fbpx

પ્રાંતિજ નજીક દારૂ ભરેલ સ્કોર્પિયોનો અકસ્માત, અનેક ઇજાગ્રસ્ત

Spread the love

પ્રાંતિજ નજીક દારૂ ભરેલ સ્કોર્પિયોનો અકસ્માત, અનેક ઇજાગ્રસ્ત

– સ્કોર્પિયો કારમા સવાર ત્રણ તથા વાન ચાલક ને ઇજાઓ પોહચી 

– ઇજાગ્રસ્તો ને સારવાર અર્થે ખસેડવામા આવ્યા 

         

સાબરકાંઠા જિલ્લામાં પ્રાંતિજ તાલુકાના કાટવાડ નજીક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો હિંમતનગર તરફથી પ્રાંતિજ તરફ જતી મારૂતિ વાનને પાછળથી પૂરઝડપે આવતી દારૂ ભરેલ સ્કોર્પિયો કારએ જોરદાર ટક્કર મારી હતી

મળતી માહિતી મુજબ, સ્કોર્પિયો કાર નંબર GJ01KF-3352નો ચાલક ઝડપમાં હોવાથી નિયંત્રણ ગુમાવી બેઠો હતો જેના કારણે આગળ જઈ રહેલી મારૂતિ વાન સાથે અકસ્માત સર્જાયો ટક્કર એટલી જોરદાર હતી કે મારૂતિ વાનનો આગળનો પાછળ નો ભાગ સંપૂર્ણ રીતે કચડાઈ ગયો હતો જ્યારે સ્કોર્પિયો કાર પણ પલ્ટી ખાઈ જતા તેનો આગળનો ભાગ ભારે નુકસાન પામ્યો હતો તો આ અકસ્માતમાં સ્કોર્પિયોમાં સવાર ત્રણ લોકો તેમજ મારૂતિ વાનના ચાલકને ઇજાઓ પહોંચી હતી તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા તો અકસ્માત ની જાણ થતા જ પ્રાંતિજ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને રાહત-બચાવ કામગીરી હાથ ધરી હતી પોલીસ દ્વારા દારૂ ભરેલ સ્કોર્પિયો કાર કબ્જે લઇ ગુનો નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે તો સ્થાનિક લોકોમાં આ અકસ્માતને લઈને ચિંતા વ્યાપી ગઈ છે કારણ કે દારૂની હેરાફેરી સાથે જોડાયેલા વાહનો દ્વારા માર્ગ સુરક્ષાને ગંભીર જોખમ ઊભું થાય છે

જીલ રાવલ સાબરકાંઠા

પ્રાંતિજ ખાતે એ.પી.જવેલર્સ સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાનો વિશાળ એક માત્ર શોરૂમ

Leave a Reply

error: Content is protected !!