fbpx

પ્રાંતિજ ના સલાલ સાયન્સ પાર્ક નજીક કન્ટેનર-ટ્રક વચ્ચે અકસ્માત થતાં એકનું મોત

Spread the love

પ્રાંતિજ ના સલાલ સાયન્સ પાર્ક નજીક કન્ટેનર-ટ્રક વચ્ચે અકસ્માત થતાં એકનું મોત
 


સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ના સલાલ પાસેના સાયન્સ પાર્ક નજીક ચાર દિવસ અગાઉ કન્ટેનર અને ટ્રક વચ્ચે થયેલા અકસ્માતમાં એક જણાનું મોત થયાની ફરીયાદ ગુરૂવારે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં નોંધાવા પામી હતી

પ્રાંતિજ પોલીસ સ્ટેશન ઉપર થી મળતી માહિતી મુજબ કુલદીપ હેમરાજ પ્રજાપતએ નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યા મુજબ ગત તા.૧૩ એપ્રિલના રોજ સાયન્સ પાર્ક નજીકથી પસાર થઈ રહેલ કન્ટેનર નં.એમએચ.૪૮સીક્યુ.૧ર૦૦ના ચાલક પ્રિન્સ ઉર્ફે પ્રમોદ રામજગ યાદવે પોતાનું વાહન પુરઝડપે હંકારી રોડ પરના ડીવાઈડરને કુદાડી આ કન્ટેનર રોંગ સાઈડમાં લાવી ચલાવ્યું હતું જેથી ટ્રક નં.એચઆર.૬રએ.૭૮૪૮ને ટક્કર મારતાં ડ્રાઈવર કુલદીપ રામનિવાસ જાટ તથા કંડકટર ગીરધરસિંહ જીવણસિંહ રાજપુતને ઈજા પહોંચી હતી જેથી કન્ટેનરના ચાલક પ્રમોદ યાદવનું ગંભીર ઈજા ને કારણે ઘટના સ્થળે મોત નિપજયું હતું જેથી કુલદીપ પ્રજાપતે પ્રમોદ યાદવ વિરૂધ્ધ ગુરૂવારે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી

જીલ રાવલ સાબરકાંઠા

પ્રાંતિજ ખાતે એ.પી.જવેલર્સ સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાનો વિશાળ એક માત્ર શોરૂમ

Leave a Reply

error: Content is protected !!