પ્રાંતિજ ના દલપુર-હિંમતનગર રોડ પર બાઈકે ટક્કર મારતાં મહિલાનું મોત નિપજયું
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ પોલીસ સ્ટેશન ઉપર થી મળતી માહિતી પ્રાંતિજ ના દલપુરની સીમમાંથી રવિવારે પસાર થઈ રહેલ એક બાઈકના ચાલકે પોતાનું બાઈક પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી રોડ ક્રોસ કરી રહેલા એક મહિલાને ટક્કર મારતાં આ મહિલાનું સારવાર દરમ્યાન મોત થયાની ફરીયાદ સોમવારે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં નોંધાવા પામી હતી
આ અંગે વજાપુર(દલપુર) ગામના વિક્રમસિંહ બાપુસિંહ વાઘેલાએ નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યા મુજબ રવિવારે દલપુરની સીમમાંથી પસાર થઈ રહેલ બાઈક નં.જીજે.૦૯ઈબી.ર૯૦૭ના ચાલકે પોતાનું બાઈક ગફલતભરી રીતે હંકારી લાવી રોડ ક્રોસ કરી રહેલા ગજીબેન બાપુજી વાઘેલાને ટક્કર મારતાં ગજીબેનને સારવાર માટે ખસેડાયા હતા જયાં તેણીનું મોત નિપજયું હતું. જેથી વિક્રમસિંહ વાઘેલાએ બાઈકના ચાલક વિરૂધ્ધ સોમવારે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.
જીલ રાવલ સાબરકાંઠા