fbpx

પ્રાંતિજના સાદોલીયા સીમમાંથી હાઇવા ટ્રકની ચોરી

Spread the love

પ્રાંતિજના સાદોલીયા સીમમાંથી હાઇવા ટ્રકની ચોરી
– પોલીસે બે શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી


સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના સાદોલીયા ગામની સીમમાં આવેલ ગ્રીન સ્ટોન એન્ટરપ્રાઇઝ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના રેતીના સ્ટોક પરથી ૧૬ ટાયર હાઇવા ટ્રકની ચોરી થયાની ઘટના સામે આવી છે બનાવ અંગે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે


પ્રાંતિજ પોલીસ સ્ટેશન થી મળતી માહિતી મુજબ પ્રાંતિજ ના સાદોલીયા ખાતે  તા.૧૫ મે ૨૦૨૬ના રોજ રાત્રે આશરે ૧૧ વાગ્યાના સમયે સાદોલીયા ગામની સીમમાં પાર્ક કરાયેલ ટાટા કંપનીની ૧૬ ટાયર હાઇવા ટ્રક નંબર GJ-18-BW-8121, કિંમત અંદાજે રૂપિયા ૪૫ લાખ, અજાણ્યા શખ્સો દ્વારા ચોરી કરી લઇ જવામાં આવી હતી તો આ મામલે પેથાપુર ખાતે રહેતા અને મૂળ બનાસકાંઠા જિલ્લાના ભાણપુરના વતની અજયરાજસિંહ વિશ્રામસિંહ વાઘેલાએ પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી ફરિયાદના આધારે પોલીસે કાલુરામ ઉર્ફે પોપટ મોતિયાજી ડામોર રહે. લખટીયા, ભેસારા છોટા, તા. સિમલવાડા, જી. ડુંગરપુર (રાજસ્થાન) તેમજ દિનેશચંદ્ર વિરજી નાનોમા રહે. સોંડોલા, તા. સિમલવાડા, જી. ડુંગરપુર (રાજસ્થાન) સામે ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ ૩૦૩(૨) અને ૫૪ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જીલ રાવલ સાબરકાંઠા

Leave a Reply

error: Content is protected !!