પ્રાંતિજ પાસે નેશનલ હાઈવે-૪૮ પર ભયાનક અકસ્માત, ઉંટનું ઘટના સ્થળેજ મોત
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ નજીક નેશનલ હાઈવે-૪૮ પર આવેલી આઈસ ફેક્ટરી પાસે આજે ભયાનક અકસ્માત સર્જાયો હતો પ્રાંતિજથી અમદાવાદ તરફ જઈ રહેલી ઉંટલારીને પાછળથી ઝડપથી આવતી આઈશર ગાડીના ચાલકે જોરદાર ટક્કર મારી હતી






આ ટક્કર એટલી ભયંકર હતી કે ઉંટલારીનો કચ્ચરઘાણ થઈ ગયો હતો અને ઉંટનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું અકસ્માત બાદ આઈશર ગાડી બેકાબૂ બની રોડની સાઈડમાં પાર્ક કરેલી બાઈકને અડફેટે લઈ ગઈ હતી અને ત્યારબાદ નજીકના વીજ પોલ સાથે અથડાઈ તેને ધરાશાયી કરી દીધો હતો તો આઈશર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળે છે અકસ્માતમાં ઉંટલારી ચાલકને માથા તથા શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી જ્યારે આઈશર ચાલકને પણ ઈજા પહોંચી છે તો અકસ્માત બાદ હાઈવે પર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા બનાવની જાણ થતા પ્રાંતિજ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને બંને ઈજાગ્રસ્તોને નેશનલ હાઈવે ઓથોરિટી ની એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા પોલીસ દ્વારા અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે
જીલ રાવલ સાબરકાંઠા
પ્રાંતિજ ખાતે એ.પી.જવેલર્સ સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાનો વિશાળ એક માત્ર શોરૂમ