fbpx

લખનૌમાં રૂવાડા ઉભા કરી દે તેવી ઘટના, ટ્રેનમાં ટ્રંકમાં મહિલાની માથા વગરની બોડી મળી

Spread the love

લખનૌમાં રૂવાડા ઉભા કરી દે તેવી ઘટના, ટ્રેનમાં ટ્રંકમાં મહિલાની માથા વગરની બોડી મળી

લખનૌમાં ટ્રેનમાં માથા વગરનું શરીર મળી આવવાનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. બિહારના છપરાથી ગોરખપુર થઈને લખનૌ પહોંચેલી લખનૌ-છપરા એક્સપ્રેસના સ્લીપર કોચમાંથી એક શંકાસ્પદ બોક્સ મળી આવ્યું હતું. જ્યારે બોક્સને તોડીને જોયું ત્યારે હાજર બધા લોકો સ્તબ્ધ થઈ ગયા; અંદર એક મૃ*તદેહ ભરેલો હતો, જેનું ધડ તેના માથાથી અલગ કરી દેવામાં આવ્યું હતું, જ્યારે હાથ-પગ કાપીને અલગથી પેક કરવામાં આવ્યા હતા. આ લાશ કોઈ અજાણી મહિલાની હોવાનું માનવામાં આવે છે. સરકારી રેલ્વે પોલીસે (GRP) આ ઘટના સંદર્ભે અજાણ્યા વ્યક્તિઓ સામે કેસ નોંધ્યો છે.

લખનૌ-છપરા એક્સપ્રેસ 15114, જ્યારે ગોમતી નગર સ્ટેશન પર પહોંચી, ત્યારે લગભગ 15 મિનિટ પછી સફાઈ કર્મચારીઓ તેમની નિયમિત સફાઈ શરૂ કરવા માટે કોચમાં ચઢ્યા. આખી ટ્રેન ખાલી હતી, પરંતુ ટ્રેનની એક સીટ નીચે બળજબરીથી ઘૂસાડેલું બોક્સ પર નજર પડ્યું. બોક્સની એક બાજુ લોહીના થોડા ટીપાં જોતા સફાઈ કર્મચારીઓને શંકા ગઈ અને તેમણે તાત્કાલિક રેલવે વહીવટીતંત્રને જાણ કરી. ત્યારબાદ, બોક્સ બહાર કાઢવામાં આવ્યું અને ખોલવામાં આવ્યું, જેમાં એક મહિલાનો માથા વગરનો મૃ*તદેહ જોવા મળ્યો હતો. મહિલાના હાથ-પગ કાપીને કપડાં વચ્ચે અલગ કોથળીઓમાં પેક કરવામાં આવ્યા હતા.

અહેવાલ મુજબ, મહિલાનો મૃ*તદેહ ઘણા અલગ-અલગ ટુકડાઓમાં મળી આવ્યો હતો. કેટલાક ભાગો બેગની અંદર મળી આવ્યા હતા, જ્યારે બાકીના બોક્સની અંદર હતા. ટ્રેનના S1 કોચમાં બોક્સની અંદર માથા વગરનું ધડ મળી આવ્યું હતું, જ્યારે કપાયેલા હાથ અને પગ બેગની અંદર મળી આવ્યા હતા. ટ્રેનની સફાઇ કરતી વખતે સ્ટાફે તેની જાણ કરી હતી. રિપોર્ટ બાદ GRP અને RPFની ટીમોએ મહિલાના શરીરનો કબજો લીધો.

આ કેસના સંદર્ભમાં GRPએ શંકા વ્યક્ત કરી છે કે લાશ લગભગ બે દિવસ જૂની છે અને મહિલાનું ગળું કાપીને હત્યા કરવામાં આવી છે. તેના ગળા અને ખભા પર પણ ઈજાના નિશાન મળી આવ્યા છે. મહિલાની ઉંમર 30 થી 35 વર્ષની હોવાનું માનવામાં આવે છે, અને એવું માનવામાં આવે છે કે તેણે જીવ ગુમાવવા પહેલાં હેવાનો સામે ઉગ્ર સંઘર્ષ કર્યો હતો. GRP SP રોહિત મિશ્રાના જણાવ્યા અનુસાર, લા*શ લગભગ બે દિવસ જૂની છે. હત્યારાએ હત્યા કર્યા પછી લાશનો નિકાલ કરવાની રાહ જોઈ હતી, ત્યારબાદ તેણે શબને ટ્રેનની અંદર મૂકી દીધું હતું.

UP Crime

લખનૌ રેલવે SP રોહિત મિશ્રાએ જણાવ્યું હતું કે છપરાથી ગોરખપુર થઈને ગોમતી નગર જતી ટ્રેનના નિયમિત નિરીક્ષણ દરમિયાન, રેલવે સ્ટાફને સ્લીપર કોચમાં એક બોક્સ અને બેગ મળી આવી. આ માહિતી મળતા સ્ટેશન માસ્ટરને જાણ કરવામાં આવી હતી, જેમણે RPF અને GRPને જાણ કરી હતી. બોક્સમાં એક લાશનું ધડ હતું, જ્યારે હાથ અને પગ અલગ-અલગ પોલિથિન બેગમાં પેક કરીને બેગની અંદર મૂકવામાં આવ્યા હતા.

આ પીડિત મહિલા 25 થી 30 વર્ષની વયની હોવાનું માનવામાં આવે છે. તેને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી છે. માથું ન હોવાને કારણે, લાશની હજુ સુધી ઓળખ થઈ નથી. આ ઘટનાની તપાસ માટે FIR નોંધવામાં આવી છે, અને ત્રણ ટીમોની રચના કરવામાં આવી છે; કાયદા અનુસાર બધી કાર્યવાહી કરવામાં આવી રહી છે.

Asaduddin Owaisi

લખનૌ-છપરા એક્સપ્રેસ (15114) ટ્રેન બિહારના છપરાથી લખનૌના ગોમતી નગર સુધી આવે છે, જે રૂટ પર આશરે 20 સ્ટેશનોને આવરી લે છે. આ તે બિહારના થાવેમાં લગભગ અડધો કલાક રોકાય છે. GRPને શંકા છે કે લાશ ધરાવતું બોક્સ આ ચોક્કસ સ્ટેશનની નજીક ટ્રેનમાં મૂકવામાં આવ્યું હશે. રૂટ પરના તમામ સ્ટેશનોના CCTV ફૂટેજની પણ તપાસ કરવામાં આવી રહી છે. આ કેસને ઉકેલવા માટે, GRPએ કુલ ત્રણ ટીમો બનાવી છે.

Leave a Reply

error: Content is protected !!