fbpx

વન વિભાગના અધિકારીના સ્થળોએ દરોડા, 2.5 કિલો સોનું અને રિસોર્ટ સહિત 7.60 કરોડની સંપત્તિનો ખુલાસો

Spread the love

વન વિભાગના અધિકારીના સ્થળોએ દરોડા, 2.5 કિલો સોનું અને રિસોર્ટ સહિત 7.60 કરોડની સંપત્તિનો ખુલાસો

મધ્ય પ્રદેશમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ લોકાયુક્તનું અભિયાન સતત ચાલી રહ્યું છે. આ અંતર્ગત, 14 નવેમ્બરના રોજ લોકાયુક્તની ટીમે વન વિભાગના SDO સંજીવ કુમાર શર્માના વિવિધ સ્થળો પર એકસાથે દરોડા પાડ્યા હતા. આ મોટી કાર્યવાહીને અંજામ આપતા પહેલા, ત્રણ અલગ-અલગ ટીમોએ 37 દિવસ સુધી ખૂબ ગુપ્ત તપાસ કરી હતી. તપાસ ટીમોએ કટની અને પંચમઢીમાં અધિકારીની સંપત્તિની ચકાસણી કરી હતી અને દરોડા પાડતા પહેલા હોટલ, રિસોર્ટ અને અન્ય વ્યવસાયિક સંપત્તિઓની નક્કર માહિતી એકત્ર કરી હતી.

લોકાયુક્તની અત્યાર સુધીની કાર્યવાહીમાં, અધિકારીના સ્થળો પરથી રૂ.26.36 લાખ રોકડા મળી આવ્યા છે. આ ઉપરાંત, મોટી માત્રામાં સોના-ચાંદીના ઘરેણાં પણ મળી આવ્યા છે, જેને જોઈને તપાસ અધિકારીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. ટીમને ઘટનાસ્થળ પરથી 2.528 કિલો સોનું (જેની અંદાજિત કિંમત લગભગ રૂ.3.50 કરોડ છે) અને 1.656 કિલો ચાંદી (જેની અંદાજિત કિંમત લગભગ રૂ.2.94 લાખ છે) મળી આવ્યા છે. સ્થળ પરથી મળી આવેલી તમામ વસ્તુઓ અને દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે અને તપાસ ચાલી રહી છે.

raid

પ્રાથમિક તપાસમાં સંજીવ કુમાર શર્માની કુલ લગભગ રૂ.7.60 કરોડની સંપત્તિ સામે આવી છે. જેમાં રોકડ, ઘરેણાં, વાહનો અને અન્ય વિવિધ જંગમ-સ્થાવર સંપત્તિઓનો સમાવેશ થાય છે. તપાસ દરમિયાન બે મોટી વ્યવસાયિક સંપત્તિઓની પણ માહિતી મળી છે, જેમાં ઈકોટેલ રિસોર્ટ (અંદાજિત કિંમત લગભગ રૂ.2 કરોડ) અને સેરેનિટી ધ વિલા (અંદાજિત કિંમત લગભગ રૂ.1 કરોડ) સામેલ છે. આ ઉપરાંત, સ્થળો પરથી આશરે રૂ.50 લાખની કિંમતનો ઘરવખરીનો સામાન પણ મળી આવ્યો છે. દરોડા દરમિયાન જમીનના ખરીદ-વેચાણ સાથે જોડાયેલા 28 મહત્ત્વપૂર્ણ દસ્તાવેજો મળી આવ્યા હવે આ ટીમ જમીનના લોકેશન, રજિસ્ટ્રી, ખરીદીની તારીખ અને ચૂકવવામાં આવેલી યોગ્ય રકમની ચકાસણી કરી રહી છે, જેનાથી સંપત્તિઓના આખું નેટવર્કનો ખુલાસો થવાની શક્યતા છે.

લોકાયુક્તની તપાસમાં SDO પાસે ચાર વાહનો હોવાની માહિતી મળી છે, જેની અંદાજિત કુલ કિંમત લગભગ રૂ.31 લાખ 20 હજાર રૂપિયા આંકવામાં આવી છે. આ વાહનોમાં સ્કોર્પિયો, મહિન્દ્રા KUV, બુલેટ અને સ્કૂટરનો સમાવેશ થાય છે. તપાસ એજન્સી હવે આ વાહનોના ખરીદીના દસ્તાવેજો અને ચૂકવણીના સ્ત્રોતો (બેંક ખાતાઓ)ની તપાસ કરી રહી છે.

raid

પ્રાથમિક તપાસમાં SDO પાસે તેમની આવક કરતા લગભગ 228% વધુ સંપત્તિ હોવાની આશંકા હતી; જોકે, દરોડા દરમિયાન નવા પુરાવા મળ્યા અને વધુ ગણતરીઓ કરવામાં આવ્યા આ આંકડો વધીને લગભગ 560% પર પહોંચી ગયો છે. જોકે હોટેલ અને રિસોર્ટનું અસલી મૂલ્યાંકન હજી બાકી છે, જેના કારણે કુલ સંપત્તિનો આંકડો વધી શકે છે.

લોકાયુક્તની તપાસનો દાયરો હવે અધિકારીના પરિવાર અને નજીકના સહયોગીઓ સુધી વધી શકે છે. તપાસ ટીમ એ માહિતી મેળવી રહી છે કે શું સંબંધીઓ કે સહયોગીઓના નામે કોઈ સંપત્તિ ખરીદવામાં આવી છે? તેના માટે બેંક લેવડ-દેવડ અને રોકાણના દસ્તાવેજોની તપાસ કરવામાં આવશે. સાથે જ, લોકાયુક્ત અધિકારીના સમગ્ર સેવાકાળ દરમિયાન મળેલા પગાર અને અન્ય કાયદેસરની આવક, અને બંને રિસોર્ટમાંથી થનારી સંભવિત કમાણીની તપાસ કરવાની તૈયારી ચાલી રહી છે, જેથી તેમની આવક કરતા વધુ સંપત્તિનો અંતિમ આંકડા નક્કી કરી શકાય.

Leave a Reply

error: Content is protected !!