fbpx

પ્રાંતિજના ઇન્દ્રાજપુર પાસે સાબરમતી નદીમાંથી અજાણ્યા ઈસમની લાશ મળી

Spread the love

પ્રાંતિજના ઇન્દ્રાજપુર પાસે સાબરમતી નદીમાંથી અજાણ્યા ઈસમની લાશ મળી
     


સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના ઇન્દ્રાજપુર ગામ નજીકથી પસાર થતી સાબરમતી નદીમાંથી એક અજાણ્યા ઈસમની લાશ મળી આવતાં વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. સ્થાનિક લોકોએ નદી કિનારે લાશ તરતી હાલતમાં જોતા તાત્કાલિક પ્રાંતિજ પોલીસને જાણ કરી હતી.


બનાવની જાણ મળતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને લાશને બહાર કાઢી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક તપાસ દરમિયાન મૃતકની ઓળખ અંગે કોઈ સ્પષ્ટ માહિતી મળી આવી નહોતીપોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી મૃતક કોણ છે, ક્યાંનો રહેવાસી છે તેમજ મોતનું ચોક્કસ કારણ શું છે તે દિશામાં વધુ તપાસ શરૂ કરી છે. ઘટનાને લઈ સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો માહોલ જોવા મળી રહ્યો છે

જીલ રાવલ સાબરકાંઠા

error: Content is protected !!