fbpx

સામાન્ય જનતા પર ફરી મોંઘવારીનો માર, 5 દિવસમાં બીજી વખત વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ

Spread the love

સામાન્ય જનતા પર ફરી મોંઘવારીનો માર, 5 દિવસમાં બીજી વખત વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી એક વધારો થયો છે. છેલ્લા 5 દિવસમાં આ બીજો ભાવ વધારો છે. પેટ્રોલના ભાવમાં પ્રતિ લીટર 86 પૈસાનો વધારો થયો છે, જ્યારે ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 83 પૈસાનો વધારો થયો છે. 5 દિવસના સમયગાળામાં, ભાવમાં પ્રતિ લીટર આશરે 4 રૂપિયાનો વધારો થયો છે. આ અગાઉ, 15 મેના રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. બંને ઇંધણના ભાવમાં પ્રતિ લીટર 3 રૂપિયાનો વધારો થયો હતો. આ તાજેતરના વધારા બાદ, દિલ્હીમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર ₹98.64 પર પહોંચી ગયો છે, જ્યારે ડીઝલનો ભાવ હવે પ્રતિ લીટર ₹91.58 થઇ ગયો છે. આ નવા વધારા અગાઉ, દિલ્હીમાં પેટ્રોલનો ભાવ ₹97.77 અને ડીઝલનો ભાવ ₹90.67 હતો.

IOCLના આંકડા અનુસાર, દિલ્હીમાં પેટ્રોલના ભાવમાં પ્રતિ લીટર 87 પૈસા અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 91 પૈસાનો વધારો થયો છે, જેના કારણે અહી પેટ્રોલ-ડીઝલના ભાવ ક્રમશ: ₹98.64 અને ₹91.58 પ્રતિ લિટર થયા છે. કોલકાતામાં, પેટ્રોલના ભાવમાં 96 પૈસા અને ડીઝલના ભાવમાં 94 પૈસાનો વધારો થયો છે, જેના કારણે ભાવ ₹109.70 અને ₹96.07 પ્રતિ લીટર થયા છે.

rajkot2

જો વાત મુંબઈમાં, પેટ્રોલના ભાવમાં પ્રતિ લીટર 91 પૈસાનો વધારો થયો છે, જ્યારે ડીઝલના ભાવમાં 94 પૈસાનો વધારો થયો છે. ત્યારબાદ, હવે પેટ્રોલના ભાવ ₹107.59 પ્રતિ લીટર અને ડીઝલના ₹94.08 પ્રતિ લીટર થયા છે. ચેન્નાઈમાં સૌથી ઓછો વધારો જોવા મળ્યો છે; અહીં, પેટ્રોલના ભાવમાં પ્રતિ લીટર 82 પૈસા અને ડીઝલના ભાવમાં 86 પૈસાનો વધારો થયો છે, જેના કારણે ભાવ ક્રમશ: ₹104.49 અને ₹96.11 પ્રતિ લિટર થયા છે.

CNGના ભાવમાં ₹1નો વધારો

થોડા દિવસો અગાઉ, CNGના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો હતો. દિલ્હી-NCRમાં CNGનો ભાવ પ્રતિ કિલોગ્રામ ₹1 વધ્યો છે. દિલ્હીમાં ભાવ પહેલીવાર ₹80ને વટાવી ગયા છે. 15 મેના રોજ, CNGના ભાવમાં ₹2 નો વધારો લાગુ કરવામાં આવ્યો હતો. આ પછી, દિલ્હીમાં CNGનો ભાવ પ્રતિ કિલોગ્રામ ₹80.09 પર પહોંચી ગયો, જ્યારે નોઈડામાં CNGના ભાવ ₹88.70 પર પહોંચી ગયા.

નોંધનીય છે કે આ વધારાની સીધી અસર નિયમિત મુસાફરી કરતા પગારદાર વ્યાવસાયિકોના દૈનિક ખર્ચ પર પડશે, તેમજ ઓટો-રિક્ષા, અને એપ-આધારિત કેબ ડ્રાઇવરો પર પડશે. ઈરાનમાં સંઘર્ષ શરૂ થયા પછી, ક્રૂડ ઓઇલના ભાવમાં 50 ટકાથી વધુનો વધારો જોવા મળ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી ક્રૂડ ઓઇલના ભાવ પ્રતિ બેરલ $100થી ઉપર રહ્યા છે. તો, ડોલર સામે રૂપિયામાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે; ભારતીય રૂપિયો અમેરિકન ડોલર સામે 96.23ના નવા રેકોર્ડ નીચા સ્તરે પહોંચી ગયો છે.

Ethanol Blending Petrol

મધ્ય પૂર્વમાં વધતા તણાવ અને સતત ઊંચા ક્રૂડ ઓઇલના ભાવને કારણે, બજારની હાલત ખરાબ છે. આ કારણે, આગામી દિવસોમાં સામાન્ય માણસના ખિસ્સા પર મોંઘવારીનો બોજ વધવાની શક્યતા છે. ક્રૂડ ઓઇલના વધતા ભાવની સીધી અસર ભારત જેવા આયાત પર નિર્ભર દેશો પર પડે છે, કારણ કે વધારે વિદેશી મુદ્રા ખર્ચ કરવાની જરૂર પડે છે. જો રૂપિયો વધુ નબળો પડે છે, તો ક્રૂડ ઓઇલની આયાતનો ખર્ચ ઝડપથી વધશે.

Leave a Reply

error: Content is protected !!