fbpx

પ્રાંતિજમાં ભાજપ કાર્યકરોનો વિજયોત્સવ, ફટાકડા ફોડી ખુશી વ્યક્ત

Spread the love

પ્રાંતિજમાં ભાજપ કાર્યકરોનો વિજયોત્સવ, ફટાકડા ફોડી ખુશી વ્યક્ત


સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા ત્રણ રાજ્યોમાં મળેલા ભવ્ય વિજયની ખુશીમાં વિજયોત્સવ ઉજવવામાં આવ્યો હતો. પશ્ચિમ બંગાળ, આસામ તેમજ પાંડેચરીમાં ભાજપના જીતના પરિણામો જાહેર થતાં પ્રાંતિજ શહેર તથા તાલુકા ભાજપ મંડળ દ્વારા ભાંખરીયા બસ સ્ટેશન ખાતે ભેગા થઈ ઉજવણી કરવામાં આવી હતી.
ભાજપ કાર્યકરોએ “મોદી-મોદી”ના નારાં લગાવી ફટાકડા ફોડી આતશબાજી કરી અને એકબીજાને મીઠાઈ ખવડાવી શુભેચ્છાઓ પાઠવી હતી. સમગ્ર વિસ્તાર કેસરીયા રંગમાં રંગાઈ ગયો હતો અને જીતની ખુશી સર્વત્ર જોવા મળી હતી

આ પ્રસંગે પ્રાંતિજ-તલોદના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર, નગરપાલિકા પ્રમુખ અનિતાબેન પંડયા, તાલુકા ભાજપ પ્રમુખ કલ્પેશભાઈ પટેલ, મંત્રી યશવંતભાઈ પટેલ, પૂર્વ શહેર પ્રમુખ નિત્યાનંદભાઈ બ્રહ્મભટ્ટ, માર્કેટ યાર્ડના ચેરમેન રાજુભાઈ પટેલ, પૂર્વ નગરપાલિકા પ્રમુખ જિગ્નેશભાઈ પંડયા, ધવલભાઈ રાવલ , નગરપાલિકા કોર્પોરેટર ર્ડા.નૃપાંશ ભાઇ પટેલ , નિકુંજભાઇ રામી , પિયુષભાઈ પટેલ , વિપુલભાઈ ભોઇ , દર્શિલભાઈ દેસાઈ , મહેશભાઈ મકવાણા તથા ભાજપ કાર્યકરો મા જગદીશભાઇ કિંમતાણી , સંજયભાઈ પટેલ , મનોજભાઇ મોદી  , હાર્દિકભાઇ બ્રહ્મભટ્ટ , સંદીપ ભાઇ શાહ સહિત ભાજપ હોદેદારો , આગેવાનો કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

જીલ રાવલ સાબરકાંઠા

Leave a Reply

error: Content is protected !!