fbpx

વડોદરામાં કોંગ્રેસે સૌથી શિક્ષિત ઉમેદવાર ઉતાર્યા છે મેદાને

Spread the love

વડોદરામાં કોંગ્રેસે સૌથી શિક્ષિત ઉમેદવાર ઉતાર્યા છે મેદાને

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ વખતે ઘણા ઉમેદવારો ચર્ચામાં રહ્યા. પાર્ટીઓએ પાથરણા પાથરીને ગુજરાન ચલાવતી મહિલાઓને પણ ટિકિટ આપી છે તો પાર્ટીઓ હવે શિક્ષિત ઉમેદવારોને પણ પ્રાધાન્ય આપી રહી છે. એવામાં વડોદરામાં કોંગ્રેસે P.hd હાંસલ કરી ચૂકેલા પ્રોફેસર નિકલુ પટેલને પ્રોફેસર બનાવીને ચૂંટણી રસપ્રદ બનાવી દીધી છે.  

VTV ગુજરાતીના અહેવાલ મુજબ, વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીમાં આ વખતે વોર્ડ નંબર-1 સૌથી વધુ ચર્ચિત બન્યો છે. કોંગ્રેસનો આ પ્રયાસ મતદારોમાં નવી છાપ ઊભી કરવા માટે મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. પાર્ટીનો દાવો છે કે શિક્ષિત નેતૃત્વ શહેરના વિકાસ માટે વધુ યોગ્ય સાબિત થશે. વોર્ડ નંબર-1માં કોંગ્રેસે Ph.D ધરાવતા અને મિકેનિકલ એન્જિનિયરિંગ ક્ષેત્રના પ્રોફેસર નિકુલ પટેલને ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે.

02

પ્રોફેસર તરીકે લાંબા સમયથી શિક્ષણક્ષેત્રમાં સેવાઓ આપતા નિકુલ પટેલ હવે જાહેર જીવનમાં પ્રવેશી રહ્યા છે. કોંગ્રેસે તેમને સૌથી વધુ શિક્ષિત ઉમેદવાર તરીકે પ્રોજેક્ટ કર્યા છે. જે પાર્ટીની નવી રણનીતિનો ભાગ છે. તેમની ઉમેદવારીથી યુવા અને શિક્ષિત મતદારોમાં સકારાત્મક સંદેશ પહોંચ્યો છે. પ્રોફેસર નિકુલ પટેલ માત્ર એકલા જ નહીં, પરંતુ કોંગ્રેસના 3 ભૂતપૂર્વ કોર્પોરેટર સાથે મળીને મજબૂત પેનલ તરીકે ચૂંટણી લડી રહ્યા છે. આ સંયોજનમાં એક તરફ નવી ઊર્જા અને શિક્ષણ છે તો બીજી તરફ અનુભવી નેતૃત્વનો પણ સહારો છે.

SR અનામત બેઠક પરથી ઉમેદવારી નોંધાવનાર આ પેનલ મતદારો વચ્ચે સક્રિય પ્રચાર કરી રહી છે. તેમના પ્રચાર અભિયાન દરમિયાન વિસ્તારોમાં લોકોનો સારો પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. ચૂંટણી પ્રચાર દરમિયાન પ્રોફેસર નિકુલ પટેલ અને તેમની ટીમને મતદારો તરફથી સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે. લોકોમાં બદલાવની આશા અને શિક્ષિત નેતૃત્વ પ્રત્યે વિશ્વાસ દેખાઈ રહ્યો છે.

04

તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે વોર્ડ નંબર-1માં કોંગ્રેસની આખી પેનલનો ભવ્ય વિજય થશે. પ્રોફેસર નીકુલ પટેલનું માનવું છે કે શિક્ષણ અને પારદર્શિતાના આધાર પર તેઓ મતદારોનો વિશ્વાસ જીતવામાં સફળ થશે. હવે જોવાનું એ રહેશે કે મતદારો આ વખતે કોને મત આપીને વિજય અપાવે છે.

Leave a Reply

error: Content is protected !!