fbpx

પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ‘કાર્ડિયોરેસ્પિરેટરી કોલેપ્સ’ને કારણે પ્રતીક યાદવનું નિધન, શરીર પર…

Spread the love

પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં 'કાર્ડિયોરેસ્પિરેટરી કોલેપ્સ'ને કારણે પ્રતીક યાદવનું નિધન, શરીર પર...

અપર્ણા યાદવના પતિ પ્રતીક યાદવના આકસ્મિક નિધને સૌને હચમચાવી દીધા છે. હવે આ સમગ્ર મામલામાં અનેક નવી માહિતી સામે આવી રહી છે, જે દર્શાવે છે કે પ્રતીક યાદવની તબિયત રાત્રે પણ બગડી હતી અને તેમને થોડા જ કલાકોમાં બે વાર હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.

પ્રતીક યાદવના જીમ મિત્ર સર્વેશ પાંડેએ જણાવ્યું હતું કે મંગળવારે મોડી રાત્રે 11 થી 12 વાગ્યાની આસપાસ તેમની તબિયત અચાનક લથડી હતી. ત્યારબાદ તેમને સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. સર્વેશના જણાવ્યા મુજબ, હોસ્પિટલમાં સારવાર બાદ તેમની હાલતમાં થોડો સુધારો થયો હતો, જેના કારણે તેમને ઘરે પરત લઈ જવામાં આવ્યા હતા. પરંતુ સવારે ફરી અચાનક તેમની તબિયત બગડી હતી. સર્વેશે ઉમેર્યું, સવારે શું થયું તેની મને પૂરી જાણકારી નથી, કારણ કે હું તે સમયે ત્યાં પહોંચી શક્યો નહોતો, પણ રાત્રે તેમને હોસ્પિટલ ચોક્કસ લાવવામાં આવ્યા હતા. આ ખુલાસા બાદ હવે સવાલો ઉઠી રહ્યા છે કે રાત્રે હોસ્પિટલથી ઘરે ગયા બાદ સવારે એવી તે શું સ્થિતિ સર્જાઈ કે તેમને ફરીથી હોસ્પિટલ લઈ જવા પડ્યા.

સવારે હોસ્પિટલ પહોંચી ત્યારે શરીરમાં હલચલ નહોતી

સિવિલ હોસ્પિટલના ડાયરેક્ટર જી.પી. ગુપ્તાએ જણાવ્યું કે બુધવારે સવારે લગભગ સાડા પાંચ વાગ્યે પ્રતીક યાદવનો ડ્રાઈવર હોસ્પિટલ પહોંચ્યો હતો. ડ્રાઈવરે આવતાની સાથે જ કહ્યું, ભૈયાની તબિયત ખરાબ છે, જલ્દી ચાલો. હોસ્પિટલ પ્રશાસને તાત્કાલિક ઈમરજન્સી મેડિકલ ઓફિસરને ઘટનાસ્થળે મોકલ્યા. જ્યારે હોસ્પિટલની ટીમ ત્યાં પહોંચી ત્યારે સ્થિતિ અત્યંત ગંભીર હતી. ડાયરેક્ટરે જણાવ્યું કે તે સમયે શરીરમાં કોઈ હલચલ કે જીવના લક્ષણો દેખાતા નહોતા. ત્યારબાદ તેમને હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. શરૂઆતમાં પરિવાર પાર્થિવ દેહને ઘરે લઈ જવાની તૈયારીમાં હતો, પરંતુ બાદમાં પોસ્ટમોર્ટમની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી.

પ્રતીક યાદવના મૃત્યુ બાદ સોશિયલ મીડિયા પર ‘શંકાસ્પદ ઝેર’ (Suspected Poison) હોવાના દાવાઓ શરૂ થયા હતા. જોકે, હોસ્પિટલના ડાયરેક્ટર જી.પી. ગુપ્તાએ સ્પષ્ટ કર્યું કે તેમની તરફથી આવી કોઈ વાત કહેવામાં આવી નથી. તેમણે કહ્યું કે મૃત્યુનું અસલી કારણ પોસ્ટમોર્ટમ અને મેડિકલ રિપોર્ટ આવ્યા પછી જ સ્પષ્ટ થશે, ત્યાં સુધી અટકળોથી બચવું જોઈએ.

11

પ્રતીક યાદવના મૃત્યુ બાદ તપાસ એજન્સીઓ સક્રિય થઈ ગઈ છે. પોસ્ટમોર્ટમ પ્રક્રિયા પૂર્ણ થાય તે પહેલા જ પોલીસ અને ફોરેન્સિક ટીમે તપાસ શરૂ કરી દીધી હતી. DCP સેન્ટ્રલ વિક્રાંત વીર અપર્ણા યાદવના ઘરે પહોંચ્યા હતા અને ત્યાં હાજર લોકો પાસેથી ઘટનાક્રમની વિગતો મેળવી હતી. પોલીસ એ સમજવાનો પ્રયાસ કરી રહી છે કે બુધવારે સવારે ઘરની અંદર શું થયું હતું અને તબિયત અચાનક કેવી રીતે બગડી.

