fbpx

પ્રાંતિજ વોર્ડ નંબર-૨ ની પેટાચૂંટણીમાં ભાજપનો ઝંઝાવતી પ્રચાર

Spread the love

પ્રાંતિજ વોર્ડ નંબર-૨ ની પેટાચૂંટણીમાં ભાજપનો ઝંઝાવતી પ્રચાર

  • ડૉ. નૃપાંશભાઈપટેલને મળી રહ્યો છે પ્રચંડ જનસમર્થન
  • ઠેર-ઠેર ઉમેદવાર ને શ્રીફળ આપી ફુલહાર પહેરાવી શુભેચ્છાઓ શુભકામનાઓ પાઠવામા આવી
  • ગરમી ને લઈ ને વહેલી સવારથીજ પ્રચાર

સાબરકાંઠા જિલ્લાની પ્રાંતિજ નગરપાલિકાના વોર્ડ નંબર-૨ ની ખાલી પડેલી બેઠક માટે યોજાનારી પેટાચૂંટણીનો જંગ હવે જામ્યો છે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ડૉ. નૃપાંશભાઈ પટેલ દ્વારા વોર્ડના વિવિધ વિસ્તારોમાં આક્રમક રીતે પ્રચાર કરવામાં આવી રહ્યો છે જેમાં તેમને મતદારોનો અભૂતપૂર્વ પ્રતિસાદ સાંપડી રહ્યો છે


ચૂંટણી પ્રચારના ભાગરૂપે ડૉ. નૃપાંશભાઈ પટેલે આજે વોર્ડ નંબર-૨ માં આવેલી આશીર્વાદ સોસાયટી, હરિઓમ પાર્ક સોસાયટી ધનશ્યામ નગર તેમજ એપ્રોચ રોડ પર આવેલી વિવિધ રહેણાંક સોસાયટીઓની રૂબરૂ મુલાકાત લીધી હતી દરેક સ્થળે સ્થાનિક રહીશો દ્વારા ઉમેદવારનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ઠેર-ઠેર તેમને શ્રીફળ આપી ફુલહાર પહેરાવી વિજય ભવના આશીર્વાદ અને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી તો વધતી જતી ગરમીના પારા વચ્ચે પણ ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે પ્રખર તાપથી બચવા માટે વહેલી સવારથી જ ઉમેદવાર ડૉ. નૃપાંશભાઈ પટેલ ભાજપના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકરો સાથે જનસંપર્ક અભિયાનમાં જોડાઈ જાય છે મતદારોની વચ્ચે જઈને તેઓ સરકારની લોકકલ્યાણકારી યોજનાઓ અને નગરપાલિકાના વિકાસ કામોને આગળ ધપાવવાના સંકલ્પ સાથે મત માંગી રહ્યા છે આ પ્રચાર અભિયાનમાં વોર્ડ નંબર-૨ ના સ્થાનિક કોર્પોરેટરો, ભાજપના સંગઠનના હોદ્દેદારો અને પાયાના કાર્યકરો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા ભાજપના આ મજબૂત સંગઠન અને ડૉ. નૃપાંશભાઈ પટેલની સ્વચ્છ પ્રતિભાને જોતા વોર્ડ નંબર-૨ માં કેસરિયો લહેરાશે તેવો આશાવાદ કાર્યકરોએ વ્યક્ત કર્યો હતો લોકચર્ચા મુજબ સોસાયટી વિસ્તારોમાં મળી રહેલા સમર્થનથી ભાજપનું પલ્લું હાલમાં ભારે દેખાઈ રહ્યું છે

જીલ રાવલ સાબરકાંઠા

પ્રાંતિજ ખાતે એ.પી.જવેલર્સ સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાનો વિશાળ એક માત્ર શોરૂમ

Leave a Reply

error: Content is protected !!