fbpx

કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય હિંમતસિંહ પટેલનો દીકરો દારૂ પીધેલી હાલતમાં ઝડપાયો, પોલીસ સાથે પણ મગજમારી કરી

Spread the love

કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય હિંમતસિંહ પટેલનો દીકરો દારૂ પીધેલી હાલતમાં ઝડપાયો, પોલીસ સાથે પણ મગજમારી કરી

ફેબ્રુઆરીમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય હિંમતસિંહ પટેલનો ભાણિયો વિશાલ ગુર્જર દારૂ પીધેલી હાલતમાં ઝડપાયો હતો. મણિનગર પોલીસ સ્ટેશન પાસે વિશાલ ગુર્જરે દારૂ પીધેલી હાલતમાં ગાડી ચલાવી 2 વાહનોને અડફેટે લીધા હતા. ત્યારે લોકોના ટોળાએ વિશાલને મેથીપાક આપીને પોલીસને સોંપ્યો હતો. તો હવે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ શહેર પ્રમુખ હિંમતસિંહ પટેલના દીકરા યુવરાજ દારૂ પીધેલી હાલતમાં ઝડપાયો છે.

દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, અમદાવાદના દૂધેશ્વર સર્કલ ખાતે ગઇકાલે રાત્રે ડ્રિન્ક એન્ડ ડ્રાઈવની ઘટના બની હતી. જેને લીધે સ્થાનિક લોકો ત્યાં દોડી આવ્યા હતા અને કારમાં સવાર બંને નબીરાને ઝડપીને કારની તપાસ કરતા તેમાંથી દારૂની બોટલ મળી આવી હતી. ત્યારબાદ ત્યાં હાજર ટ્રાફિકના TRB જવાનને બોલાવી 112ને જાણ કરી હતી.

61

આ દરમિયાન એક કોન્સ્ટેબલ પણ કારમાં બેસીને તપાસ કરતો હતો, જેની હજુ સુધી ઓળખ થઈ શકી નથી. પોલીસની નજર સામે જ ડ્રાઈવિંગ સીટની બાજુમાં દારૂની બોટલ હતી અને પાછળની સીટમાં પણ દારૂની બોટલ પડી હતી. આ સમગ્ર દૃશ્ય વીડિયોમાં પણ દેખાય છે. યુવરાજે પોલીસ સાથે મગજમારી પણ કરી હતી. ત્યારબાદ ઘટના સ્થળે પહોંચેલી પોલીસ બંનેને વાનમાં બેસાડી માધવપુરા પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી.

દારૂ પીધેલા યુવકને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો ત્યારે જાણ થઈ હતી કે દારૂ પીધેલી હાલતમાં બીજું કોઈ નહીં, પરંતુ કોંગ્રેસના નેતા હિંમતસિંહ પટેલનો દીકરો યુવરાજ છે. જોકે રાજકીય નેતાનો દીકરો હોવાથી પોલીસે આ મામલે સમાધાન કરીને આરોપીને છોડી દીધો હતો. કોઇ કેસ નોંધવામાં આવ્યો નહોતો.

yuvraj

આ બાબતે માધવપુરા PI સી.આર રાણાએ જણાવ્યું હતું કે રાતે કોલરે સમાધાન કર્યું હતું, પરંતુ હવે વીડિયો વાયરલ થતા વીડિયોના આધારે ગુનો નોંધવામાં આવશે. સેક્ટર 1 JCP નીરજ બડગુજરે જણાવ્યું કે સમાધાન કેમ થયું તે બાબતે તપાસ કરવામાં આવશે. તો આ મામલે કોંગ્રેસ નેતા હિંમતસિંહ પટેલે જણાવ્યું કે ગાડી મારા દીકરાની જ છે, પરંતુ પણ શું થયું એ નથી ખબર.

error: Content is protected !!