fbpx

25 લાખ લઈને ટિકિટ ખેંચી લો… કોંગ્રેસના ઉમેદવાર બીના મોદીને મળી ઓફર પણ તેમણે…

Spread the love
25 લાખ લઈને ટિકિટ ખેંચી લો... કોંગ્રેસના ઉમેદવાર બીના મોદીને મળી ઓફર પણ તેમણે...

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ફોર્મ ખેચવાનો છેલ્લો દિવસ છે ત્યારે પાર્ટીઓ અન્ય ઉમેદવારોને ફોર્મ ખેચાવવા માટે સામ, દામ અને દંડ-ભેદની નીતિ અપનાવતા હોય છે. સાથે જ ચૂંટણીઓ દરમિયાન આરોપ-પ્રત્યારોપનો દૌર પણ શરૂ થઈ જાય છે. ત્યારે અમદાવાદના રામોલ બેઠક પરથી કોંગ્રેસના મહિલા ઉમેદવાર બીના મોદીએ ભાજપના ઉમેદવાર મૌલિક પટેલ પર ગંભીર આરોપ લગાવ્યો છે.

હાલમાં રામોલ હાથીજણ વૉર્ડથી કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર બીનાબહેન મોદીએ ભાજપના પૂર્વ કોર્પોરેટર અને ઉમેદવાર મૌલિક પટેલ પર ગંભીર આરોપ લગાવ્યો છે. બીનાબહેનના જણાવ્યા અનુસાર, તેમને ચૂંટણીમાંથી ખસી જવા અને ઉમેદવારી ફોર્મ પાછું ખેંચવા માટે 25 લાખ રૂપિયાની મોટી રકમની ઓફર કરવામાં આવી રહી છે.

ગુજરાત સમાચારના અહેવાલ મુજબ, આ તમામ આર્થિક પ્રલોભનો અને દબાણને ફગાવીને બીનાબહેને સ્પષ્ટ કર્યું છે કે તેમની લડાઈ પૈસા માટે નહીં, પરંતુ પ્રજાના હિત અને સેવાનો ઉદ્દેશ્ય પૂરો કરવા માટે છે, અને તેઓ પોતાના નિર્ણય પર મક્કમ રહેશે.

bina-modi

બીનાબહેન મોદીએ જણાવ્યું કે, ‘મેં ગત 11 તારીખે કોંગ્રેસ પાર્ટીમાંથી ઉમેદવારી ફોર્મ ભર્યું હતું, ત્યારથી જ મારા અંગત લોકો દ્વારા મને ફોર્મ પાછું ખેંચવા માટે સતત દબાણ કરવામાં આવી રહ્યું છે. તેઓ મને લાલચ આપી રહ્યા છે કે તમે ફોર્મ પાછું લઈ લો, તમારે જેટલી રકમ જોઈતી હશે એટલી અમે આપી દઈશું. ગઈકાલે તો આખો દિવસ ફોન ચાલુ રહ્યા અને મારા ઓળખીતા લોકોને મારા ઘરે મોકલવાનું પણ ચાલુ રાખ્યું હતું. જ્યારે મેં તપાસ કરી તો ખબર પડી કે ભાજપના પૂર્વ કોર્પોરેટર અને ઉમેદવાર મૌલિક પટેલે પોતે મને ફોન કર્યો હતો. જ્યારે ફોર્મ ચેકિંગની પ્રક્રિયા ચાલતી હતી, ત્યારે મને 25 લાખ રૂપિયાની ઓફર આપવામાં આવી હતી કે હું ત્યાં ન જાઉં અને મારું ફોર્મ પાછું ખેંચી લઉં.’

તમને વધુમાં જણાવ્યું કે, ‘હું પહેલાથી જ કોંગ્રેસ સાથે જોડાયેલી છું અને ક્યારેય ભાજપમાં ન હતી. મને અત્યારે કોઈ ધમકી નથી આપવામાં આવી રહી, પણ વારંવાર પૈસાની લાલચ આપીને મને ચૂંટણીમાંથી બેસાડી દેવાની કોશિશ કરવામાં આવે છે. પરંતુ હું મારું ફોર્મ બિલકુલ પાછું નહીં ખેંચું, કારણ કે મેં આ ફોર્મ કંઈ પૈસા માટે નથી ભર્યું, હું પ્રજા માટે લડી રહી છું. મારો ઉદ્દેશ્ય જીતીને પણ પ્રજાના જ કાર્યો કરવાનો છે, મારે પૈસા બનાવવાના કાર્યો નથી કરવા. આમ, ગમે તેટલી લાલચ આપવામાં આવે તો પણ હું મારા નિર્ણય પર મક્કમ છું.’ ઉલ્લેખનીય છે કે મહત્ત્વનું છે કે, બીનાબહેન મોદીના આ આરોપ અંગે ભાજપના ઉમેદવાર અને પૂર્વ કોર્પોરેટર મૌલિક પટેલને આ અંગે સવાલ પૂછવામાં આવતા કોઈ જવાબ આપ્યો નહોતો.

Cameron-Green2

ચાંદલોડિયાના નેહલબેન પંચાલ અને પ્રદીપભાઈ પટેલે પણ દબાણનો આરોપ લગાવ્યો હતો. આવી ધમકીઓ બાદ ઉમેદવારો કોંગ્રેસના પ્રદેશ કાર્યાલય પહોંચ્યા. આ ધમકીઓ દરમિયાન રૂહી શાહને કહેવામાં આવ્યું હતું કે જોધપુરમાં કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડવી અપમાનજનક રહેશે.

ભાજપ પર સામાજિક દબાણ લાવવા અને 20 લાખ રૂપિયાની ઓફર કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. જોકે, ઉમેદવારોએ પાછળ ન હટવાનો નિર્ણય લીધો છે. પરિણામે, ચૂંટણી દરમિયાન તેમના સંબંધિત મતવિસ્તારમાં આ ઉમેદવારો વચ્ચે વાસ્તવિક સ્પર્ધા જોવા મળશે, જ્યાં મતદાન અને પરિણામો જાહેર કરશે કે જનતાએ કોને પસંદ કર્યો છે.

પ્રાંતિજ ખાતે એ.પી.જવેલર્સ સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાનો વિશાળ એક માત્ર શોરૂમ

Leave a Reply

error: Content is protected !!