fbpx

વોટ્સએપ પ્લસ થયું લોન્ચ, મળશે વધુ ફીચર્સ, પણ ખિસ્સા હળવા કરવા પડશે

Spread the love

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા ગત 3 મે 2026ના રોજ લેવાયેલી NEET (UG) 2026ની પરીક્ષા સત્તાવાર રીતે રદ કરવામાં આવી છે. આ નિર્ણયથી દેશભરના અંદાજે 24 લાખ ઉમેદવારો પર સીધી અસર પડી છે. NTA એ આ અંગે વિસ્તૃત નિવેદન જાહેર કરીને પરીક્ષા રદ કરવાના કારણો અને ભવિષ્યના પગલાંની જાણકારી આપી છે.

પરીક્ષા રદ કરવાનો નિર્ણય કેમ લેવાયો?

NTA એ જણાવ્યું હતું કે 10 મે 2026ના રોજ બહાર પાડવામાં આવેલી અખબારી યાદીના અનુસંધાનમાં, કેન્દ્રીય એજન્સીઓ સાથે મળીને તપાસ હાથ ધરવામાં આવી હતી. 8 મેના રોજ આ મામલો સ્વતંત્ર તપાસ માટે કેન્દ્રીય એજન્સીઓને સોંપવામાં આવ્યો હતો. કાયદા અમલીકરણ એજન્સીઓ દ્વારા શેર કરવામાં આવેલા તપાસના તારણો અને ઇનપુટ્સના આધારે જાણવા મળ્યું છે કે પરીક્ષા પ્રક્રિયાની વિશ્વસનીયતા જોખમમાં હતી. સિસ્ટમમાં પારદર્શિતા જળવાઈ રહે તે હેતુથી, ભારત સરકારની મંજૂરી સાથે NTA એ 3 મેની પરીક્ષા રદ કરવાનો અને ફરીથી પરીક્ષા (Re-conduct) યોજવાનો નિર્ણય લીધો છે.

04

CBI તપાસના આદેશ

સરકારે આ મામલે લાગેલા તમામ આરોપોની ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે કેસ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI) ને સોંપવાનો નિર્ણય કર્યો છે. NTA એ ખાતરી આપી છે કે તેઓ તપાસમાં બ્યુરોને સંપૂર્ણ સહકાર આપશે અને તમામ જરૂરી રેકોર્ડ્સ અને પુરાવાઓ ઉપલબ્ધ કરાવશે.

વિદ્યાર્થીઓ માટે મહત્વની માહિતી

વિગતમાહિતી
નવી પરીક્ષાની તારીખટૂંક સમયમાં સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે.
નોંધણી (Registration)જૂની નોંધણી જ માન્ય રહેશે, નવા રજીસ્ટ્રેશનની જરૂર નથી.
પરીક્ષા ફીકોઈ વધારાની ફી લેવામાં આવશે નહીં; અગાઉ ભરેલી ફી પરત (Refund) કરવામાં આવશે.
પરીક્ષા કેન્દ્રોમે 2026 ના સાયકલ દરમિયાન પસંદ કરેલા કેન્દ્રો જ રાખવામાં આવશે.
એડમિટ કાર્ડનવું શેડ્યૂલ જાહેર થયા બાદ ફરીથી એડમિટ કાર્ડ ઇસ્યુ કરાશે.

એજન્સીએ સ્વીકાર્યું છે કે પરીક્ષા ફરીથી લેવાના કારણે વિદ્યાર્થીઓ અને તેમના પરિવારોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડશે. જોકે, NTA એ સ્પષ્ટતા કરી છે કે “રાષ્ટ્રીય પરીક્ષા પ્રણાલી પરનો વિશ્વાસ જાળવી રાખવા માટે આ નિર્ણય અનિવાર્ય હતો. જો પરીક્ષા રદ ન કરવામાં આવી હોત, તો તે લાંબા ગાળે શિક્ષણ વ્યવસ્થાના ભરોસાને વધુ નુકસાન પહોંચાડી શકી હોત.

NTA એ તમામ ઉમેદવારો અને વાલીઓને વિનંતી કરી છે કે સોશિયલ મીડિયા પર વહેતા થતા બિન-ચકાસાયેલ અહેવાલો કે અફવાઓ પર વિશ્વાસ ન કરવો. નવી પરીક્ષાની તારીખો અને હોલ ટિકિટ સંબંધિત તમામ માહિતી માત્ર એજન્સીની સત્તાવાર ચેનલો દ્વારા જ મેળવવી.

