fbpx

છેલ્લા બે વર્ષથી ફરાર સજા વોરંટનો આરોપી પ્રાંતિજ પોલીસના હાથે ઝડપાયો

Spread the love

છેલ્લા બે વર્ષથી ફરાર સજા વોરંટનો આરોપી પ્રાંતિજ પોલીસના હાથે ઝડપાયો


સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે ધી નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ ૧૩૮ હેઠળના ગુનામાં સજા પામેલો અને છેલ્લા બે વર્ષથી નાસતો-ફરતો આરોપી પ્રાંતિજ પોલીસના સફળ પ્રયાસોથી ઝડપી પાડવામાં આવ્યો છે


નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ (IPS), ગાંધીનગર વિભાગ, પોલીસ અધિક્ષક ડૉ. પાર્થરાજસિંહ ગોહીલ (IPS), સાબરકાંઠા તથા વિભાગીય પોલીસ અધિકારી એ.કે. પટેલના માર્ગદર્શન હેઠળ સજા વોરંટના આરોપીઓને શોધી કાઢવા માટે વિશેષ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ અભિયાન અંતર્ગત પ્રાંતિજ પોલીસ ઇન્સ્પેક્ટર ડી.આર. પઢેરિયાના સતત માર્ગદર્શન અને સૂચનાઓ મુજબ પોલીસ ટીમ સજા વોરંટના આરોપીઓને શોધવા માટે સતત પ્રયત્નશીલ હતી દરમિયાન, આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ હરેશકુમાર ગેમરભાઈને ખાનગી બાતમી મળી હતી કે ધી નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ ૧૩૮ હેઠળના સજા વોરંટનો આરોપી જશુજી મગનજી પરમાર રહે. છાદરડા, તા. પ્રાંતિજ, જી. સાબરકાંઠા પોતાના ગામે હાજર છે બાતમીના આધારે પ્રાંતિજ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરી નામદાર કોર્ટ સમક્ષ રજૂ કર્યો હતોઆ કામગીરી સાથે પ્રાંતિજ પોલીસને છેલ્લા બે વર્ષથી ફરાર રહેલા સજા વોરંટના આરોપીને ઝડપી પાડવામાં વધુ એક મહત્વપૂર્ણ સફળતા મળી છે. પોલીસના આ પ્રયાસને કારણે કાયદાના અમલીકરણમાં અસરકારકતા વધવા સાથે ફરાર આરોપીઓમાં પણ કાયદાનો ભય ઉભો થયો છે

જીલ રાવલ સાબરકાંઠા

Leave a Reply

error: Content is protected !!