fbpx

પ્રાંતિજ ખાતે શ્રી અન્ન પૂર્ણા માતાજીનો પ્રથમ પાટોત્સવ ની દબદબાભેર ઉજવણી

Spread the love

પ્રાંતિજ ખાતે શ્રી અન્ન પૂર્ણા માતાજીનો પ્રથમ પાટોત્સવ ની દબદબાભેર ઉજવણી
–  હવન આરતી સહિત ના ધાર્મિક કાર્યક્રમો યોજાયા
– ધર્મ પ્રેમી લોકો  ઉપસ્થિત રહ્યા
– દર્શન કરી પ્રસાદ લઇ ને ધન્યતા અનુભવી હતી
               

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે નેશનલ હાઈવે-48 ઉપર આવેલ શ્રી માલ્કડેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં શ્રી અન્નપૂર્ણા માતાજીનો પ્રથમ પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો હતો. આ પ્રસંગે હવન, આરતી સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું


આ પાવન પ્રસંગે ધાર્મિક ભગુભાઇ પટેલ, આશિષભાઈ મનુભાઈ પંડયા, કુલદીપ નરેન્દ્રપ્રસાદ ભટ્ટ, શૈલેષકુમાર અંબાલાલ પટેલ, રોહિતકુમાર અમૃતભાઈ પટેલ અને તેમના પરિવારજનોએ હવનનો લાભ લીધો હતો. શાસ્ત્રી પ્રકાશભાઈ મહારાજ તથા તેમની ટીમ દ્વારા શાસ્ત્રોક્ત વિધિ મુજબ પૂજા સંપન્ન કરવામાં આવી હતી પ્રાંતિજ તથા આસપાસના તાલુકાઓમાંથી મોટી સંખ્યામાં ધર્મપ્રેમી ભક્તો ઉપસ્થિત રહ્યા હતા ભક્તોએ માતાજીના દર્શન કરી પ્રસાદ ગ્રહણ કરીને આધ્યાત્મિક આનંદનો અનુભવ કર્યો હતો આ સમગ્ર કાર્યક્રમનું આયોજન મંદિરના પ્રમુખ યોગેશભાઈ રાવલ તથા તેમની ટીમ દ્વારા સુંદર રીતે કરવામાં આવ્યું હતું પ્રસંગે મધુભાઈ રાવલ, અરવિંદભાઈ રાવલ, જીતુભાઈ રાવલ, એ.કે. પટેલ, લાલુભાઈ જાની, ગીરીશભાઈ પટેલ, અમૃતભાઈ પટેલ, ભગુભાઈ પટેલ અને ગૌર સાહેબ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

જીલ રાવલ સાબરકાંઠા

પ્રાંતિજ ખાતે એ.પી.જવેલર્સ સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાનો વિશાળ એક માત્ર શોરૂમ

Leave a Reply

error: Content is protected !!