વોટ્સએપ પ્લસ થયું લોન્ચ, મળશે વધુ ફીચર્સ, પણ ખિસ્સા હળવા કરવા પડશે

તમે કદાચ પહેલાથી જ વોટ્સએપનો ઉપયોગ કરી જ રહ્યા છો. હવે, વોટ્સએપ પ્લસ અજમાવીને જુઓ. અસલી, નકલી વર્ઝન નહીં, જે પ્લે સ્ટોરમાં વારંવાર દેખાતું હતું. આ વોટ્સએપની પેરેન્ટ કંપની, મેટા તરફથી આવેલું છે. મેટાએ વોટ્સએપ પ્લસ નામનું પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શન લોન્ચ કર્યું છે. જોકે, આમ તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી, કારણ કે પ્લસ વર્ઝન આવવાથી તમારા નિયમિત વર્ઝનમાંથી કઈ પણ ઓછું નહીં થાય, તે રાબેતા મુજબ કામ કરવાનું ચાલુ રાખશે. અને હા, જો તમે પ્લસ પર પૈસા ખર્ચવા તૈયાર છો તો તમને શું મળશે, તે અહીં તમે જાણી લો.

Whatsapp-Plus1

ભારતમાં તેની કિંમત અથવા પ્લાન શું હશે તે હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ યુરોપમાં, તેની કિંમત દર મહિને 2.49 યુરો (આશરે 280 રૂપિયા) છે. પડોશી પાકિસ્તાનમાં, તેની કિંમત 229 પાકિસ્તાની રૂપિયા છે, જે ભારતમાં 77 રૂપિયાની આજુ બાજુમાં છે. વોટ્સએપ પ્લસ હાલ પૂરતું પસંદગીના આઇફોન વપરાશકર્તાઓ માટે રજૂ કરવામાં આવ્યું છે. આ પ્લાન વોટ્સએપ બિઝનેસ, એપના બિઝનેસ એકાઉન્ટ માટે નથી.

Whatsapp-Plus2

ચેટ સ્ક્રીનને કસ્ટમાઇઝ કરવા માટે ઘણા વિકલ્પો છે, જેમ કે એનિમેટેડ ઇફેક્ટ્સ સાથે પ્રીમિયમ સ્ટીકર પેક. કુલ 18 સ્ટીકરો તમને એપની લીલી સ્ક્રીનથી છુટકારો મેળવવાની મંજૂરી આપે છે. ઉપરાંત તમને 14 એપ આઇકોન પણ મળશે, જેમાં મિનિમલિસ્ટ લુકથી લઈને બ્રાઇટ મૂનલાઇટ આઇકોનનો સમાવેશ થાય છે.

WABetaInfo અનુસાર, પ્લસ મોડેલ વપરાશકર્તાઓ પાસે એકસાથે 20 ચેટ્સ પિન કરવાનો વિકલ્પ હશે. વર્તમાન સ્ટાન્ડર્ડ વર્ઝન ફક્ત 3ને સપોર્ટ કરે છે. તમારી પાસે તમારી ચેટ્સ પર એક જ થીમ લાગુ કરવાનો વિકલ્પ પણ હશે. તમને ફ્લટર, ટેમ્પો, રિપલ, ક્વેસ્ટ, ડ્રમ, મર્મર, ફ્લક્સ, મેડો, બબલ અને કાર્નિવલ સહિત 10 વિશિષ્ટ રિંગટોન પણ મળશે.

Whatsapp-Plus3

અહીં તમને જણાવી દઈએ કે, પ્લસ મોડેલ ઇન્સ્ટાગ્રામ અથવા એક્સ સબ્સ્ક્રિપ્શન જેવું નથી. આનો અર્થ એ છે કે તમને કોઈ બ્લુ ટિક અથવા સુવિધાઓ મળશે નહીં, જે બેઝ વર્ઝનમાં ઉપલબ્ધ નથી. જો તમે તમારી એપને કસ્ટમાઇઝ કરવા માંગતા હો, તો તમે પ્લસ વર્ઝન પર પૈસા ખર્ચી શકો છો. નહિંતર, સ્ટાન્ડર્ડ વર્ઝનને પકડીને ચેટ કરતા રહો.

Leave a Reply

error: Content is protected !!