fbpx

અમદાવાદમાં ક્રેટા ગાડી લઈને આવ્યા અને ક્રેટા લઈને રફુચક્કર થયા ચોર

Spread the love
અમદાવાદમાં ક્રેટા ગાડી લઈને આવ્યા અને ક્રેટા લઈને રફુચક્કર થયા ચોર

અમદાવાદના નારણપુરા વિસ્તારમાં એક ક્રેટા કારની ચોરીની ઘટના સામે આવી છે. હેરાનીની વાત એ છે કે કાર ચોરી કરવા આવેલા ચોર પણ ક્રેટા કાર લઈને જ આવ્યા હતા. ચોરીની ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હતી. જેમાં મોઢે પાટો બાંધીને આવેલા ચોરો આવે ન થાય તે માટે કારને ધક્કો મારીને લઈ ગયા હતા. નારણપુરા પોલીસે ચોરી અંગે ગુનો નોધી તપાસ શરૂ કરી છે.

દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, નારણપુરામાં રહેતા પ્રશાંત રાજ્યગુરુએ નારણપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે તેમણે 2024માં ક્રેટા કાર ખરીદી હતી. 17 એપ્રિલ 2026ના રોજ તેમણે તેમની ક્રેટા કાર ઘરની બહાર પાર્ક કરી હતી. 20 એપ્રિલના રોજ વહેલી સવારે પ્રશાંતભાઈને તેમના ભાઈને શિવરંજની ખાતે લેવા જવાનું હતું જેથી તેઓ 5:00 વાગ્યે ઉઠ્યા ત્યારે તેમની ગાડી ઘરની બહાર નહોતી. પ્રશાંતભાઈએ આજુબાજુ તપાસ કરી પરંતુ તેમની કાર મળી નહોતી.

creta1

કારમાં તેમનું ડ્રાઇવિંગ લાઇસન્સ, આધાર કાર્ડ, ઇલેક્શન કાર્ડ સહિત અલગ અલગ ડોક્યુમેન્ટ હતા. જે ડોક્યુમેન્ટ પણ કારની સાથે ચોરી થઈ ગયા હતા. ક્રેટા કારની ચોરીની ઘટના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. જેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, અન્ય ક્રેટા કારમાં ચોર આવ્યા હતા જેમણે ક્રેટા કારની ચોરી કરી હતી. ચોર ક્રેટા કારને ધક્કા મારતા પણ દેખાઈ રહ્યા છે. પોલીસે CCTV ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

જ્યારે ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં તસ્કરો હવે પોલીસથી ડરવાને બદલે પોલીસ જેવો વેશ ધારણ કરીને ચોરી કરતા હોય તેવો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ગાંધીનગરના પોશ ગણાતા કુડાસણ વિસ્તારમાં તસ્કરોએ પોલીસ જેવી દેખાતી ગાડીનો ઉપયોગ કરીને ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે, જેના CCTV ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.

creta

ઘટનાની વિગત મુજબ, કુડાસણ સ્થિત ગુડા આવાસ યોજનાના બેઝમેન્ટ પાર્કિંગમાં આ બનાવ બન્યો હતો. મોડી રાત્રે તસ્કરો એક એવી કાર લઈને આવ્યા હતા જે જોવામાં આબેહૂબ પોલીસ વાહન જેવી લાગતી હતી. આ ગાડીમાં આવેલા શખ્સોએ બેઝમેન્ટમાં પાર્ક કરેલી બે થી ત્રણ લક્ઝરી અને મોંઘી કારની વ્હીલ પ્લેટની ચોરી કરી હતી. તસ્કરોએ અત્યંત સાવધાનીપૂર્વક ગાડીઓના ટાયર પરની પ્લેટ ઉઠાવી લીધી અને પળવારમાં ત્યાંથી રફુચક્કર થઈ ગયા હતા.

Leave a Reply

error: Content is protected !!