fbpx

રિયાન પરાગનું દર વખતનું છે… આ પહેલા 4 કોન્ટ્રોવર્સીમાં ફસાઈ ચૂક્યો છે

Spread the love

રિયાન પરાગનું દર વખતનું છે... આ પહેલા 4 કોન્ટ્રોવર્સીમાં ફસાઈ ચૂક્યો છે

IPL 2026માં પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાયેલી મેચ બાદ કેપ્ટન રિયાન પરાગ ભારે મુશ્કેલીમાં ફસાઈ ગયો છે. મેચ દરમિયાન ડ્રેસિંગ રૂમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે ઈ-સિગારેટ પીતો જોવા મળી રહ્યો છે. આ પહેલી વાર નથી જ્યારે રિયાન પરાગ મોટા વિવાદોમાં ફસાઈ ગયો હોય; આ અગાઉ પણ રિયાન પરાગ કંટ્રોવર્સીમાં ફસાઈ ચૂક્યો છે.

riyan-parag1

28 એપ્રિલના રોજ, રિયાન પરાગ મેચ દરમિયાન ઈ-સિગારેટ પીતા કેમેરામાં કેદ થયો હતો. હવે, તે સોશિયલ મીડિયા પર ચાહકોના નિશાન પર આવી ગયો છે. ભારતમાં ઈ-સિગારેટ પર પ્રતિબંધ છે, એવામાં રિયાન પરાગ પર કેસ પણ થઈ શકે છે.

riyan-parag5

IPL 2025 દરમિયાન, રિયાન પરાગ તેના જ રાજસ્થાન રોયલ્સના સાથી તુષાર દેશપાંડે સાથે બાખડી પડ્યો હતો.ત્યારબાદ બોલિંગ કોચ શેન બોન્ડે બંનેને અલગ કરવા માટે દરમિયાનગીરી કરવી પડી હતી. આ ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ, પરાગ ચાહકોના નિશાન પર આવી ગયો હતો.

2024માં, જ્યારે રિયાન પરાગ તેની યુટ્યુબ ચેનલ પર લાઈવ-સ્ટ્રીમિંગ કરી રહ્યો હતો, ત્યારે ભૂલથી તેની સર્ચ હિસ્ટ્રી દેખાઇ ગઈ હતો. તેમાં જાણવા મળ્યું કે તેણે ‘સારા અલી ખાન હોટ’ અને ‘અનન્યા પાંડે હોટ’ સર્ચ કરી રાખ્યું હતું, આ ખુલાસાને કારણે તે ઘણા દિવસો સુધી ભારે ટ્રોલ થયો હતો.

riyan-parag2

આ અગાઉ 2022માં માર્કસ સ્ટોઇનિસનો કેચ પકડીને, રિયાન પરાગે ખૂબ જ વિચિત્ર અંદાજમાં ઉજવણી કરી હતી, જેને કારણે જ ભૂતપૂર્વ ક્રિકેટરો અને ચાહકો બંનેએ જ તેને ખૂબ ટ્રોલ કર્યો હતો.

riyan-parag3

આ ઉપરાંત રિયાન પરાગને તેના કથિત અતિશય આત્મવિશ્વાસને કારણે સોશિયલ મીડિયા પર વારંવાર ટ્રોલનો સામનો કરવો પડ્યો છે. ચાહકો ઘણીવાર રાજસ્થાન રોયલ્સ ટીમ પર તેની તરફેણ કરવાનો આરોપ લગાવે છે. પરાગ ફક્ત એક જ સીઝનમાં સારું પ્રદર્શન કરી શક્યો છે.

Leave a Reply

error: Content is protected !!