fbpx

આજે મુખ્યમંત્રી હિંમતનગર અને પ્રાંતિજના સલાલમાં જાહેરસભાને સંબોધશે

Spread the love

આજે મુખ્યમંત્રી હિંમતનગર અને પ્રાંતિજના સલાલમાં જાહેરસભાને સંબોધશે

       


સાબરકાંઠા જિલ્લામાં યોજાનાર સ્થાનિક સ્વરાજયની ચુંટણીઓમાં ભાજપના ઉમેદવારોની તરફેણમાં શુક્રવારે મુખ્યમંત્રી હિંમતનગર અને પ્રાંતિજના સલાલમાં જાહેરસભાને સંબોધશે જેની તૈયારીઓને જિલ્લા ભાજપ દ્વારા આખરી ઓપ આપી દેવાયો છે.


આ અંગે જિલ્લા ભાજપ કાર્યાલયના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ શુક્રવારે સ્થાનિક સ્વરાજયની ચુંટણીઓમાં પ્રચારર્થે હિંમતનગર આવ્યા બાદ હિંમતનગર નગરપાલિકાના વોર્ડ નં.૧માં ભાજપના ઉમેદવારો માટે શરૂ કરાયેલા પ્રચાર કાર્યાલયનો પ્રારંભ કરાવી કાર્યકરો સાથે વાતચીત કરશે ત્યારબાદ મુખ્યમંત્રી હિંમતનગરમાં સામાજીક અને સહકારી ક્ષેત્રના આગેવાનો સાથે નરનારાયણ તાબાના સ્વામિનારાયણ મંદિરમાં અગ્રણીઓ સાથે વિચાર વિમર્શ કરશે ઉપરાંત તેઓ હિંમતનગરના હડિયોલ રોડ પર આવેલ એક ખાનગી પાર્ટી પ્લોટમાં જાહેરસભાને સંબોધશે ત્યારબાદ મુખ્યમંત્રી પ્રાંતિજ તાલુકાના સલાલ-સોનાસણ ચોકડી પર આવેલ એક મેદાનમાં જાહેરસભાને સંબોધ્યા બાદ તેઓ ગાંધીનગર જવા રવાના થશે

જીલ રાવલ સાબરકાંઠા

પ્રાંતિજ ખાતે એ.પી.જવેલર્સ સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાનો વિશાળ એક માત્ર શોરૂમ

error: Content is protected !!