fbpx

જૂનાગઢમાં ભાજપે પતિને બદલે પત્નીને ટિકિટ આપી દીધી, હવે બંને ચૂંટણી નહીં લડે

Spread the love
જૂનાગઢમાં ભાજપે પતિને બદલે પત્નીને ટિકિટ આપી દીધી, હવે બંને ચૂંટણી નહીં લડે

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ગરમાવો જોવા મળી રહ્યો છે. કેટલાકને ટિકિટ ન મળતા નારાજ થયા છે, તો કેટલીક જગ્યાએ ઉમેદવાર બદલવાની પણ નોબત આવી છે. જેમને ટિકિટ નથી મળી તેઓ તો નારાજ છે જ, પરંતુ જૂનાગઢમાં પત્નીને ટિકિટ મળતા ડખો થઈ ગયો છે. હવે પતિ-પત્ની બંને ચૂંટણી નહીં લડે.

vivek-kotadia2

ન્યૂઝ18ના અહેવાલ મુજબ, કેશોદ નગરપાલિકાના વોર્ડ નંબર-5માં ભાજપે જે મહિલા ઉમેદવારને ટિકિટ આપી છે, તેણે ચૂંટણી ન લડવાનો નિર્ણય લીધો છે. કેશોદ નગરપાલિકાના વોર્ડ નંબર-5માં ભાજપના પૂર્વ સભ્ય વિવેક કોટડિયા સક્રિય દાવેદાર હતા. વિવેક કોટડિયાએ પોતે ચૂંટણી લડવા માટે પક્ષ પાસે ટિકિટ માંગી હતી. જોકે, પક્ષના આંતરિક સમીકરણો અથવા મહિલા અનામતની બેઠકને ધ્યાને રાખીને ભાજપ હાઈકમાન્ડે વિવેકને બદલે તેમના પત્નીને ટિકિટ આપી હતી. પક્ષના આ નિર્ણયથી સ્થાનિક રાજકારણમાં આશ્ચર્ય સર્જાયું હતું.

ટિકિટની જાહેરાત થયાના ગણતરીના કલાકોમાં જ વિવેક કોટડિયાના પત્નીએ ચૂંટણી લડવાની ન લડવાની વાત કહી છે, જેથી પક્ષ મુશ્કેલીમાં મુકાઇ ગયો છે.  આ અંગે વિવેક કોટડિયાએ જણાવ્યું હતું કે, પારિવારિક સંજોગોના કારણે તેમની પત્ની ચૂંટણી લડી શકે તેમ નથી. તેઓ ભાજપ સાથે જ છે અને કોઈ નારાજગી નથી. પરંતુ જો ટિકિટ તેમને મળતી તો તેઓ ચૂંટણી લડતા.

Vivek-Kotdiya

આ મામલે પક્ષને ટેલિફોનિક જાણ કરવામાં આવતામાં આવતા હવે ભાજપે નવા ઉમેદવારની શોધ કરવાની ફરજ પડી છે. ઉમેદવાર દ્વારા છેલ્લી ઘડીએ લડવાનો ઇનકાર કરી દેવાતા ભાજપ સંગઠન માટે મુશ્કેલી ઉભી થઈ છે. હવે વોર્ડ નંબર-5 માટે ભાજપે નવા અને સક્ષમ ઉમેદવારની શોધ તાત્કાલિક ધોરણે શરૂ કરવી પડી છે.

પ્રાંતિજ ખાતે એ.પી.જવેલર્સ સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાનો વિશાળ એક માત્ર શોરૂમ

Leave a Reply

error: Content is protected !!