
વ્હાઇટ હાઉસ કોરસપોન્ડન્ટ્સ’ ડિનર દરમિયાન બનેલી ગોળીબારની ઘટના બાદ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રેસને સંબોધન કરી અને કહ્યું કે, તેઓ સુરક્ષિત છે. સુરક્ષા કર્મચારીઓની પ્રશંસા કરતા તેમણે કહ્યું કે તેમણે ઉત્તમ કામ કર્યું છે. આ ગોળીબારમાં એક સુરક્ષા અધિકારી ઇજાગ્રસ્ત થયો હતો, પરંતુ તેના બુલેટપ્રૂફથી તેનો જીવ બચી ગયો. સિક્રેટ સર્વિસે બહાદુરી દર્શાવતા તાત્કાલિક એક હુમલાખોરને પકડી લીધો.’
ટ્રમ્પે સ્પષ્ટપણે કહ્યું કે આવા કાયરતાપૂર્ણ કૃત્યો તેમને તેમના મિશનથી રોકી શકશે નહીં. વિશેષ રૂપે ઈરાનનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, ‘આ ઘટના મને ઈરાન સામે ચાલી રહેલા યુદ્ધમાં વિજય પ્રાપ્ત કરતાં રોકી નહીં શકે.’ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ટ્રમ્પે વોશિંગ્ટન હિલ્ટનની સુરક્ષા અંગે પ્રશ્નો ઉઠાવતા કહ્યું કે, આ ઇમારત સંપૂર્ણપણે સુરક્ષિત નથી. તેમણે ભવિષ્ય માટે વ્હાઇટ હાઉસની અંદર એક આધુનિક ‘વૉર રૂમ’ બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો, જે ‘ડ્રોન-પ્રૂફ’ અને ‘બુલેટપ્રૂફ’ કાચથી સજ્જ હોય. જ્યારે પૂછવામાં આવ્યું કે શું તેઓ ઇન્ડોર કાર્યક્રમોનું આયોજન બંધ કરશે, ત્યારે તેમણે સ્પષ્ટ જવાબ આપ્યો કે ‘હું આવું નહીં કરી શકું; આપણે લોકો વચ્ચે જવું જ પડશે.’
ટ્રમ્પે કહ્યું કે, ‘જે રીતે સિક્રેટ સર્વિસે મને, મેલાનિયા ટ્રમ્પ, વાન્સ અને અન્ય લોકોને તાત્કાલિક બહાર કાઢ્યા તે ખરેખર પ્રશંસનીય છે. પકડાયેલો હુમલાખોર કેલિફોર્નિયાનો છે અને માનસિક રીતે અસ્થિર છે. મારા મંત્રીમંડળના બધા સભ્યો સુરક્ષિત છે.’ સિક્રેટ સર્વિસના ઇજાગ્રસ્ત અધિકારીનો ઉલ્લેખ કરતા ટ્રમ્પે કહ્યું કે, ‘એક અધિકારીને ગોળી વાગી હતી, પરંતુ તે બચી ગયો કારણ કે તેણે ઉચ્ચ ગુણવત્તાની બુલેટપ્રૂફ વેસ્ટ પહેર્યું હતું. તેને ખૂબ નજીકથી શક્તિશાળી હથિયારથી ગોળી વાગી હતી, અને વેસ્ટે તેનું કામ કર્યું. મેં હમણાં જ અધિકારી સાથે વાત કરી છે, અને તેની હાલત સારી છે. આ વાણી સ્વાતંત્ર્ય માટે સમર્પિત એક કાર્યક્રમ હતો, જેનો હેતુ બંને રાજકીય પક્ષોના સભ્યો તેમજ પ્રેસના સભ્યોને એકસાથે લાવવાનો હતો.’

આ અગાઉ, સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા ટ્રમ્પે જણાવ્યું હતું કે સુરક્ષા એજન્સીઓના અનુરોધ પર પ્રોટોકોલનું પાલન કરતા કાર્યક્રમ સ્થળ તાત્કાલિક ખાલી કરાવવામાં આવ્યું હતું. ટ્રમ્પે પુષ્ટિ કરી કે તેઓ પોતે, ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પ, ઉપરાષ્ટ્રપતિ અને તમામ કેબિનેટ સભ્યો સાથે સંપૂર્ણપણે સુરક્ષિત અને પરફેક્ટ કન્ડિશનમાં છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પર સિક્રેટ સર્વિસની બહાદુરીની પ્રશંસા કરતા કહ્યું કે ગોળીબાર કરનારની ધરપકડ કરવામાં આવી છે. તેમણે એવી પણ જાહેરાત કરી કે આ ઘટનાને કારણે મુલતવી રાખેલ આ કાર્યક્રમ આગામી 30 દિવસમાં ફરીથી શેડ્યૂલ કરવામાં આવશે. રાષ્ટ્રપતિ ટૂંક સમયમાં વ્હાઇટ હાઉસથી આ ઘટનાક્રમ પર વિગતવાર પ્રેસ કોન્ફરન્સ કરશે.
નોંધનીય છે કે આ કઆયોજન જેને ઘણીવાર ‘નેર્ડ પ્રોમ’ તરીકે ઓળખવામાં આવે છે. આ વખતનું રાત્રિભોજન ઐતિહાસિક હતું, કારણ કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના પાછલા કાર્યકાળ દરમિયાન વર્ષો સુધી આ કાર્યક્રમનો બહિષ્કાર કર્યા પછી, પહેલી વાર હાજરી આપવાનું નક્કી કર્યું હતું.

આ કાર્યક્રમ પહેલાનું વાતાવરણ પહેલેથી જ થોડું તંગ હતું, કારણ કે ટ્રમ્પના પ્રેસ વિરોધી નિવેદનબાજીને કારણે આ કાર્યક્રમનો વિરોધ કર્યો હતો. તેમ છતા પરંપરા જાળવી રાખવાના માટે લગભગ 2,600 મહેમાનો (જેમાં પત્રકારો, હોલીવુડ સેલિબ્રિટીઓ અને રાજકારણીઓનો સમાવેશ થાય છે) વોશિંગ્ટન હિલ્ટનના બોલરૂમમાં એકઠા થયા હતા. સ્ટેજ પર ટ્રમ્પ સાથે ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ અને સંરક્ષણ સચિવ પીટ હેગસેથ પણ હાજર હતા.