fbpx

પ્રાંતિજના સલાલ ગામે પૈસાની ઉઘરાણી મામલે સામસામે પોલીસ ફરિયાદ

Spread the love

પ્રાંતિજના સલાલ ગામે પૈસાની ઉઘરાણી મામલે સામસામે પોલીસ ફરિયાદ
– પ્રાંતિજ પોલીસે ગુનોનોંધી આગળ ની તપાસ હાથ ધરી
       


સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના સલાલ ગામે ઉછીના પૈસાની ઉઘરાણી મુદ્દે થયેલા વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા બંને પક્ષોએ એકબીજા સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં આ મામલે સામસામે ગુનો નોંધાઈ આગળની તપાસ હાથ ધરવામાં આવી છે


    પ્રાંતિજ પોલીસ સ્ટેશન ઉપર થી મળતી માહિતી મુજબ વિપુલભાઈ ભગવાનદાસ મિસ્ત્રી રહે. સલાલ ન્યુ પટેલ, તા. પ્રાંતિજ જિ.સાબરકાંઠા એ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમણે આરોપી કિશનસિંહ નારણસિંહ પરમારને ઉછીના પૈસા આપેલા હતા. પૈસા પરત મેળવવા તેઓ આરોપીના ઘરે જતા, કિશનસિંહ અને નરેશસિંહ પરમારે તેમને મા-બહેન સામે અશ્લીલ ગાળો બોલી મારપીટ કરી હતી આ દરમિયાન નરેશસિંહે લાકડી વડે હુમલો કર્યો હતો, જ્યારે નારણસિંહ પરમારે ઈંટ મારી ઇજા પહોંચાડી હતી ત્રણેય આરોપીઓએ ભવિષ્યમાં પૈસા માંગવા આવશે તો જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો આક્ષેપ છે
બીજી તરફ, કિશનસિંહ નારણસિંહ પરમારે પણ વિપુલભાઈ સામે ફરિયાદ નોંધાવી છે તેમના જણાવ્યા મુજબ, તેમણે લગભગ ત્રણ વર્ષ પહેલાં રૂ. ૩૦૦૦  ઉછીના લીધેલા હતા. પૈસા પરત આપવા માટે થોડો સમય માંગતા વિપુલભાઈએ તેમને ગાળો બોલી મારપીટ કરી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આ રીતે બંને પક્ષે એકબીજા સામે મારામારી અને ધમકીના આક્ષેપો સાથે ફરિયાદ નોંધાવતા પ્રાંતિજ પોલીસે સામસામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે હાલમાં આ કેસની તપાસ અ.હે.કો. હિંમતસિંહ પુંજસિંહ દ્વારા કરવામાં આવી રહી છે

જીલ રાવલ સાબરકાંઠા

પ્રાંતિજ ખાતે એ.પી.જવેલર્સ સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાનો વિશાળ એક માત્ર શોરૂમ

Leave a Reply

error: Content is protected !!