fbpx

મુખ્યમંત્રી રેખા ગુપ્તાનો મોટો નિર્ણય: દારૂના વેચાણના 5 વર્ષના રેકોર્ડનું ક્રોસ-વેરિફિકેશન થશે; 2 મહિનાનું અલ્ટીમેટમ

Spread the love
મુખ્યમંત્રી રેખા ગુપ્તાનો મોટો નિર્ણય: દારૂના વેચાણના 5 વર્ષના રેકોર્ડનું ક્રોસ-વેરિફિકેશન થશે; 2 મહિનાનું અલ્ટીમેટમ

દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ દારૂના વેચાણ સાથે સંકળાયેલા તમામ સરકારી ઉપક્રમોના છેલ્લા 5 વર્ષના નાણાકીય રેકોર્ડનું કડક ક્રોસ-વેરિફિકેશન કરવાના નિર્દેશો આપ્યા છે. આ નિર્ણય એવા અહેવાલો બાદ લેવામાં આવ્યો છે કે ઘણા સ્થળોએ ખાતાઓ લાંબા સમય સુધી અસંગત રહ્યા છે, જેનાથી ભારે નાણાકીય ગેરરીતિઓ અંગે આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

22

મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ જણાવ્યું હતું કે, આને સુધારવા માટે હવે ખાતાઓની હવે કડક તપાસ કરવામાં આવશે; દરેક રેકોર્ડનો કાળજીપૂર્વક મેળ કરી જોવામાં આવશે, અને સમગ્ર પ્રક્રિયામાં વેરિફિકેશન અને વેલિડેશનને સુનિશ્ચિત કરવામાં આવશે. તેમણે કહ્યું કે જો તપાસમાં કોઈપણ તબક્કે અનિયમિતતાઓ અથવા મહેસૂલ નુકસાનના કિસ્સાઓ બહાર આવશે, તો જવાબદાર અધિકારીઓ અને સંડોવાયેલા તમામ વ્યક્તિઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

તેમણે કહ્યું કે, તમામ સંબંધિત સંસ્થાઓ અને આબકારી વિભાગને આદેશ આપવામાં આવ્યા છે કે આ સમગ્ર પ્રક્રિયા પર વિગતવાર અહેવાલ તૈયાર કરીને આદેશ જાહેર થયાની તારીખથી બે મહિનાની અંદર તેને ફરજિયાતપણે નાણાં વિભાગને સુપરત કરવામાં આવે.

દરમિયાન, સોમવાર દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં એક મહત્ત્વપૂર્ણ દિવસ બનવાનો છે. દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટી (AAP)ના ઘણા વરિષ્ઠ નેતાઓની નજર હવે હાઇકોર્ટની કાર્યવાહી પર ટકેલી છે. સોમવારે બપોરે 2:30 વાગ્યે જસ્ટિસ સ્વર્ણકાંતા શર્માની આગેવાની હેઠળની બેન્ચ આ કેસની સુનાવણી કરવાની છે; જોકે, આ વખતે, મુદ્દો નીતિનો નહીં, પરંતુ ન્યાયાધીશ બદલવાની માંગણીનો છે.

kejriwal2

આ કેસમાં સૌથી આશ્ચર્યજનક નિર્ણય પોતે અરવિંદ કેજરીવાલનો છે. કેજરીવાલે નિર્ણય લીધો છે કે તેઓ જસ્ટિસ સ્વર્ણકાંતા શર્માની બેન્ચ સામે દાખલ કરેલી અરજીની દલીલ વ્યક્તિગત રીતે કરશે. તેમની મુખ્ય માંગ એ છે કે જસ્ટિસ શર્મા CBI દ્વારા તેમની સામે દાખલ કરવામાં આવેલી અપીલની સુનાવણીથી પોતાને દૂર રાખે.

પ્રાંતિજ ખાતે એ.પી.જવેલર્સ સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાનો વિશાળ એક માત્ર શોરૂમ

error: Content is protected !!