પ્રતીક યાદવનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ: મૃત્યુનું ચોક્કસ કારણ શું?

રિપોર્ટ અનુસાર, 38 વર્ષીય પ્રતીક યાદવનું મૃત્યુ ‘કાર્ડિયોરેસ્પિરેટરી કોલેપ્સ’ (Cardiorespiratory Collapse) ને કારણે થયું છે. ડોક્ટરોએ જણાવ્યું હતું કે આ સ્થિતિ સર્જાવાનું મુખ્ય કારણ ‘પલ્મોનરી થ્રોમ્બોએમ્બોલિઝમ’ (Pulmonary Thromboembolism) હતું.

શું હોય છે આ મેડિકલ સ્થિતિ?

  • લોહીનું ગંઠાઈ જવું: આ સ્થિતિમાં ફેફસાંની નસોમાં લોહીનો મોટો ગંઠો (થક્કો) જામી જાય છે.
  • અસર: લોહીના આ થક્કાને કારણે હૃદય અને ફેફસાં વચ્ચેનો રક્તપ્રવાહ અવરોધાય છે, જેનાથી હૃદય કામ કરતું બંધ કરી દે છે અને શ્વાસ અચાનક થંભી જાય છે.

પોસ્ટમોર્ટમમાં માત્ર મૃત્યુનું કારણ જ નહીં, પરંતુ આગળની તપાસ માટેના ડેટા પણ એકત્રિત કરવામાં આવ્યા છે. ફોરેન્સિક નિષ્ણાતોએ વધુ તપાસ માટે આખું હૃદય (Heart) અને પલ્મોનરી થ્રોમ્બોએમ્બોલિક સામગ્રીને ફોર્મેલિનમાં સુરક્ષિત રાખી છે. આ નમૂનાઓની હિસ્ટોપેથોલોજિકલ તપાસ કરવામાં આવશે. રાસાયણિક વિશ્લેષણ માટે વિસરા સેમ્પલ પોલીસને સોંપવામાં આવ્યા છે, જેથી મૃત્યુ પાછળ અન્ય કોઈ કારણ છે કે કેમ તેની ઝીણવટભરી તપાસ થઈ શકે.  રિપોર્ટમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે શરીર પર જોવા મળેલા ઈજાના તમામ નિશાન મૃત્યુ પહેલાના (Ante-mortem) હતા.

પરિવારના નજીકના બિઝનેસમેન મુકેશ બહાદુર સિંહે દાવો કર્યો છે કે બુધવારે સવારે પ્રતીક યાદવ અચાનક ઘરના કિચનમાં બેભાન થઈને પડી ગયા હતા. ત્યારબાદ ઘરમાં અફરાતફરી મચી ગઈ હતી અને તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયા હતા. મુકેશ સિંહે સોશિયલ મીડિયાની વાતોને નકારતા કહ્યું કે મેં શરીરને નજીકથી જોયું છે, તેના પર કોઈ ઈજાના નિશાન નહોતા કે શરીર નીલું પડ્યું નહોતું.

13

અખિલેશ યાદવના નિવેદનથી ચર્ચા

સપા પ્રમુખ અખિલેશ યાદવે પોસ્ટમોર્ટમ હાઉસ પહોંચીને મીડિયા સાથે વાતચીત કરી હતી. તેમણે કહ્યું કે પ્રતીક પોતાની હેલ્થ પ્રત્યે ખૂબ જ જાગૃત હતો અને બિઝનેસમાં વ્યસ્ત રહેતો હતો. તેમણે ઉમેર્યું કે, ઘણીવાર બિઝનેસમાં નુકસાન થવા પર વ્યક્તિ માનસિક રીતે પરેશાન થઈ જાય છે. આ નિવેદન બાદ લોકોમાં ચર્ચા શરૂ થઈ છે કે શું પ્રતીક યાદવ કોઈ આર્થિક દબાણ કે બિઝનેસની સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા?

રાજકારણથી દૂર રહેતા પ્રતીક યાદવે ફિટનેસની દુનિયામાં નામ બનાવ્યું હતું. તેમણે લખનૌમાં ‘ધ ફિટનેસ પ્લાનેટ’ અને ‘આયર્ન કોર ફિટ’ જેવા હાઈ-એન્ડ જીમ શરૂ કર્યા હતા. આ ઉપરાંત રિયલ એસ્ટેટ સેક્ટરમાં પણ તેમનો મોટો વ્યવસાય હતો.

હાલમાં યાદવ પરિવારમાં ઊંડો શોક છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત ભાજપ અને સપાના નેતાઓએ સંવેદના વ્યક્ત કરી છે. હવે સૌની નજર પોસ્ટમોર્ટમ અને વિસરા રિપોર્ટ પર ટકેલી છે.

Leave a Reply

error: Content is protected !!