fbpx

જયપ્રકાશ અગ્રવાલ એક એવા ઉદ્યોગપતિ છે જેમણે સુરત શહેરનું ઋણ ચૂકવવામાં કોઈ કસર છોડી નથી

Spread the love

જયપ્રકાશ અગ્રવાલ એક એવા ઉદ્યોગપતિ છે જેમણે સુરત શહેરનું ઋણ ચૂકવવામાં કોઈ કસર છોડી નથી

ગુજરાતના ટેક્સટાઇલ જગતમાં સુરતનું રચના ગ્રુપનું અગ્રણી નામ છે. જેની સ્થાપના વર્ષ 1980માં જયપ્રકાશ અગ્રવાલે કરી હતી. જયપ્રકાશ અગ્રવાલની ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે જોડાયેલી કંપનીઓ આજે કરોડોનું ટર્નઓવર કરે છે. જેઓની કંપની આજે 30થી વધુ દેશોમાં નિકાસ કરી રહી છે. આજે તેમની કંપની હજારો પરિવારોને રોજગાર આપી રહી છે. આ બધું જયપ્રકાશ અગ્રવાલની મહેનતને આભારી છે. 

જયપ્રકાશ અગ્રવાલનું જીવન ફક્ત વ્યાવસાયિક સિદ્ધિઓથી ભરેલું નથી. પણ તેમનું હૃદય સમાજ સેવા માટે પણ ધબકે છે. તેમનું માનવું છે કે સફળતા ત્યારે જ અર્થપૂર્ણ બને છે જ્યારે તે સમાજ સાથે વહેંચી શકાય. તેઓ તેમના સામાજિક કાર્ય દ્વારા આ ભાવનાને જીવંત રાખે છે.

3

આજે શિક્ષણ, સ્વાસ્થ્ય, વૃદ્વાશ્રમ, ગૌ સેવા, ધાર્મિક ટ્રસ્ટ, નારી સુરક્ષા અને વનવાસી કલ્યાણ જેવા ક્ષેત્રોમાં તેઓ પ્રમુખ દાતા છે.  ટ્ર્સ્ટી તરીકે તેઓ સમય આપી લોકોની સેવા પણ કરી રહ્યા છે. સુરતમાં પોલીસની સુરક્ષા વિશે તેઓ તન,મન અને ધનથી સહયોગ આપી રહ્યા છે. ટેક્સટાઇલ ઉદ્યોગની સમસ્યાનું તેઓ સકારાત્મક રીતે સમાધાન લાવવાનો પ્રયત્ન કરે છે.

તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રત્યે વિશેષ લગાવ રાખે છે. અને તેઓના આહ્વાનથી શરૂ કરેલ કોઇપણ કાર્યમાં હંમેશા આગળ પડતા હોય છે. 

જયપ્રકાશ અગ્રવાલનું જીવન યુવાનોને સંદેશ આપે છે કે સાચી સફળતા નફો કમાવવામાં નહીં પણ સમાજને કંઈક પાછું આપવામાં રહેલી છે. સુરતમાં સમૃદ્ધિ મેળવ્યા પછી, તેમણે શહેરનું ઋણ ચૂકવવામાં કોઈ કસર છોડી નથી. તેઓ સુરતના સાચા નગરશેઠ કહેવાને લાયક છે, જેમના હાથ હંમેશા સેવા માટે ખુલ્લા રહે છે.

Leave a Reply

error: Content is protected !!