પ્રાંતિજ ના દલાની મુવાડીમાં તુ કે મારી બેન સાથે વાત કરે છે કહી માર મારતાં ત્રણ વિરૂધ્ધ ફરીયાદ
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ તાલુકાના દલાની મુવાડી ગામે અઠવાડીયા અગાઉ ત્રણ જણાએ ગામના જ એક યુવાનને તુ કેમ મારી બહેન સાથે વાતચીત કરે છે તેમ કહી ત્રણેય જણાએ ગડદાપાટુનો માર મારી એક યુવાનને ઈજા પહોંચાડી હોવાના આક્ષેપ સાથેની ફરીયાદ સોમવારે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં નોંધાવા પામી હતી
પ્રાંતિજ પોલીસ સ્ટેશન ઉપર થી મળતી માહિતી મુજબ પ્રાંતિજ ના દલાની મુવાડી ગામના અક્ષયસિંહ બળવંતસિંહ ઝાલાએ નોંધાવેલી ફરીયાદમાં કરેલા આક્ષેપ મુજબ ગત તા.ર૭ એપ્રિલના રોજ ગામમાં રહેતા રાહુલ રમેશભાઈ પરમાર, નરેશ કેશાભાઈ પરમાર અને રવિ નરેશભાઈ પરમારે અક્ષયસિંહ ઝાલા પાસે આવી કહયું હતું કે તુ કેમ મારી બેન સાથે વાતચીત કરે છે તેમ કહી આ ત્રણેય જણાએ એકસંપ થઈ ઝઘડો કર્યો હતો તથા ગડદાપાટુનો માર મારતાં વચ્ચે પડેલા નિકુલસિંહ પર પથ્થરથી મોઢા પર ઈજા પહોંચાડી હતી તથા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી ત્યારબાદ અક્ષયસિંહે ત્રણેય વિરૂધ્ધ સોમવારે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી
જીલ રાવલ સાબરકાંઠા