fbpx

પ્રાંતિજમાં નવો એસટી બસ ડેપો શરૂ: લોકોમાં આનંદની લાગણી

Spread the love

પ્રાંતિજમાં નવો એસટી બસ ડેપો શરૂ: લોકોમાં આનંદની લાગણી
છેલ્લા ત્રણ દિવસથી ડેપો નિયમિત રીતે કાર્યરત થયો
હવે પ્રાંતિજ ડેપો ખાતે આવતાં મુસાફરોને મોટી સહુલિયત મળી રહી છે
અંદાજે ૧૦૨૩ બસોની અવરજવર ડેપો ખાતે થઈ રહી છે
 


સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ખાતે નવીન સુવિધાઓથી સજ્જ એસટી બસ ડેપો શરૂ થતા પ્રાંતિજ તથા સમગ્ર તાલુકાના લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે ગુજરાત રાજ્ય તથા એસટીના સ્થાપના દિવસના અવસરે, અંદાજે ચારસો કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ થયેલ આ ભવ્ય ડેપોનું ૬ માર્ચ ૨૦૨૬ના રોજ લોકાર્પણ કરવામાં આવ્યું હતું


પ્રાંતિજ-તલોદના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર દ્વારા વારંવાર કરાયેલી રજૂઆતોના પરિણામે આ ડેપો કાર્યરત બન્યો છે તેમના હસ્તે ડેપોનું લોકાર્પણ થતા સ્થાનિકોમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતોઆ ડેપો તમામ આધુનિક સુવિધાઓથી સજ્જ હોવાથી મુસાફરોને વધુ સુવિધા મળશે નેશનલ હાઇવેના માર્ગનું કામ પૂર્ણ થતા છેલ્લા ત્રણ દિવસથી ડેપો નિયમિત રીતે કાર્યરત થયો છે, જેના કારણે પ્રાંતિજ શહેરની રોનકમાં નોંધપાત્ર વધારો થયો છેદિવસ દરમિયાન ગાંધીનગર અને અમદાવાદ તરફથી હિંમતનગર તથા અંબાજી તરફ જતી આશરે ૫૦૦ બસો અને હિંમતનગર-અંબાજી તરફથી આવતી ૫૦૦ બસો મળી કુલ અંદાજે ૧૦૨૩ બસોની અવરજવર ડેપો ખાતે થઈ રહી છે હાઇવે પરથી પસાર થતી તમામ બસો હવે પ્રાંતિજ ડેપો ખાતે આવતાં મુસાફરોને મોટી સહુલિયત મળી રહી છેડેપો મેનેજર એકે પરમારે પ્રાંતિજ તથા તાલુકાના લોકોને અપીલ કરી છે કે હાઇવે ત્રણ રસ્તા અથવા ભાંખરીયા સ્થાને ઊભા રહેવાને બદલે હવે એસટી બસ સ્ટેશનથી જ મુસાફરી કરે સાથે જ, ડેપો તથા બસોમાં મુકાયેલ ક્યુઆર કોડ સ્કેન કરી પોતાના પ્રતિભાવો અને અભિપ્રાયો આપવાની પણ વિનંતી કરવામાં આવી છે, જેથી ભવિષ્યમાં વધુ સારી સુવિધાઓ ઉપલબ્ધ કરી શકાયઆમ, વર્ષોથી પ્રતીક્ષિત પ્રાંતિજ એસટી બસ ડેપો શરૂ થતા સ્થાનિક લોકોનું સપનું સાકાર થયું છે અને સમગ્ર વિસ્તારમાં ખુશીની લાગણી છવાઈ ગઈ છે

જીલ રાવલ સાબરકાંઠા

Leave a Reply

error: Content is protected !!