fbpx

સોશિયલ મીડિયાની આ ચેલેન્જે 9 વર્ષની બાળકીનો જીવ લઈ લીધો, ક્યાંક તમારું બાળક આ ટ્રેન્ડ તો નથી જોઈ રહ્યું ને?

Spread the love

સોશિયલ મીડિયાની આ ચેલેન્જે 9 વર્ષની બાળકીનો જીવ લઈ લીધો, ક્યાંક તમારું બાળક આ ટ્રેન્ડ તો નથી જોઈ રહ્યું ને?

સોશિયલ મીડિયા પર વાયરલ થતી કેટલીક ચેલેન્જ મજાક નહીં, જીવલેણ સાબિત થઈ શકે છે. ટેક્સાસમાં 9 વર્ષની બાળકીના મૃ*ત્યુએ ફરી એકવાર આ જોખમ સામે લાવી દીધો છે. જિજ્ઞાસા અને વીડિયોની નકલે સુખી પરિવારની દુનિયા વેરવિખેર કરી દીધી છે. આ ઘટના દરેક માતા-પિતા માટે એક કડક ચેતવણી છે કે, બાળકોની ઓનલાઈન દુનિયા પર નજર રાખવી હવે પહેલા કરતા વધુ જરૂરી બની ગયું છે.

ટેક્સાસના એક પરિવારની 9 વર્ષની પુત્રી જેકલિન કે. બ્લેકવેલ સોશિયલ મીડિયા ચેલેન્જમાં ભાગ લઈ રહી હતી ત્યારે તેનો જીવ જતો રહ્યો. તેને ‘બ્લેકઆઉટ’ અથવા ‘ચોકિંગ ચેલેન્જ’ તરીકે ઓળખાય છે, જેમાં બાળકો શ્વાસ રોકવાનો પ્રયાસ કરે છે, જ્યાં સુધી તેઓ બેભાન ન થઈ થઈ જાય. આ ખતરનાક પ્રયાસ દરમિયાન છોકરીનો જીવ જતો રહ્યો.

Girl1

છોકરીએ સોશિયલ મીડિયા પર આ ચેલેન્જ જોઈ હતી. તેણે તેની દાદીને પણ આ વીડિયો બતાવ્યો હતો, જેમણે તેને ક્યારેય આવું ન કરવાની સલાહ આપી હતી. જોકે, બાળકોની જિજ્ઞાસા ઘણીવાર તેમને જોખમી પગલાં ઉઠાવવા મજબૂર કરે છે.

ઘટનાવાળા દિવસની સવારે છોકરી શાળાએ જતા પહેલા ઘર બહાર રમવા ગઈ હતી. તેના પિતાને અચાનક અજીબ શાંતિનો અનુભવ થયો. જ્યારે તેણે જઈને જોયું, ત્યારે પુત્રી બેભાન અવસ્થામાં મળી. પિતાનું કહેવું છે કે, તે ક્ષણ તેમના જીવનનો સૌથી ભયાનક અનુભવ હતો. તેમણે તરત જ છોકરીને બચાવવાનો પ્રયાસ કર્યો, તેને દોરડા પરથી હટાવી અને CPR પણ આપ્યું. પરંતુ ત્યાં સુધી ખૂબ મોડું થઈ ગયું હતું. આ દુર્ઘટના તેમના માટે એક એવો આઘાત બની ગઈ છે જેને તેઓ ક્યારેય ભૂલી શકશે નહીં.

Blackout'-Social-Media-Challenge

બાળકોનું કેવી રીતે ધ્યાન રાખવું?

આજના જમાનામાં બાળકોને મોબાઇલ ફોનથી દૂર રાખવા એ સરળ કાર્ય નથી. જોકે, તેમના પર નજર રાખી શકાય છે. તેઓ ફોન પર શું કરી રહ્યા છે અને તેઓ કેવા પ્રકારની કન્ટેન્ટ જોઈ રહ્યા છે તેનું નિરીક્ષણ કરી શકાય છે.

આવી ઘટનાઓ બતાવે છે કે, બાળકો સાથે ખુલ્લા સંવાદ અને સમયસર દેખરેખ કેટલી જરૂરી છે. બાળકોને ડરાવવાને બદલે, તમારા બાળકો સાથે વાત કરો અને તેમના વર્તનને સમજવાનો પ્રયાસ કરો.

બાળકોની પોતાની ખાનગી જગ્યા હોય છે, પરંતુ જો કોઈ બાળક મોબાઈલ ફોનનો વધુ પડતો ઉપયોગ કરતું હોય અને તેમના વર્તનમાં ફેરફાર જોવા મળે, તો તમારે તેમનો ફોન તપાસવો જોઈએ.

આ ઘટના માત્ર એક પરિવાર માટે દુર્ઘટના નથી, પરંતુ સમગ્ર સમાજ માટે ચેતવણી છે. થોડી તકેદારી રાખવાથી આવી ઘટનાઓને અટકાવી શકાય છે.

error: Content is protected !!