fbpx

ઓસ્ટ્રેલિયામાં ભણવાનું સપનું જોનારને માત્ર એક ભૂલ ભારે પડી શકે છે  

Spread the love

ઓસ્ટ્રેલિયામાં ભણવાનું સપનું જોનારને માત્ર એક ભૂલ ભારે પડી શકે છે  

ઓસ્ટ્રેલિયા આજે પણ દુનિયાના સૌથી લોકપ્રિય ભણતરના સ્થળોમાં સામેલ છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી ઓસ્ટ્રેલિયન સરકાર દ્વારા વિદ્યાર્થી વિઝા માટેના નિયમો પ્રમાણમાં કડક બનાવવામાં આવ્યા છે. ખાસ કરીને ભારતીય વિદ્યાર્થીઓ માટે અમલી બનેલી નવી ચેંકિગ સિસ્ટમ અને જેન્યુઇન સ્ટુડન્ટના ક્રાઇટેરિયાને કારણે હવે માત્ર સારા માર્ક્સ કે યુનિવર્સિટીનો ઓફર લેટર પૂરતો નથી.

આ પરિસ્થિતિમાં જેમની પાસે અનુભવ હોય અને ભરોસો કરી શકાય તેવા એજ્યુકેશન કન્સલ્ટન્ટની ભૂમિકા અગાઉ કરતાં વધુ મહત્વની બની ગઈ છે.
વિદ્યાર્થી વિઝા માટે અરજી કરતી વખતે ફાયનાન્શિયલ ડોક્ટુમેન્ટ્સ, એજ્યુકેશન લોન, વાલીની આવકના પુરાવા, બેન્ક સ્ટેટમેન્ટ અને અન્ય માહિતીમાં નાની અમથી ભૂલ પણ વિઝા અરજીને અસર કરી શકે છે. જો અરજી નકારવામાં આવે તો માત્ર વિઝા જ નહીં, પરંતુ એપ્લિકેશનની ફી, યુનિવર્સિટીની એડમિનિસ્ટ્રેશન ફી અને બીજા ખર્ચમાં પણ મોટું નુકસાન થઈ શકે છે. એટલા માટે તમામ દસ્તાવેજોની સંપૂર્ણ ચકાસણી અને યોગ્ય રજૂઆત અત્યંત જરૂરી બની ગઈ છે.

ઓસ્ટ્રેલિયાની સરકાર હવે એ પણ તપાસે છે કે વિદ્યાર્થી ખરેખર ભણવા માટે જઈ રહ્યો છે કે નહીં. વિદ્યાર્થીએ પોતાની અગાઉની ડિગ્રી , વધુ ભણવા માટે પસંદ કરેલ કોર્સ અને ભવિષ્યમાં જે કામ કરવાના છે તે તમામ બાબતો વચ્ચે સ્પષ્ટ અને તર્કસંગત સંબંધ રજૂ કરવો પડે છે.

1527595285study-abroad

સામાન્ય રીતે ઘણા વિદ્યાર્થીઓ ખૂબ જ સામાન્ય અને અગાઉથી ગોખી રાખેલા જવાબો આપે છે, જેના કારણે તેમની અરજી નકારી દેવામાં આવે છે. જો તેમને યોગ્ય માર્ગદર્શન મળે તો આ ભૂલોથી બચી શકાય છે.

સૌથી મોટી ભૂલ વિદ્યાર્થીઓ એ કરે છે કે માત્ર ઓછી ફી જોઈને કોર્સ પસંદ કરી લે છે. જોકે, હકીકત એ છે કે  દરેક કોર્સ અને દરેક સંસ્થા માટે વિઝા મંજૂરીનો ટ્રેન્ડ અલગ હોઈ શકે છે. અનુભવી કન્સલ્ટન્ટ જ વિદ્યાર્થીઓની શૈક્ષણિક પ્રોફાઇલ, બજેટ અને કારકિર્દીના ટારગેટને ધ્યાનમાં રાખીને યોગ્ય યુનિવર્સિટી અને યોગ્ય અભ્યાસક્રમ પસંદ કરવામાં મદદ કરે છે.

કેટલાક વિદ્યાર્થીઓ ઓછી ફીના શોર્ટ ટર્મ કોર્સ પસંદ કરી લે છે. પરંતુ આજની પરિસ્થિતિમાં માત્ર ફીના આધારે લેવાયેલો નિર્ણય ઇમિગ્રેશન માટે જોખમી બની શકે છે. કોર્સની ગુણવત્તા, યુનિવર્સિટીની માન્યતા અને લાંબા ગાળાની કારકિર્દી હંમેશાં પ્રથમ પ્રાથમિકતા હોવી જોઈએ.

વિદ્યાર્થી વિદેશમાં ભણવા માટે લાખો રૂપિયાનું રોકાણ કરતા હોય છે. ઓસ્ટ્રેલિયામાં વીઝાની ફી બીજા દેશો કરતા પ્રમાણમાં ઊંચી છે. અહીં વીઝા માટેની ફી રૂ. 1.70 લાખ હોય છે. જો વીઝા રીજેક્ટ થાય તો ફી તો પાછી મળતી જ નથી પરંતુ બીજીવાર અરજી પણ કરી શકાતી નથી.  આવી સ્થિતિમાં યોગ્ય ડોક્યુમેન્ટેશન, સમયસર અરજી કરવી, યોગ્ય કોર્સની પસંદગી કરવી અને વિઝા પ્રક્રિયાની સમજ વીઝા મેળવવાની શક્યતા વધારવા સાથે સમય, મહેનત અને રૂપિયા પણ બચાવે છે.

02

આજના સમયમાં એજ્યુકેશન કન્સલ્ટન્ટનું કામ માત્ર એડમિશન અપાવવાનું નથી. એક સારો કન્સલ્ટન્ટ વિદ્યાર્થીની આખી એજ્યુકેશનલ જર્નીનો ગાઇડ બને છે. વિદ્યાર્થી માટે યોગ્ય દેશની પસંદગીથી લઈને યોગ્ય કોર્સ, દસ્તાવેજોની તૈયારી, વિઝા પ્રક્રિયા અને ભવિષ્યની કારકિર્દી સુધી તે મદદગાર સાબિત થાય છે.

કોઇપણ વિદ્યાર્થી માટે વિદેશમાં અભ્યાસ એ જીવનનો એક સૌથી મહત્વપૂર્ણ નિર્ણય છે. તેથી માત્ર સપના જોવાને બદલે, યોગ્ય માહિતી અને અનુભવી માર્ગદર્શક સાથે જ આ દિશામાં આગળ વધવું એ સૌથી સમજદારીભર્યો અભિગમ છે.

Leave a Reply

error: Content is protected !!