fbpx

પ્રાંતિજ મા ૧૪ કરોડ ના ખર્ચે બની રહેલ રોડ હજુતો પુરોય નથી થયો ને રોડ મા ભસ્ટ્રાચાર ની રેખાઓ ખીલી ઉઠી 

Spread the love

લોહ બોલો 

પ્રાંતિજ મા ૧૪ કરોડ ના ખર્ચે બની રહેલ રોડ હજુતો પુરોય નથી થયો ને રોડ મા ભસ્ટ્રાચાર ની રેખાઓ ખીલી ઉઠી 

– અગાઉ આજ રોડ નવ કરોડ ના ખર્ચે બન્યો હતો પણ નવ મહિના પણ નહતો ચાલ્યો 

– સરકાર દ્રારા આ વખતે ડામર રોડ ની છૂટી કરી આરસેસી રોડ મજુર કર્યો 

– રોડ હજુતો પુરો બન્યો નથી ને રોડ ઉપર ઠેરઠેર રેખાઓ ખીલી ઉઠી 

– રોડ ઉપર અમુક જગ્યાએ મેકઅપ પણ ઉડી ગયો 

– જવાબદાર તંત્ર દ્રારા કોન્ટ્રાક્ટર સામે એક્શન લેવામા આવશે કે પછી ભાઇ-ભાઇ ભાગ ભાગ 

– અગાઉ નવ કરોડ ના રોડની જેમ ૧૪ કરોડ રોડ ઉપર પાણી ફરી વળશે 

         

સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ના હાર્ડ સમાન એપ્રોચરોડ ઉપર બની રહેલ ૧૪ કરોડ ના ખર્ચે બની રહેલ નવીન રોડ નુ કામ હજુતો પૂર્ણ પણ નથી થયુ ને રોડ ઉપર અત્યારથી ભસ્ટ્રાચાર ની રેખાઓ ખીલી ઉઠી તો હમનહી સુધરેગે જેવો ધાટ ધડાયો

 

   પ્રાંતિજ ત્રણ રસ્તા થી રેલ્વેસ્ટેશન સુધી નો આરસેસી રોડ નુ કામ ચાલી રહ્યુ છે અને રોડ કોન્ટ્રાક્ટર દ્રારા મનફાવે તેમ આડેધડ ખોદકામ કરી કાચબા ની ગતિએ કામ ચાલુ છે જેને લઈ ને હાલતો નાના-મોટા વાહન ચાલકો વેપારીઓ તથા સોસાયટીઓ ના રહીશો તથા રોડ ઉપર આવેલ મકાન માલિકો રહીશો રોડ કામ ને લઈ ને પરેશાન છે તો બીજીતરફ પ્રાંતિજ ત્રણ રસ્તા થી પ્રાંતિજ ભાંખરીયા બસસ્ટેશન સુધી રોડ બની ગયો છે અને પ્રાંતિજ છાત્રાલય થી તાલુકા પંચાયત સુધી નો રોડ બની ગયો છે અને નાલંદા સ્કુલ થી તાલુકા સેવાસદન સુધી નો રોડ બન્યો છે જે રોડ ઉપર ઠેરઠેર રેખાઓ દેખાડો લેતા અને રોડ ઉપર અમુક જગ્યાએ ડિસ્કો સિમેન્ટ ચકેરી મેકઅપ ઉડી ગયો છે અને ભૂખરો થઈ ગયો છે ત્યારે હાલ તો તાજેતરમાંજ બનેલ નવીન રોડ ઉપર તિરાડો પડી જતા ભુખરો થઈ જતા રોડ ના કામને લઈ ને પ્રશ્નો ઉભા થયા છે અત્યાર થી જ લોટ-પાણી ને લાકડા જેવો ધાટ જોવા મળી રહ્યો છે અને તિરાડો પડવાના કારણે રોડ ની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઉભા થયા છે ત્યારે જનતા પૂછી રહી છે કે શુ જવાબદાર અધિકારીઓ એસી ઓફીસ માંથી બહાર નિક્રળી આ રોડ ની ગુણવત્તા તપાસવાની તસ્દી લેશે ! કે પછી કોન્ટ્રાક્ટર સાથે મીલીભગત કરી તમે પણ કમાવ અને અમે પણ કમાઈ એ ” ની નીતિ અપનાવવામાં આવશે !

ત્યારે હવે જોવુ એ રહ્યુ કે જવાબદાર અધિકારીઓ દ્રારા કોઇ એક્શન લેશે કે પછી ભાઇ-ભાઇ ભાગ-ભાગ જેવો ધાટ ધડાશે એ તો હવે જોવુ રહ્યુ 

જીલ રાવલ સાબરકાંઠા

પ્રાંતિજ ખાતે એ.પી.જવેલર્સ સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાનો વિશાળ એક માત્ર શોરૂમ

Leave a Reply

error: Content is protected !!