દારૂ ભરેલ ડાલુ ઝડપાયું
– પ્રાંતિજ ટોલટેક્સ પાસે થી વિદેશી દારૂ ઝડપી પાડયો
પ્રાંતિજ પોલીસે રૂ.૫,૮૬ લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો
– ડાલા ચાલક ની અટકાયત કરી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી
પ્રાંતિજ પોલીસને મોટી સફળતા મળી છે. બાતમીના આધારે પોલીસે વિદેશી દારૂ ભરેલ મહિન્દ્રા બોલેરો પીકઅપ ડાલુ ઝડપી પાડી એક આરોપીની અટકાયત કરી છે. પોલીસે કુલ રૂ. ૫,૮૬,૬૫૨ ના મુદ્દામાલ સાથે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

મળતી માહિતી મુજબ, ગાંધીનગર વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ IPS, સાબરકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક ડો. પાર્થરાજસિંહ ગોહિલ IPS તથા હિંમતનગર વિભાગના વિભાગીય પોલીસ અધિકારી એ.કે. પટેલના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં દારૂ અને જુગાર જેવી પ્રવૃત્તિઓને રોકવા માટે કડક પેટ્રોલિંગ અને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. તે દરમિયાન પ્રાંતિજ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ. વાળાના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે પોલીસને બાતમી મળી હતી કે હિંમતનગર તરફથી એક મહિન્દ્રા બોલેરો પીકઅપમાં વિદેશી દારૂ ભરી અમદાવાદ તરફ લઈ જવાઈ રહ્યો છે બાતમીના આધારે પોલીસે કતપુર ટોલટેક્સ પાસે નેશનલ હાઈવે નં.૪૮ ઉપર નાકાબંધી કરી હતી. દરમિયાન બાતમી મુજબનું બોલેરો પીકઅપ આવતા તેને રોકી તપાસ હાથ ધરવામાં આવી હતી. વાહન ચાલકની પૂછપરછ કરતાં તેણે પોતાનું નામ પુનમચંદ ઉર્ફે પુરણ કાલુલાલ રાવત (ઉ.વ. 23), રહે. ફલાડોર કુણડઈ, તા. ભીંડર, જી. ઉદેપુર (રાજસ્થાન) હોવાનું જણાવ્યું હતું પોલીસે પીકઅપ ડાલામાં ભરેલી લાકડાની ફ્રૂટ પેટીઓ હટાવી તપાસ કરતાં નીચેના ભાગે છુપાવી રાખેલો ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે કુલ ૨૧૦૦ બોટલ અને બિયરના ટીન સહિત રૂ.૨,૮૪,૬૫૨ નો દારૂનો જથ્થો, રૂ. ૩ લાખ કિંમતનું બોલેરો પીકઅપ અને એક મોબાઇલ ફોન મળી કુલ રૂ.૫,૮૬,૬૫૨ નો મુદ્દામાલ કબજે કર્યો હતો પ્રાંતિજ પોલીસે આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે આ કામગીરીમાં પ્રાંતિજ પોલીસને પ્રોહિબિશનનો નોંધપાત્ર ગુનો શોધી કાઢવામાં સફળતા મળી હોવાનું પોલીસ તંત્રએ જણાવ્યું હતું