પ્રાંતિજ ના સોનાસણ ચોકડી ખાતે CM ભુપેન્દ્ર પટેલ ની ઉપસ્થિત મા વિકાસ સંકલ્પ સભા યોજાઈ
– ઉમેદવારો સહિત લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા
– કમળ ના નિશાન ઉપર મત ભાજપ ના ઉમેદવારો ને જીતાડવા અનુરોધ કર્યો
– ગરમી હશે પણ મતદાન અવશ્ય કરજો
પ્રાંતિજ ખાતે યોજાયેલી ‘વિકાસ સંકલ્પ સભા’માં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિએ સ્થાનિક રાજકીય વાતાવરણને વધુ ગરમાવ્યું હતું સાબરકાંઠા જિલ્લાના સોનાસણ ચોકડી ખાતે યોજાયેલી આ સભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને સમગ્ર માહોલ ઉત્સાહભેર ભરાયો હતો





સભાની શરૂઆતમાં સ્થાનિક નેતાઓ અને કાર્યકર્તાઓએ મુખ્યમંત્રીનું ભવ્ય સ્વાગત કર્યું હતું આ પ્રસંગે ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર સહિત ભાજપના ઉમેદવારો પણ હાજર રહ્યા હતા તો સભાને સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના વિકાસકાર્યો અને જનહિતલક્ષી યોજનાઓ અંગે વિસ્તૃત માહિતી આપી હતી તેમણે ખાસ કરીને ઉત્તર ગુજરાત અને કચ્છના અંતરિયાળ વિસ્તારો સુધી નર્મદાના પાણી પહોંચાડવાની સિદ્ધિનો ઉલ્લેખ કર્યો હતો જેને કારણે ખેડૂતો અને નાગરિકોને મોટો લાભ મળ્યો છે આરોગ્ય ક્ષેત્રે થયેલા સુધારાઓ વિશે વાત કરતાં તેમણે ગ્રામ્ય વિસ્તારોમાં મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલોના નિર્માણ અને આયુષ્માન કાર્ડ જેવી યોજનાઓથી સામાન્ય લોકોને મળતી રાહત પર ભાર મૂક્યો હતો તો વહીવટી ક્ષેત્રમાં પારદર્શિતા વધારવા માટે લેવામાં આવેલા નિર્ણયો જેમ કે જમીન સંબંધિત નિયમોમાં સુધારા અને ઘરે બેઠા સરકારી સેવાઓ ઉપલબ્ધ થવા જેવી સુવિધાઓનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો તો આ સાથે જ મુખ્યમંત્રીએ સ્થાનિક સ્વરાજ્યની આવનારી ચૂંટણીઓ માટે મતદારોને સંબોધતા ભાજપના તમામ ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવા અપીલ કરી હતી તેમણે ‘સૌનો સાથ, સૌનો વિશ્વાસ અને સૌનો વિકાસ’ના મંત્રને પુનરોચ્ચાર કર્યો હતો સભાના અંતે મુખ્યમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે મતદારો ભાજપને એટલી મોટી બહુમતી આપશે કે વિરોધીઓને ફરીથી ચૂંટણી લડવાની તક પણ નહીં મળે વધતી ગરમી વચ્ચે તેમણે ૨૬મી તારીખે અવશ્ય મતદાન કરવા અને ‘કમળ’ના નિશાન પર મત આપી ભાજપને વિજયી બનાવવા અનુરોધ કર્યો હતોઆ સમગ્ર કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં જનમેદની હાજર રહી હતી જેના કારણે સમગ્ર વિસ્તાર રાજકીય રંગમાં રંગાયેલો જોવા મળ્યો હતો તો આ પ્રસંગે જિલ્લા પ્રમુખ કનુભાઈ પટેલ , ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર , પ્રદેશ મંત્રી પ્રદિપસિંહ રાઠોડ , ધારાસભ્ય વી.ડી.ઝાલા ,પૂર્વ સાંસદ દિપસિંહ રાઠોડ , પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા , પ્રેમલભાઇ દેસાઇ , બીપીન ભાઇ ઓઝા , નગરપાલિકા પ્રમુખ અનિતાબેન પંડયા સહિત ઉમેદવારો ભાજપ કાર્યકરો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા
જીલ રાવલ સાબરકાંઠા
પ્રાંતિજ ખાતે એ.પી.જવેલર્સ સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાનો વિશાળ એક માત્ર શોરૂમ