fbpx

સુરતમાં 18 વર્ષ અગાઉ 50 રૂપિયા માટે એક વ્યક્તિનું કાસળ કાઢી નાખ્યું હતું, પોલીસે 7 દિવસ ઝારખંડના જંગલમાં રહીને આરોપીને દબોચ્યો

Spread the love

સુરતમાં 18 વર્ષ અગાઉ 50 રૂપિયા માટે એક વ્યક્તિનું કાસળ કાઢી નાખ્યું હતું, પોલીસે 7 દિવસ ઝારખંડના જંગલમાં રહીને આરોપીને દબોચ્યો

સુરતમાં 18 વર્ષ અગાઉ 50 રૂપિયાની ઉઘરાણીના મામલે એક વ્યક્તિ કાસળ કાઢી નાખ્યું હતું, પોલીસે 7 દિવસ ઝારખંડના જંગલમાં રહીને આરોપીને દબોચ્યો. વરાછા પોલીસ સ્ટેશનની ટીમને 18 વર્ષ જૂના હ*ત્યાના ગુનામાં ફરાર રીઢા ફૂનેગારને ઝડપી પાડવામાં મોટી સફળતા છે. વર્ષ 2008ની વાત છે.

વરાછા વિસ્તારમાં માત્ર 50 રૂપિયાની ઉઘરાણીના મામલે ‘બબલૂ’ નામના વ્યક્તિનું કાસળ કાઢી નાખ્યું હતું. આ ગંભીર ગુનામાં સંડોવાયેલો આરોપી રાજેશ ઉર્ફે રાકેશ રોશન ઘટના બાદ ફરાર હતો. પોલીસે આરોપીને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ હાથ ધરી હતી. છતા તે વર્ષો સુધી પોલીસ પકડથી દૂર રહ્યો.

varachha-police-station

આ ઘટનાને વર્ષો વીતી ગયા બાદ વરાછા પોલીસને આરોપી અંગે ચોક્કસ બાતમી મળી કે તે ઝારખંડ રાજ્યના દુમકા જિલ્લાના જંગલ વિસ્તારમાં છુપાયેલો છે. ન્યૂઝ18 ગુજરાતીના અહેવાલ માહિતીના આધારે પોલીસની વિશેષ ટીમ બનાવવામાં આવી અને ટીમે અત્યંત સાવચેતીપૂર્વક ઓપરેશન હાથ ધર્યું.

પોલીસ ટીમે સતત 7 દિવસ સુધી જંગલ વિસ્તારમાં અલગ-અલગ જગ્યાએ વોચ ગોઠવી. આરોપી પોતાને બચાવવા માટે ઓળખ છુપાવીને આદિવાસીનો વેશ ધારણ કરીને જંગલમાં રહેતો હતો. છતા પોલીસની તીવ્ર નજર અને સુનિશ્ચિત આયોજનના કારણે અંતે આરોપી ઝડપાઇ ગયો હતો.

arrested

આ ઓપરેશન દરમિયાન પોલીસને જંગલ વિસ્તારની ખુ મુશ્કેલ કઠિન પરિસ્થિતિઓનો સામનો કરવો પડ્યો, છતાં ટીમે હિંમત અને ધીરજ રાખીને આરોપીને પકડી પાડ્યો છે. પોલીસે આરોપી સામે CrPCની કલમ 70 મુજબના વોરંટ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે અને હવે આગળની કાયદેસરની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

આ અગાઉ વરોદરા ક્રાઇમ બ્રાન્ચે મોઢા પર મસો અને ગુટખા ખાવાની આદતના આધારે 2 દાયકાથી અપહરણ કેસમાં નાસતા ફરતા આરોપીની મુંબઈથી ધરપકડ કરી હતી. આરોપી ફિરોઝખાન સામે વડોદરાના મકરપુરા પોલીસ સ્ટેશનમાં 2006માં ફરિયાદ નોંધાઈ હતી. આરોપી મરઘીની દુકાન ચલાવતો હતો. તેની દુકાનની સામે રહેતી એક સગીરાને બહેકાવી-ફોસલાવીને લગ્ન કરવાના ઇરાદાથી અપહરણ કરી લઈ ગયો હતો. ગુનો નોંધાતા આરોપી ફરાર થઈ ગયો હતો અને છેલ્લા 20 વર્ષથી પોલીસની ધરપકડથી બચતો રહ્યો હતો.

Leave a Reply

error: Content is protected !!