમાં એક નવો વિવાદ ઉભો થયો છે. રાજ્યસભામાં આમ આદમી પાર્ટી (AAP)ના સાંસદ રાઘવ ચઢ્ઢાએ ટેલિકોમ કંપનીઓના પ્રીપેડ પ્લાન અંગે એક મહત્ત્વપૂર્ણ પ્રશ્ન ઉઠાવ્યો છે. તેમનું કહેવું છે કે વર્તમાન રિચાર્જ સિસ્ટમ સામાન્ય માણસની છુપી લૂંટ જેવી છે, કારણ કે વપરાશકર્તાઓને વર્ષમાં 12 વાર નહીં, 13 વાર રિચાર્જ કરવું પડે છે.

28 દિવસનો પ્લાન કેમ બન્યો વિવાદ?

ભારતમાં મોટાભાગના પ્રીપેડ મોબાઇલ પ્લાન 28 દિવસની વેલિડિટી સાથે આવે છે. આનો અર્થ છે કે વપરાશકર્તાઓને વર્ષમાં 12 વાર નહીં પરંતુ 13 વાર રિચાર્જ કરવું પડે છે. જો 28 દિવસના હિસાબે ગણતરી કરવામાં આવે છે, તો 28 × 13 = 364 દિવસ થાય. એટલે કે આખા વર્ષને કવર કરવા માટે વધારાનું રિચાર્જ કરવું પડે છે.

Raghav Chadha

રાઘવ ચઢ્ઢાએ સંસદમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો. તેમનું કહેવું છે કે જો પ્લાન ખરેખર માસિક હોય, તો તેની માન્યતા 30 કે 31 દિવસ હોવી જોઈએ. 28-દિવસનો પ્લાન હોવાને કારણે વપરાશકર્તાઓને દર વર્ષે વધારાનું રિચાર્જ કરવું પાડે છે, જેથી કંપનીઓની વધુ કમાણી થાય છે.

રાઘવ ચઢ્ઢાએ બીજો એક મહત્ત્વપૂર્ણ મુદ્દો ઉઠાવ્યો. તેમણે કહ્યું કે જો કોઈ વપરાશકર્તાનું રિચાર્જ સમાપ્ત થઈ જાય, તો સમજી શકાય છે કે આઉટગોઇંગ કોલ્સ બંધ થઈ જાય છે, પરંતુ કેટલીકવાર કંપનીઓ ઇનકમિંગ કોલ્સ પણ બંધ કરી દે છે. તેમના મતે, આ સામાન્ય લોકો માટે એક મોટી સમસ્યા ઊભી કરે છે, કારણ કે મોબાઇલ નંબર બેંકિંગ, OTP, સરકારી સેવાઓ અને નોકરી સંબંધિત કોલ્સ માટે જરૂરી થઈ ચૂક્યો છે. એટલે, રિચાર્જ સમાપ્ત થતાની સાથે જ ઇનકમિંગ કોલ્સ બંધ થવાથી લોકો મુશ્કેલ પરિસ્થિતિમાં મૂકાય જાય છે.

recharge

ટેલિકોમ કંપનીઓ 28-દિવસના પ્લાનનો ઉપયોગ કરે છે કારણ કે તે બરાબર 4 અઠવાડિયાની બરાબર હોય છે. આ તેમની બિલિંગ સિસ્ટમ અને પ્લાન મેનેજમેન્ટને સરળ બનાવે છે. જો કે, વપરાશકર્તાઓ અને નિષ્ણાતોનું કહેવું છે કે આનાથી કંપનીઓને દર વર્ષે એક વધારાનના રિચાર્જનો ફાયદો મળે છે.

ભારતમાં ટેલિકોમ ક્ષેત્રને ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા નિયંત્રિત કરે છે. નિયમો અનુસાર, કંપનીઓએ 30 દિવસ કે તેથી વધુની માન્યતા સાથે ઓછામાં ઓછો એક પ્લાન આપવાનો હોય છે, પરંતુ 28-દિવસના પ્લાન પર કોઈ પ્રતિબંધ નથી.

સામાન્ય લોકો પર શું અસર પડે છે?

નિષ્ણાતોનું કહેવું છે કે આજકાલ મોબાઇલ ફોન હવે લક્ઝરી નહીં, પરંતુ જરૂરિયાત બની ગયો છે. દેશમાં લાખો લોકો બેંકિંગ, ડિજિટલ પેમેન્ટ, સરકારી યોજનાઓ અને નોકરીઓ માટે મોબાઇલ ફોનનો ઉપયોગ કરે છે. આવી સ્થિતિમાં, જો રિચાર્જ પૂર્ણ થયા બાદ કોલ અને મેસેજ બંધ થઈ જાય, તો તેની સીધી અસર સામાન્ય લોકો પર પડે છે, ખાસ કરીને મર્યાદિત આવક ધરાવ લોકો, જેઓ મોબાઇલ ફોનનો ઉપયોગ કરે છે.

Raghav Chadha

આગળ શું થઈ શકે છે?

રાઘવ ચઢ્ઢાએ સરકાર અને ટેલિકોમ કંપનીઓને રિચાર્જ પ્લાનને વધુ પારદર્શક અને ગ્રાહક-મૈત્રીપૂર્ણ બનાવવા અપીલ કરી છે. તેમનું સૂચન છે કે રિચાર્જ વેલિડિટી કેલેન્ડર મહિનાઓ પર આધારિત હોવી જોઈએ જેથી વપરાશકર્તાઓને આખા વર્ષ દરમિયાન વધારાના રિચાર્જ ન કરવા પડે.

હાલમાં, આ મુદ્દાએ સોશિયલ મીડિયા અને ટેક સેક્ટરમાં ચર્ચા જગાવી છે. ઘણા લોકો તેને ટેલિકોમ કંપનીઓની રણનીતિ ગણાવી રહ્યા છે છે, જ્યારે કેટલાક નિષ્ણાતોનું કહેવું છે કે આ બિલિંગ સિસ્ટમને કારણે અપનાવવામાં આવેલું મોડેલ છે.

error: Content is protected !!