fbpx

પુસ્તકો માતાએ સ્કૂલમાંથી ન લીધા બહારથી લીધા તો પ્રિન્સિપાલે વિદ્યાર્થીની માતાને ‘અભણ મૂર્ખ’ કહી દીધી; હવે…

Spread the love

પુસ્તકો માતાએ સ્કૂલમાંથી ન લીધા બહારથી લીધા તો પ્રિન્સિપાલે વિદ્યાર્થીની માતાને 'અભણ મૂર્ખ' કહી દીધી; હવે...

ઉત્તર પ્રદેશના હરદોઈમાં એક વિદ્યાર્થીની માતાને ખુબ ખરાબ રીતે બૂમ બરાડા પાડીને ગુસ્સેથી વાત કરનાર સ્કૂલના પ્રિન્સિપાલ મમતા મિશ્રા ગંભીર મુશ્કેલીમાં મુકાઈ ગયા હોય તેવું લાગે છે. તેમની સામે SC/ST એક્ટ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. જોકે, આચાર્ય મમતા મિશ્રાએ પોતાના વર્તન બદલ માફી માંગી છે.

Hardoi Principal

આ આખી ઘટના હરદોઈમાં ન્યૂ સનબીમ સ્કૂલ સાથે જોડાયેલો છે. 24 એપ્રિલના રોજ ન્યૂ સનબીમ સ્કૂલમાં એક કાર્યક્રમ યોજાયો હતો. તે દિવસે, એક વિદ્યાર્થીની માતા કંઈક ચર્ચા કરવા માટે ત્યાં ગઈ હતી. મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, માતાએ ફરિયાદ કરી હતી કે, તેના બાળક પાસે જે નોટબુક હતી તે, તેનો ઉપયોગ કરવાની શિક્ષકોએ તેમના બાળકને ના પાડી દીધી હતી, કારણ કે તે સ્કૂલની નોટબુક નહોતી અને તેના પર શાળાનું નામ છપાયેલું નહોતું.

Hardoi Principal

જોકે, તેમની ફરિયાદ પછી, પ્રિન્સિપાલ મમતા મિશ્રાએ જે રીતે તેમની સાથે વર્તન કર્યું તે કોઈને પણ પસંદ ન આવ્યું. તેમણે વિદ્યાર્થીની માતા પર વારંવાર ખુબ ગુસ્સેથી બૂમ બરાડા પડ્યા હતા, એટલું જ નહીં પરંતુ તેને ‘અભણ મૂર્ખ’ પણ કહી હતી. ત્યાર પછી, બાળકની માતા નીલમે બતાવ્યું હતું કે, “મેં જે કોર્ષ ખરીદ્યો તેમાં એક નોટબુક પણ આવી હતી. પરંતુ તે શિક્ષક કહી રહ્યા છે કે, બાળકને આ નોટબુકમાં કામ કરવાનું કહેવામાં આવશે નહીં. તેમને ફક્ત અમારી શાળામાં છપાયેલી નોટબુક પર કામ કરવાનું કહેવામાં આવશે. તમારું બાળક ભણે કે ન ભણે, તમે તમારા બાળકને પાછું લઈ જઈ શકો છો.’ તેઓ ખુબ ખરાબ રીતે વાતો કરવા લાગ્યા, તો પણ મેં તેમને કહ્યું, ‘મેડમ, પ્લીઝ મારી વાત તો સાંભળી લો. મને ફક્ત 15 દિવસ આપો. હું મારા બાળક માટે તે નોટબુક લઇ લઈશ.’

Hardoi Principal

આ ઝઘડાનો વીડિયો વાયરલ થયા પછી, પ્રિન્સિપાલ મમતા મિશ્રાને ભારે ટ્રોલ કરવામાં આવ્યા. પ્રિન્સિપાલ કહે છે કે, દલીલ ફી ઘટાડવા વિશે હતી, નોટબુક વિશે નહીં. પોતાના બચાવમાં તેમણે કહ્યું, ‘એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં મારી ભાષા થોડી વધારે કડક હોઈ શકે છે. પરંતુ તે 3 કલાક કે અડધા કલાક પહેલાં શું થયું તે કોઈને ખબર નથી. આ વીડિયોમાં જે વ્યક્તિ દેખાઈ રહી છે, તેમનું બાળક અહીં ત્રણ વર્ષથી અભ્યાસ કરે છે. તેમને આ પહેલા કોઈ ફરિયાદ નહોતી. તેઓએ હમણાં એક નાના બાળકને પ્રવેશ આપ્યો હતો અને તેઓ ફી ઘટાડવા માટે સતત મારા પર દબાણ કરી રહ્યા હતા. તેમણે પ્રવેશ ફીમાં ઘણો મોટો ઘટાડો કરાવ્યો. અને તેમાંથી થોડીક જ રકમ ચૂકવી હતી, જેના મારી પાસે પુરાવા છે.’

Hardoi Principal

અનેક સ્પષ્ટતાઓ આપી છતાં, વાલીઓની ફરિયાદના આધારે આચાર્ય સામે FIR દાખલ કરવામાં આવી છે. આચાર્ય પર અભદ્ર વ્યવહાર અને SC/ST કાયદાની કલમો લાગુ કરવામાં આવી છે. અને તેની સાથે શાળાની માન્યતા રદ કરવા માટે પણ નોટિસ મોકલી આપવામાં આવી છે.

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના વિદ્યાર્થીઓ પણ આચાર્ય સામે વિરોધ પ્રદર્શનમાં ઉતર્યા છે. તેમણે કહ્યું કે, આ રીતે વાલીઓ પર દબાણ કરવું શરમજનક છે. હાલમાં, આ મામલાની તપાસ માટે એક ટીમ બનાવવામાં આવી છે અને વિવિધ શિક્ષકોના નિવેદનો લઈ રહી છે.

Leave a Reply

error: Content is protected !!