fbpx

બ્રેકઅપથી નારાજ યુવકે ગર્લફ્રેન્ડના બે પાળતુ કૂતરાઓને પતાવી નાખ્યા

Spread the love

બ્રેકઅપથી નારાજ યુવકે ગર્લફ્રેન્ડના બે પાળતુ કૂતરાઓને પતાવી નાખ્યા

મનુષ્યો તરીકે આપણી આપણા કરતા નબળા મૂંગા પ્રાણીઓ પ્રત્યે જવાબદારી છે. પરંતુ, ઘણી વખત મનુષ્યો ક્યારેક શોખ માટે, તો ક્યારેક ગુસ્સામાં પ્રાણીઓ પર હિંસા આચરે છે. આવું જ કંઇક બન્યું પશ્ચિમ બંગાળના જાદવપુરમાં, જ્યાં ગર્લફ્રેન્ડ દ્વારા સંબંધ તોડી નાખવાના અને ઘર છોડીને જતા રહેવાના નિર્ણયથી ગુસ્સે ભરાયેલા યુવકે પોતાનો રોષ બે નિર્દોષ પ્રાણીઓ પર ઠાલવ્યો; તેણે કથિત રીતે તેની ગર્લફ્રેન્ડના બે પાળતુ કૂતરાઓની ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખી.

આ ઘટના કોલકાતાના જાદવપુર વિસ્તારના વિક્રમગઢમાં બની હતી. બે કૂતરાઓની હત્યાની જાણ થતા જ પોલીસે આરોપીની અટકાયત કરી લીધી હતી. આજ તકના અહેવાલ મુજબ, આરોપી સંજીવ ભટ્ટાચાર્ય વિક્રમગઢમાં એક ભાડાના મકાનમાં તેની પાર્ટનર પરી નોવા સાથે રહેતો હતો. છેલ્લા કેટલાક સમયથી તેમના સંબંધોમાં તણાવ હતો, જેના કારણે તેમની વચ્ચે વારંવાર બહેસ અને ઝઘડા થતા હતા.

crime

ઘણી વખત આવું થતા 13 નવેમ્બરે પરી નરાજ થઇને ઘર છોડીને જતી રહી, પરંતુ તેના પાળતુ કૂતરા ઘરમાં જ રહી ગયા હતા. અહેવાલ મુજબ, તેના બીજા જ દિવસે એટલે કે 14 નવેમ્બરે સંજીવે પરીને વીડિયો કોલ કર્યો.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, કોલ પર  પરીએ જોયું કે તેનો એક પાળતુ કૂતરો ગળામાં ફંદા પર લટકી રહ્યો હતો. ગભરાઈ ગયેલી પરીએ તરત જ સ્થાનિક રહેવાસીનો સંપર્ક કર્યો અને તેમને તાત્કાલિક તે ફ્લેટ પર જવા કહ્યું. ત્યાં પહોંચ્યા પછી, તે વ્યક્તિને જાણ થઈ કે પરીના બંને પાળતુ કૂતરા મરી ચૂક્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે આખો ફ્લેટ લોહીથી ખરડાયેલો હતો.

BF

આ ઘટનાના સમાચાર સમગ્ર વિસ્તારમાં ઝડપથી ફેલાઈ ગયા. અભિનેત્રી અને પ્રાણી કલ્યાણ કાર્યકર દેબલિના દત્તા ઘટનાસ્થળે પહોંચ્યા અને તેમણે મંત્રી અગ્નિમિત્રા પોલનો સંપર્ક કરીને તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી. આ ઉપરાંત, જાદવપુર પોલીસને પણ આ ઘટના વિશે જાણ કરવામાં આવી. ત્યારબાદ, પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને સંજીવની અટકાયત કરી. પોલીસની પ્રાથમિક તપાસમાં એવી શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે કે આરોપી સંજીવ માનસિક રીતે અસ્થિર હોઈ શકે છે.

Leave a Reply

error: Content is protected !!