પ્રાંતિજ ખાતે પાંચ ફોર્મ પરત ખેંચાયા
– નગરપાલિકા પેટા ચુંટણી વોર્ડ-૨ -૧ ફોર્મ , તાલુકા પંચાયત-૨ ફોર્મ , જિલ્લા પંચાયત-૨ ફોર્મ
– તાલુકા પંચાયત-૧૨ પીલુદા સીટ ઉપર ભાજપ મહિલા ઉમેદવાર બિનહરીફ થયા
– સોનાસણ-૧૫ સીટ ઉપર આમઆદમી મહિલા ઉમેદવારે ફોર્મ પરત ખેચતા ભાજપ-કોંગ્રેસ વચ્ચે સીધો જંગ
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ તાલુકામાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચુંટણીઓ પહેલા રાજકીય હલચલ તેજ બની છેવિવિધ સ્તરે ઉમેદવારી ફોર્મ પરત ખેંચાતા ચૂંટણીનું ચિત્ર વધુ સ્પષ્ટ બન્યું છે


પ્રાંતિજ ખાતે કુલ પાંચ ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચ્યા છે જેમાં તાલુકા પંચાયતના ૨, જિલ્લા પંચાયતના ૨ અને નગરપાલિકાની પેટા ચુંટણીનો ૧ ઉમેદવાર સમાવેશ થાય છે તો તાલુકા પંચાયતના પીલુદા-૧૨ સીટ પર ભાજપની મહિલા ઉમેદવાર તૃપ્તિબેન મહેશભાઇ પટેલ બિનહરીફ ચૂંટાઈ આવી છે કારણ કે અન્ય કોઈ ઉમેદવાર મેદાનમાં રહ્યો નથી જ્યારે સોનાસણ-૧૫ સીટ પર આમ આદમી પાર્ટીની મહિલા ઉમેદવારે ફોર્મ પરત ખેંચતા હવે અહીં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર જોવા મળશે તો જિલ્લા પંચાયતની ૪ સીટ માટે કુલ ૧૫ ઉમેદવારી ફોર્મ ભરાયા હતા પરંતુ આમ આદમી પાર્ટીના ૨ ઉમેદવારો ફોર્મ પરત ખેંચતા હવે ૧૩ ઉમેદવારો જ મેદાનમાં રહ્યા છે તાલુકા પંચાયતની ૨૦ સીટ માટે ૭૦ ફોર્મ ભરાયા હતા જેમાંથી ૨ ફોર્મ પરત ખેંચાતા હવે ૬૮ ઉમેદવારો ચૂંટણી લડશે તો પ્રાંતિજ નગરપાલિકાના વોર્ડ નંબર-૨ની પેટા ચુંટણીમાં પણ રાજકીય રંગ જામ્યો છે અહીં ૩ ઉમેદવારોમાંથી અપક્ષ ઉમેદવાર જગદીશભાઇ લછુમલ કિંમત્રાણી એ પોતાનું ફોર્મ પરત ખેંચીને ભાજપનો ખેસ ધારણ કર્યો છે જેથી હવે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો રહેશે આ સમગ્ર ઘટનાઓને કારણે પ્રાંતિજ વિસ્તારમાં રાજકીય ગરમાવો વધ્યો છે અને આવનારી ચુંટણીઓમાં કટોકટીની ટક્કર જોવા મળશે
જીલ રાવલ સાબરકાંઠા
પ્રાંતિજ ખાતે એ.પી.જવેલર્સ સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાનો વિશાળ એક માત્ર શોરૂમ