fbpx

કોણ છે ભારતમાં જન્મેલા કાલ સોમાણી, જેમણે 15,000 કરોડમાં ખરીદી લીધી IPLની ટીમ

Spread the love

કોણ છે ભારતમાં જન્મેલા કાલ સોમાણી, જેમણે 15,000 કરોડમાં ખરીદી લીધી IPLની ટીમ

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની 19મી સીઝન પહેલા એક અત્યંત ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) ફ્રેન્ચાઇઝીને અમેરિકા સ્થિત ઉદ્યોગસાહસિક કાલ સોમાની (Kal Somani) એ રેકોર્ડબ્રેક $1.63 બિલિયન એટલે કે આશરે ₹15,000 કરોડ માં ખરીદી લીધી છે. આ સોદાએ રમત જગતમાં ભારે ઉત્તેજના જગાવી છે.

કોણ છે કાલ સોમાની?

કાલ સોમાની અમેરિકાના સ્કોટ્સડેલમાં સ્થિત એક સફળ બિઝનેસમેન છે. તેઓ ‘IntraEdge’, પ્રાઇવસી પ્લેટફોર્મ ‘Truyo’, AI ગવર્નન્સ ફર્મ ‘Truyo.AI’ અને એડ-ટેક સર્વિસ પ્રોવાઇડર ‘Academian’ ના સ્થાપક છે. છેલ્લા 15 વર્ષથી તેઓ ડેટા પ્રાઇવસી, સિક્યોરિટી, AI ગવર્નન્સ અને સ્પોર્ટ્સ ટેકનોલોજીના ક્ષેત્રમાં સક્રિય છે. તેમણે વર્ષ 2021 માં જ રાજસ્થાન રોયલ્સમાં રોકાણ કર્યું હતું અને ત્યારે જ આઈપીએલની ક્ષમતા પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

IPL-Trophy

ભારત સાથેનું જોડાણ

કાલ સોમાની મૂળ ભારતીય છે. અહેવાલો મુજબ, તેઓ ભારતના એક નાના શહેરમાં ઉછર્યા હતા અને સ્થાનિક યુનિવર્સિટીમાંથી ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ટેલિકોમ્યુનિકેશન્સનો અભ્યાસ કર્યો હતો. વર્ષ 1998 માં તેઓ અમેરિકા સ્થાયી થયા હતા.

વૈશ્વિક દિગ્ગજોનું પીઠબળ

સોમાની પાછળ અમેરિકાના દિગ્ગજ બિઝનેસ ફેમિલીનો હાથ છે. તેમને વોલમાર્ટ (Walmart) ફેમિલીના રોબ વોલ્ટન અને નેશનલ ફૂટબોલ લીગ (NFL) ની ટીમ ‘ડેટ્રોઇટ લાયન્સ’ ના માલિક હેમ્પ ફેમિલી નું સમર્થન છે. તેઓ મોટર સિટી ગોલ્ફ ક્લબના સહ-માલિક છે અને ‘TMRW Sports’ જેવા સાહસોમાં પણ રોકાણ ધરાવે છે.

24 માર્ચ, 2026 ના રોજ આ વેચાણ પ્રક્રિયા પૂર્ણ થઈ હતી. આ રેસમાં આર્સેલર મિત્તલ (ArcelorMittal) પ્રમોટર ફેમિલી અને આદિત્ય બિરલા ગ્રુપ પણ સામેલ હતા, પરંતુ અંતે કાલ સોમાનીએ બાજી મારી લીધી હતી. અગાઉ આ ટીમના મુખ્ય માલિક બ્રિટિશ-ભારતીય ઉદ્યોગપતિ મનોજ બદલે હતા, પરંતુ હવે સંપૂર્ણ નિયંત્રણ સોમાની પાસે છે.

08

કાલ સોમાનીની નેટવર્થ

તેમની ચોક્કસ નેટવર્થ વિશે સત્તાવાર આંકડા ઉપલબ્ધ નથી, પરંતુ એક રિપોર્ટ મુજબ 110 બિલિયન ડોલરની તેમની સંપત્તિ છે.

error: Content is protected !!