fbpx

વૈશ્વિભરમાં ઈન્ટરનેટ ઠપ્પ કરશે ઇરાન? હોર્મુઝ સ્ટ્રેટમાં કેબલ પર નિયંત્રણ- ટેક્સનો પ્લાન

Spread the love

વૈશ્વિભરમાં ઈન્ટરનેટ ઠપ્પ કરશે ઇરાન? હોર્મુઝ સ્ટ્રેટમાં કેબલ પર નિયંત્રણ- ટેક્સનો પ્લાન

ઈરાન હવે અમેરિકા દ્વારા હોર્મુઝ સ્ટ્રેટની નાકાબંધીનો બદલો લેવાનો ઈરાદો ધરાવે છે, જેમાં ખાડીમાંથી પસાર થતી સાત સમુદ્રી ઈન્ટરનેટ કેબલનું નિયંત્રણ કરીને લેશે. ઈરાને તેલના શિપમેન્ટને અવરોધિત કરવાની તેની નીતિનું વિસ્તરણ કર્યું છે. આ પ્રસ્તાવિત નીતિ હેઠળ વિદેશી ઓપરેટરોને હવે હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા ઈન્ટરનેટ સેવાઓ પૂરી પાડવા માટે પરમિટ મેળવી પડશે અને ફી ચૂકવવી પડશે. સાથે જ ઈરાની કાયદાઓનું પાલન કરવું પડશે. હોર્મુઝ સ્ટ્રેટમાં નાખેલા ઈન્ટરનેટ કેબલનું જાળવણી અને સંચાલન સંપૂર્ણપણે ઈરાની કંપનીઓના હાથમાં હશે.

ઈન્ટરનેટ સેવાઓ પર ટોલ વસૂલવાની યોજના

ઈરાને જે તિ ઓઈલ ટેન્કર પર ટોલ વસૂલવા માટે નીતિ બનાવી છે, તે જ નીતિને તેના ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં લાગુ કરવાની યોજના છે; આમ કરીને, ઈરાને અમેરિકા પર દબાણ લાવવા માટે એક નવું શસ્ત્ર શોધી કાઢ્યું છે. હોર્મુઝની સામુદ્રધુની પર બિછાવેલા ઇન્ટરનેટ કેબલ યુરોપ, એશિયા અને ગલ્ફ વચ્ચે મોટા પ્રમાણમાં ડેટા ટ્રાફિક વહન કરે છે, જેમાં બેંકિંગ, સ્ટોક ટ્રેડિંગ, ક્લાઉડ સેવાઓ અને સરકારી સંદેશાવ્યવહારનો સમાવેશ થાય છે. જો ઈરાન આ કેબલ પર નિયંત્રણ મેળવે છે, તો હોર્મુઝ ફક્ત તેલ માટેનું ચેકપોઇન્ટ નહીં; તે વૈશ્વિક સંદેશાવ્યવહાર માટે પણ ચેકપોઇન્ટ બનશે.

internet2

ઈરાને ચેતવણી આપી છે કે, જરૂરી ફી ન ચૂકવવા અને ઈરાનના નિર્દેશોનું પાલન ન કરવાથી વિશ્વ સામે ઇન્ટરનેટ ઠપ્પ થવાનું સંકટ રહેશે. આ ઇન્ટરનેટ કેબલ કાપવાનું જોખમ છે, જે વૈશ્વિક વેપાર અને ઇન્ટરનેટને ખોરવી નાખશે. ઈરાને અમેરિકાને ચેતવણી આપી છે કે જો અમેરિકાએ એક પણ ઈરાની તેલ ટેન્કરને સ્પર્શ કરશે, તો તે સમગ્ર મધ્ય-પૂર્વમાં સ્થિત અમેરિકન લશ્કરી થાણાઓ પર હુમલા કરશે. આ ચેતવણીનું કારણ એ છે કે છેલ્લા 72 કલાકમાં અમેરિકાએ ત્રણ ઈરાની તેલ ટેન્કરને નિષ્ક્રિય કરી દીધા છે.

અમેરિકાની આ કાર્યવાહીના પગલે, ઈરાને વળતો હુમલો કરવાનો નિર્ણય લીધો છે. તેણે ઈન્ટરનેટ કેબલ પર નિયંત્રણ મેળવવાની પોતાની યોજનાની ઔપચારિક જાહેરાત કરી છે. તો, ઈરાનની જાહેરાત બાદ, અમેરિકાએ ત્રણ ચીની સેટેલાઇટ કંપનીઓ પર પ્રતિબંધો લાદ્યા છે, જેમાં તેમના પર આરોપ મૂકવામાં આવ્યો છે કે તેઓ ઈરાનને અમેરિકન લશ્કરી થાણાઓને નિશાન બનાવવામાં મદદ કરી રહ્યા છે. ધમકીઓ અને તણાવના આ નવા તબક્કાની અસર એ છે કે તેલ અને ગેસ ટેન્કર હોર્મુઝ સ્ટ્રેટમાં ફસાયા છે. છેલ્લા 24 કલાકમાં કોઈ વાણિજ્યિક જહાજ હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થયું નથી.

iran1

અમેરિકા પોતાના એક પાનાંના શાંતિ પ્રસ્તાવ પર ઈરાનની પ્રતિક્રિયાની હજી પણ રાહ જોઇ રહ્યું છે, જ્યારે ઈરાન પહેલાથી જ તેને નકારી ચૂક્યું છે. બંને દેશો વચ્ચે કામ કરતા મધ્યસ્થી કરારની સફળતા સુનિશ્ચિત કરવા માટે સતત પ્રયાસો કરી રહ્યા છે. શુક્રવારે મિયામીમાં અમેરિકાના વિદેશ સચિવ માર્કો રુબિયો અને ખાસ દૂત સ્ટીવ વિટકોફે કતારના વડાપ્રધાન સાથે મુલાકાત કરી હતી. આ પહેલા ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વાન્સે પણ તેમની સાથે મુલાકાત કરી હતી. જ્યારે પાકિસ્તાન સત્તાવાર મધ્યસ્થી છે, ત્યારે વાસ્તવિક કાર્ય કતાર, ઇજિપ્ત અને તુર્કી જેવા દેશો દ્વારા સંઘર્ષનો અંત લાવવાનો માર્ગ શોધવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

Leave a Reply

error: Content is protected !!