fbpx

પ્રાંતિજ ખાતે ભાજપ મા ધર વાપસી કાર્યક્રમ યોજાયો

Spread the love

પ્રાંતિજ ખાતે ભાજપ મા ધર વાપસી કાર્યક્રમ યોજાયો
– ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર ના હસ્તે ફરી કેસરીયો ધારણ કર્યો
– ચાલુ સાલે ભાજપ દ્રારા પાલિકા ની ચુંટણી સમયે સસ્પેન્ડ કર્યા હતા
– પક્ષ માંથી ટીકીટ ના મળતા છ એ જણાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી
– પાલિકા વોર્ડ-૨ પેટા ચુંટણી ટાળેજ ધર વાપસી


સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે સ્થાનિક રાજકારણમાં મહત્વપૂર્ણ હલચલ જોવા મળી છે ચુંટણીના માહોલ વચ્ચે અનેક આગેવાનો ફરી એકવાર ભાજપમાં જોડાયા છે જેને લઈને કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ છે


એક વર્ષ અગાઉ સસ્પેન્ડ કરાયેલા કેટલાક નેતાઓએ ફરીથી ભાજપમાં “ઘર વાપસી” કરી છે આ કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર ના હસ્તે તમામ આગેવાનોને કેસરીયો ખેસ પહેરાવી પાર્ટીમાં આવકારવામાં આવ્યા હતા
માહિતી મુજબ  આ વર્ષે યોજાયેલી નગરપાલિકા ચુંટણીઓમાં આ નેતાઓ અપક્ષ તરીકે મેદાનમાં ઉતર્યા હતા પરંતુ હવે તેઓએ ફરીથી ભાજપ સાથે જોડાવાનો નિર્ણય લીધો છે


ભાજપમાં ઘર વાપસી કરનાર આગેવાનોમાં હાર્દિકભાઇ મીઠાભાઈ બ્રહ્મભટ્ટ, દિપ્તીબેન હાર્દિકભાઇ બ્રહ્મભટ્ટ (પૂર્વ કોર્પોરેટર), મધુબેન અરવિંદભાઇ પરમાર (નગરપાલિકા કોર્પોરેટર), જગદીશભાઇ લછુમલ કિંમત્રાણી (પૂર્વ કોર્પોરેટર), મનોજભાઇ રમેચંદ્ર મોદી અને સોનલબેન પંકજભાઇ મોદી (પૂર્વ કોર્પોરેટર) નો સમાવેશ થાય છે


આ ઘર વાપસીને લઈને સ્થાનિક ભાજપ કાર્યકરો અને આગેવાનોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે આવનારી રાજકીય પરિસ્થિતિમાં આ જોડાણ ભાજપ માટે મજબૂતીરૂપ સાબિત થશે એવી ચર્ચાઓ ચાલી રહી છે તો ઉલ્લેખનીય છેકે જગદીશભાઇ લછુમલ કિંમત્રાણી પ્રાંતિજ નગરપાલિકા ની પેટા ચુંટણી મા પોતાની ઉમેદવારી નોંધાવી હતી પણ ભાજપ નો કેસરીયો ધારણ કર્યા બાદ પોતે પોતાની ઉમેદવારી પરત ખેચી હતી

જીલ રાવલ સાબરકાંઠા

પ્રાંતિજ ખાતે એ.પી.જવેલર્સ સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાનો વિશાળ એક માત્ર શોરૂમ

Leave a Reply

error: Content is protected !!