fbpx

‘હું મારી માતાની બાજુમાં સોફા પર સૂતો અને નર્સ…’ રાહુલ ગાંધીએ હોસ્પિટલનો અનુભવ શેર કર્યો

Spread the love

'હું મારી માતાની બાજુમાં સોફા પર સૂતો અને નર્સ...' રાહુલ ગાંધીએ હોસ્પિટલનો અનુભવ શેર કર્યો

‘મા ની તબિયત ખરાબ’ આ એક એવું દુઃખ છે, જે કોઈપણ બાળકને, પછી ભલે તે ગમે તેટલો પ્રખ્યાત નેતા હોય, લાગણીશીલ કરી દે છે. કોંગ્રેસ નેતા અને સાંસદ રાહુલ ગાંધી પણ પોતાની માતા વિશે વાત કરતી વખતે ભાવુક થઈ ગયા. રાહુલ ગાંધી 25 માર્ચે કેરળમના કોઝિકોડમાં તેમની માતા, કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સાંસદ સોનિયા ગાંધીની ખરાબ તબિયતને કારણે ચૂંટણી રેલીમાં હાજરી આપી શક્યા ન હતા. સોનિયા ગાંધીને હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું.

Rahul Gandhi-Sonia Gandhi Health

ચૂંટણી રેલીમાં હાજરી ન આપવા છતાં, રાહુલ ગાંધીએ જનતા અને પાર્ટીને એક વીડિયો સંદેશ મોકલ્યો. તેમણે વીડિયો દ્વારા રેલીને સંબોધિત કરી. વીડિયો સંદેશમાં, તેમણે એક લાગણીશીલ કિસ્સો સંભળાવ્યો. તેમણે હોસ્પિટલનો અંગત અનુભવ શેર કર્યો અને કેરળમની એક નર્સની ખુબ પ્રશંસા કરી જેણે આખી રાત તેમની માતાની ખુબ સંભાળ રાખી. રાહુલ ગાંધીએ કહ્યું કે, આ ખરેખર ‘કેરળમની ભાવના’ છે. તેમણે કહ્યું, ‘ગઈકાલે રાત્રે, હું હોસ્પિટલમાં મારી માતાના રૂમમાં એક નાના સોફા પર સૂઈ રહ્યો હતો, અને કોઈપણ દીકરાની જેમ, હું તેના સ્વાસ્થ્ય વિશે ખૂબ ચિંતિત હતો. આખી રાત, મને ફક્ત એક જ વસ્તુમાં સાંત્વના મળી. મને કેરળમની એક નર્સમાં સાંત્વના મળી જે દર કલાકે મારી માતાને મળવા આવતી, દર કલાકે, તે આવીને તેમને મળતી. તે સ્મિત કરતી અને તેમનો હાથ પકડી રાખતી. આ જોઈને મને અંદર જ એક વિચાર આવ્યો કે કેટલા દીકરા, દીકરીઓ, ભાઈઓ અને બહેનોએ તેમની સૌથી મુશ્કેલ ક્ષણોમાં કેરળમની નર્સો થકી સાંત્વના મળી છે.’

Rahul Gandhi-Sonia Gandhi Health

રાહુલ ગાંધીએ કહ્યું કે તેમને આ અનુભવ નર્સના તેના કામ પ્રત્યેના સમર્પણને દર્શાવે છે. એટલું જ નહીં, આ ઘટના કેરળમની નર્સો સાથે સંકળાયેલી સંભાળની ભાવના દર્શાવે છે. મીડિયા સૂત્રોના જણાવ્યા અનુસાર, તેમણે કહ્યું કે, દેશભરની હોસ્પિટલોમાં મોટી સંખ્યામાં નર્સો કેરળમની છે. નર્સ સાથેની ટૂંકી વાતચીતને યાદ કરતાં ગાંધીએ કહ્યું, ‘સવારે વહેલા ઉઠીને મેં તેમને પૂછ્યું, ‘શું તમે રાત્રે સૂઈ જાઓ છો, કે આખી રાત કામ કરો છો?’ અને તેમણે કહ્યું, ‘હું આખી રાત કામ કરું છું…’, તેથી જ્યારે આખી દુનિયા સૂઈ રહી હોય છે, ત્યારે કેરળમની મહિલાઓ ફક્ત કેરળમમાં જ નહીં, પરંતુ દિલ્હીમાં, દેશભરમાં અને વિશ્વભરમાં લોકોને દિલાસો આપી રહી હોય છે. તેઓ તેમના હાથ પકડીને તેમને શાંતિનો અનુભવ કરાવી રહી હોય છે.’

error: Content is protected !!