પ્રાંતિજ પોલીસની મોટી કામગીરી ૪ વર્ષથી ફરાર પ્રોહિબિશન કેસનો આરોપી ઝડપાયો
– આરોપીને ઝડપી પાડી જેલ હવાલે કર્યો
– બાતમી ના આધારે પ્રાંતિજ પોલીસે ઝડપી પાડયો
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ પોલીસ સ્ટેશન દ્વારા લાંબા સમયથી નાસતો ફરતો પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલ આરોપીને સફળતાપૂર્વક પકડી પાડવામાં આવ્યો છે પોશીના અને ખેરોજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા બે અલગ અલગ ગુનાઓમાં છેલ્લા ચાર વર્ષથી ફરાર રહેલો આરોપી હવે કાયદાના ગાળામાં આવ્યો છે

નાયબ પોલીસ મહાનિરીક્ષક વીરેન્દ્રસિંહ યાદવ ગાંધીનગર વિભાગ , સાબરકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. પાર્થરાજસિંહ ગોહિલ તથા વિભાગ પોલીસ અધિકારી એ.કે. પટેલ હિંમતનગર વિભાગ ના માર્ગદર્શન હેઠળ ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી પ્રાંતિજ પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ. વાળા ના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમ્યાન દરમિયાન એ.એસ.આઈ દીપકસિંહ જગતસિંહ અને હર્ષપાલસિંહ દિલીપસિંહને મળેલી બાતમીના આધારે પ્રાંતિજ હાઈવે ત્રણ રસ્તા પાસે તપાસ હાથ ધરવામાં આવી તો તપાસ દરમિયાન શંકાસ્પદ હાલતમાં ઉભેલા એક વ્યક્તિને અટકાવી પૂછપરછ કરવામાં આવી પૂછપરછમાં તેની ઓળખ શંકરભાઈ ઉર્ફે ટીના રતનલાલ પટેલ ઉંમર ૩૩, રહેવાસી ઓડવારીયા, તા. સલુમ્બર , રાજસ્થાન તરીકે થઈ હતી તો આરોપી સામે પોશીના પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળનો કેસ તથા ખેરોજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ અન્ય પ્રોહિબિશન ગુનામાં તે લાંબા સમયથી ફરાર હતો પોલીસ દ્વારા તેને કાયદેસર રીતે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પ્રાંતિજ પોલીસની આ કામગીરીને કારણે વિસ્તારના લોકોમાં સુરક્ષાની લાગણી વધુ મજબૂત બની છે
જીલ રાવલ સાબરકાંઠા
પ્રાંતિજ ખાતે એ.પી.જવેલર્સ સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાનો વિશાળ એક માત્ર શોરૂમ