fbpx

ઈરાને ખામેનેઇને નિધનના 50 દિવસ બાદ પણ શા માટે દફનાવાયા નથી? નિષ્ણાતે જણાવ્યું આ કારણ

Spread the love
ઈરાને ખામેનેઇને નિધનના 50 દિવસ બાદ પણ શા માટે દફનાવાયા નથી? નિષ્ણાતે જણાવ્યું આ કારણ

ઈરાનની સાંસ્કૃતિક અને રાજકીય પરંપરાઓથી તદ્દન વિપરીત દેશના ભૂતપૂર્વ સર્વોચ્ચ નેતા આયતુલ્લાહ અલી ખામેનેઇને હજુ સુધી દફનાવવામાં આવ્યા નથી. અમેરિકા અને ઈઝરાયેલના સંયુક્ત હુમલામાં 86 વર્ષીય ખામેનેઇનો જીવ જતો રહ્યો હતો. આ ઘટનાને લગભગ 50 દિવસ વીતી ગયા હોવા છતા ઈરાની સરકારે તેમના દફન માટેનું સ્થાન પણ નક્કી કર્યું નથી. આ સૂચવે છે કે મોજતબા ખામેનેઇની આગેવાની હેઠળની સરકાર હાલમાં અમેરિકા અને ઇઝરાયલ દ્વારા ઉભા કરાયેલા જોખમોનો સામનો કરવાના પ્રયાસોમાં વ્યસ્ત છે. જો કે, એક સુરક્ષા નિષ્ણાતનો દાવો છે કે ખામેનેઇના અંતિમ સંસ્કારમાં થયેલો આ વિલંબ યુદ્ધની વ્યસ્તતાને કારણે નહીં, પરંતુ ભયને કારણે થયો છે.

ન્યૂયોર્ક પોસ્ટના અહેવાલ મુજબ, ફાઉન્ડેશન ફોર ધ ડિફેન્સ ઓફ ડેમોક્રેસીસના બેહનમ તાલેબ્લૂએ જણાવ્યું હતું કે મોજતબા ખામેનેઇનું વહીવટીતંત્ર ભયના ઓથાર હેઠળ છે અને અમેરિકા સાથે અસ્થિર યુદ્ધવિરામ હોવા છતા હાલમાં અંતિમ સંસ્કાર સમારોહનું આયોજન કરવાની સ્થિતિમાં નથી. 1989માં આયાતુલ્લા અલી ખામેનેઇના પૂર્વવર્તી આયાતુલ્લા રુહોલ્લાહ ખોમેનીના અંતિમ સંસ્કારમાં લાખો લોકો ઉમટી પડ્યા હતા. જોકે, અલી ખામેનેઇની માટે એવા અંતિમ સંસ્કારનું આયોજન કરી શકાયું નથી કારણ કે ઇઝરાયલે ઘણા અઠવાડિયા સુધી ઈરાન પર બોમ્બમારો ચાલુ રાખ્યો હતો. બેહનમ તાલેબ્લૂએ કહ્યું કે, સરળ શબ્દોમાં કહીએ તો શાસન એટલું ડરી ગયું છે અને એટલું નબળું છે કે તે જોખમ નહીં લઇ શકે.

ali-khamenei

ઈરાનના ભવ્ય ઔપચારિક અંતિમ સંસ્કારથી બચવા પાછળ ઘણા કારણો છે. નિષ્ણાતના મતે દેશ ઇઝરાયલ તરફથી સંભવિત હવાઈ હુમલા અને રાષ્ટ્રવાદી વિરોધ પ્રદર્શનોની શક્યતા અંગે ચિંતિત છે. આ કોયડાનો બીજું એક પાસું નવા સર્વોચ્ચ નેતા મોજતબા ખામેનેઇ છે, જેઓ સતત ગેરહાજરીને લઇને ચર્ચામાં છે. આયાતુલ્લાહ અલી ખામેનેઇના મોતને ઘણા અઠવાડિયા વીતી ગયા છે, છતા મોજતબા જાહેરમાં દેખાયા નથી. જો મોજતબાના પિતાને દફનાવવાનો નિર્ણય લેવામાં આવે છે, તો તેને પોતાની ગેરહાજરીને લઇને પણ સ્પષ્ટીકરણ આપવું પડશે.

  ali-khamenei

તાલેબ્લૂએ કહ્યું કે, આ વાત ઘણું કહી જાય છે કે 1989માં શાસન સ્થાપિત કરનાર વ્યક્તિના અંતિમ સંસ્કાર માટે મોટી ભીડ ઉમટી પડી હતી અને પછી એક પેઢી બાદ તેમના ઉત્તરાધિકારીના અંતિમ સંસ્કાર હજુ સુધી થઇ શક્યા નથી. ઇસ્લામિક રિપબ્લિક રસ્તાઓ પર પોતાનો દબદબો બતાવવા માચે મોટી-મોટી વાતો કરે છે, પરંતુ 50 દિવસનું ઇન્ટરનેટ બંધ બધું જ સ્પષ્ટ કરી દે છે. શાસનને સત્ય સામે આવવાના પરિણામોનો ભય છે. અહેવાલો અનુસાર, શાસન હાલમાં પૂર્વોત્તર શહેર મશહદમાં દફનાવવા માટે સ્થળ શોધી રહ્યું છે. આ ખામેનેઇનું વતન છે અને ઈરાનની તુર્કમેનિસ્તાન સાથેની સરહદ પર આવેલું છે, જે ઇઝરાયલથી ખૂબ દૂર છે.

પ્રાંતિજ ખાતે એ.પી.જવેલર્સ સાબરકાંઠા-અરવલ્લી જિ

Leave a Reply

error: Content is protected !!