પ્રાંતિજમાં ૧૪ કરોડના રોડમાં ભારે ગોટાળો:
– અધિકારીઓ કુંભકર્ણ નિંદ્રામાં
– કોન્ટ્રાક્ટરની મનમાનીથી નાગરિકો પરેશાન
ખોદકામ અને ટેબાઓથી અકસ્માતનો ભય, સુરક્ષા વ્યવસ્થા ગેરહાજર.
રોડ પર તિરાડો, કામની ગુણવત્તા પર સવાલો
તપાસ અને દોષિતો સામે કાર્યવાહી કરવાની માંગ
ગાંધીનગરના માર્ગ અને મકાન વિભાગ દ્વારા સીધી તપાસ હાથ ધરવામાં આવે
દોષિત અધિકારીઓ તથા કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવામાં આવે
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં બનાવાઈ રહેલા આશરે ૧૪ કરોડ રૂપિયાના રોડના કામમાં ગંભીર બેદરકારી અને ગોટાળાના આક્ષેપો ઉઠ્યા છે. રોડનું કામ હજુ પૂરું પણ થયું નથી ત્યાં જ અનેક ખામીઓ સામે આવતા નગરજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે





સ્થાનિકોના જણાવ્યા મુજબ, કોન્ટ્રાક્ટર દ્વારા મનફાવે તેમ ખોદકામ કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને ડેપો અને માતૃછાયા વિસ્તાર પાસે રોડ વચ્ચોવચ બનાવવામાં આવેલા ટેબાઓના કારણે નાના વાહનચાલકો અને કાર ચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે લોકોને આ ટેબાઓ તાત્કાલિક દૂર કરવાની માંગ ઉઠાવી છે ખોદકામ બાદ સુરક્ષાની કોઈ જ વ્યવસ્થા ન રાખાતા સ્થિતિ વધુ ગંભીર બની છે ક્યાંય પણ સેફ્ટી પટ્ટી કે ચેતવણી બોર્ડ ન લગાવવામાં આવતા લોકો ખાડામાં પડી રહ્યા છે. એક સ્થળે તો ટર્બો વાહન અડધું ખાડામાં લટકતું જોવા મળ્યું હતું, જે મોટો અકસ્માત બની શક્યો હોત ડિપીઆર મુજબ કામ ન થતું હોવાના પણ આક્ષેપો છે રોડ પર ઠેરઠેર તિરાડો દેખાઈ રહી છે અને નવી બનેલી સપાટી પણ ઝડપથી ખરાબ થઈ રહી છે નાગરિકોના મતે કોન્ટ્રાક્ટર દ્વારા લોખંડ ગોઠવણીમાં પણ ગોટાળો કરવામાં આવ્યો હોવાની શંકા છે આ સમગ્ર મામલે અધિકારીઓની કામગીરી પર પણ ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. રોડનું કામ ચાલુ હોવા છતાં અધિકારીઓ સાઇટની મુલાકાત લેતા નથી અને એસી ઓફિસમાં બેઠા રહેતા હોવાના આક્ષેપો છે, જેના કારણે કોન્ટ્રાક્ટરને છૂટછાટ મળી રહી છે અગાઉ પણ ૯ કરોડના ડામર રોડમાં આવી જ બેદરકારી જોવા મળતાં તેને ફરી બનાવવાની ફરજ પડી હતી છતાં આ વખતે પણ કોઈ શીખ લેવામાં આવી નથી સ્થાનિકોએ માંગણી કરી છે કે રોડના કામનું કાયદેસર સેમ્પલિંગ કરવામાં આવે જેથી “દૂધનું દૂધ અને પાણીનું પાણી” થઈ શકે. સાથે જ ગાંધીનગરના માર્ગ અને મકાન વિભાગ દ્વારા સીધી તપાસ હાથ ધરવામાં આવે અને દોષિત અધિકારીઓ તથા કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવામાં આવે હવે જોવું રહ્યું કે આ મામલે સત્તાધીશો કડક પગલાં લે છે કે પછી “હોતાહૈ ચલતાહૈ” જેવી જ સ્થિતિ યથાવત રહે છે
જીલ રાવલ સાબરકાંઠા