પ્રાંતિજના સુખડ ગામે જમીનના રસ્તાના વિવાદે મારામારી, સામસામે ફરિયાદ નોંધાઈ
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ તાલુકાના સુખડ ગામમાં જમીનના રસ્તા મુદ્દે થયેલા વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં બંને પક્ષ વચ્ચે ઝપાઝપી અને મારામારીની ઘટના સામે આવી છે આ મામલે બંને પક્ષે એકબીજા વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે
પ્રથમ ફરિયાદ મુજબ, કાજલબેન અજયસિંહ રાઠોડ રહે. સુખડ, વાસણા ચૌધરી રોડએ યોગેશજી કાળાજી ડાભી સહિત કુલ ચાર વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવી છે આરોપ છે કે જમીનના રસ્તા અંગે જૂની તકરારને લઈ આરોપીઓએ ગાળો બોલી ઝપાઝપી શરૂ કરી હતી દરમિયાન લાકડી અને ધારીયા વડે હુમલો કરવામાં આવ્યો હતો જેમાં અજયસિંહ રાઠોડ અને નિલમબેનને ઇજા પહોંચી હતી સાથે જ જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપવામાં આવી હતી
બીજી તરફ, સામા પક્ષે યોગેશસિંહ ડાભીએ અજયસિંહ રાઠોડ સહિત ચાર લોકો સામે ફરિયાદ નોંધાવી છે તેમની ફરિયાદ મુજબ, ગાળો બોલવા બાબતે બોલાચાલી વધી જતા બંને પક્ષ વચ્ચે ઝપાઝપી થઈ હતી જેમાં ફરિયાદી અને શિલ્પાબેનને માર મારવામાં આવ્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી હતી
બંને ફરિયાદોને આધારે પોલીસે કુલ આઠ યોગેશજી કાળાજી ડાભી , કાળાજી કાંહ્યાજી ડાભી , પોપટજી કાંહ્યાજી ડાભી , ભરતજી કાંહ્યાજી ડાભી , અજયસિંહ હિંમતસિંહ રાઠોડ , કાજલબેન અજયસિંહ રાઠોડ , વિજયસિંહ હિંમતસિંહ રાઠોડ , નિલમબેન વિજયસિંહ રાઠોડ તમામે-તમામ રહે સુખડ તા.પ્રાંતિજ જિલ્લો સાબરકાંઠા વિરૂધ્ધ સામ-સામે ગુનોનોંધી આગળની તપાસ હાથ ધરી છે
જીલ રાવલ સાબરકાંઠા
પ્રાંતિજ ખાતે એ.પી.જવેલર્સ સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાનો વિશાળ એક માત્ર શોરૂમ