fbpx

‘જે થાય એ કરી લેવાનું… હું બેઠો છું…’, ભાવનગરમાં જજ અને વકીલ વચ્ચે તું તું મેં મેં; જાણો શું છે આખો મામલો

Spread the love

‘જે થાય એ કરી લેવાનું... હું બેઠો છું...’, ભાવનગરમાં જજ અને વકીલ વચ્ચે તું તું મેં મેં; જાણો શું છે આખો મામલો

ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોર્ટના પ્રાંગણમાં મંગળવારે એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવનારા એડવોકેટના સ્વાગત દરમિયાન જજ અને એડવોકેટ વચ્ચે તું તું મેં મેં થઇ જતા કોર્ટ પરિસરમાં ગરમાવો આવી ગયો હતો. આ આખી ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, આ મામલે હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાવાઈ નથી.

lawyer

શું છે સમગ્ર મામલો?

દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, ગુજરાત બાર એસોસિએશનના સભ્ય તરીકે સતત ત્રીજી વખત વિજેતા બનેલા જાણીતા એડવોકેટ અનિરૂદ્ધસિંહ ઝાલાનું મંગળવારે ભાવનગર કોર્ટ ખાતે ભવ્ય વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું. સમર્થકો અને વકીલો દ્વારા વિજેતા ઉમેદવારના સન્માનમાં ઢોલ-નગારા વગાડવામાં આવી રહ્યા હતા. કોર્ટની કાર્યવાહી ચાલુ હોવાથી આ અવાજને કારણે ન્યાયિક પ્રક્રિયામાં ખલેલ પહોંચતા જજ દ્વારા વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. કોર્ટની મર્યાદા અને શાંતિ જાળવવાના મુદ્દે જજ અને વકીલ સામસામે આવી ગયા હતા. બંને વચ્ચે થયેલી ઉગ્ર દલીલો અને માથાકૂટના દૃશ્યો ઉપસ્થિત લોકોએ કેમેરામાં કેદ કરી લીધા હતા.

જજ અને વકીલ વચ્ચે માથાકૂટ

ભલે થાય, જે થાય એ કરી લેવાનું

મિસ્ટર… તમે તમારી ખુરશી સંભાળો

એ વગાડ… વગાડ…

સાહેબ તમે કોણ છો…

તમને ખબર છે…

ઓ ડિસ્ટ્રીક્ટ જજ… ત

મે ડિસ્ટ્રીક્ટ જજ છો ત્યાં જઈને બેઠા ઓર્ડર કરો.

એ વગાડ હું બેઠો છું… વગાડ… વગાડ…

આ મામલે ગુજરાત જ્યુડિશિયલ સર્વિસ એસોસિએશને હાઇકોર્ટ અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને ઉદ્દેશીને પત્ર લખ્યો છે. જેમાં ભાવનગરમાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીના વિજેતા ઉમેદવાર એડવોકેટ અનિરૂદ્ધસિંહ ઝાલાના વિજય સરઘસ વખતે કોર્ટની કાર્યવાહીમાં ખલેલ પડતા પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજે તેમને રોક્યા હતા. જેમાં અનિરુદ્ધસિંહ ઝાલાએ પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ સાથે ગેરવર્તન કર્યું હતું. ગુજરાત જ્યુડિશિયલ સર્વિસ એસોસિએશને ગુજરાત હાઇકોર્ટને એડવોકેટ અનિરુદ્ધસિંહ ઝાલા સામે કન્ટેમ્પ કાર્યવાહી હાથ ધરવા અને બાર કાઉન્સિલને અનિરુદ્ધસિંહ ઝાલા સામે કડક પગલા લેવા માંગ કરી છે.

gujarat-judicial-service-association

પ્રિન્સિપલ ડિસ્ટ્રિક જજ સાથે ગેરવર્તન ન્યાયિક ગરીમાનું હનન કરનારું છે. તેનાથી યુવા વકીલ પેઢીમાં ખોટો સંદેશ જાય તેમ છે. વળી જજીસ ભય મુક્ત વાતાવરણમાં કામ કરી શકે તેની પણ તકેદારી રાખવી જરૂરી છે. ગુજરાત જ્યુડિશિયલ સર્વિસ એસોસિએશન ભાવનગરના પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ સાથે એક સાથે ઊભા હોવાનો સૂર વ્યક્ત કર્યો છે.

તો આ બનાવ અંગે એડવોકેટ અનિરુદ્ધસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, બાર કાઉન્સિલની ચૂંટણીમાં જીત મેળવી મેં હેટ્રિક મારી હતી. એટલે મારા ભાવનગરના બધા વકીલોમાં ખૂબ ઉત્સાહ હતો. એ લોકોએ કહ્યું હતું કે, સાહેબ તમારું વિજય સરઘસ કાઢવું છે. એટલે રૂપમ ચોકથી કોર્ટના ગેટ સુધી મંગળવારે સવારે 10:30 વાગ્યે મારું વિજય સરઘસ નીકળ્યું હતું. એટલે અમે ઢોલ-નગારા, શરણાઈ બધુ વગાડતા હતા, ફટાકડા ફોડતા હતા.

ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ ત્યાં ચાલુ કેસે બોર્ડ ઉપરથી ઉતરી અને રોડ પર આવીને અમને કહ્યું કે, આ ઢોલ-નગારા બંધ કરો. મેં કહ્યું સાહેબ ઢોલ નગારા આજે અમારો ઉત્સવ છે. ઢોલ-નગારાને એવો બધો માહોલ બહુ હતો એટલે ઊંચા આવાજે કદાચ બોલ્યો હોય. બીજું વિશેષ કશું નહોતું.

lawyer3

એડવોકેટ અનિરુદ્ધસિંહ ઝાલાના સમર્થકો અને જજ વચ્ચે થયેલી આ તકરારે કાયદાકીય આલમમાં ચર્ચા જગાવી છે. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે વિજયના ઉત્સાહ અને કોર્ટના પ્રોટોકોલ વચ્ચે ઘર્ષણની સ્થિતિ સર્જાઈ હતી. અનિરુદ્ધસિંહ ઝાલા ત્રીજી વખત બાર કાઉન્સિલમાં ચૂંટાઈ આવતા તેમના સમર્થકોમાં ભારે ઉત્સાહ હતો, પરંતુ કોર્ટ બહાર થયેલી આ માથાકૂટે વિજયના ઉત્સવમાં થોડો વિવાદ ભેળવી દીધો છે.

error: Content is protected !!