fbpx

અંબાલાલ પટેલે જણાવ્યું- ગુજરાતમાં ક્યારથી વિધિવત ચોમાસું બેસશે

Spread the love

અંબાલાલ પટેલે જણાવ્યું- ગુજરાતમાં ક્યારથી વિધિવત ચોમાસું બેસશે

રાજ્યભરમાં ઉનાળાની ગરમીનો કહેર યથાવત્ રહ્યો છે. તાજેતરમાં જ હવામાન વિભાગે વર્ષ 2026 માટે પોતાનું પ્રથમ લોંગ રેન્જ ફોરકાસ્ટ જાહેર કર્યું હતું. આ રિપોર્ટ અનુસાર, જૂનથી સપ્ટેમ્બરની વચ્ચે થનારા ચોમાસાનો વરસાદ આ વખતે સામાન્યથી ઓછો રહેવાનો છે. તેનું સૌથી મોટું કારણ પ્રશાંત મહાસાગરમાં બની રહેલા સુપર અલ નીનો છે, જે આ સમયે ઝડપથી આકાર લઈ રહ્યું છે. તો બીજી તરફ ગુજરાતનાં બાબા વાંગા તરીકે પ્રખ્યાત અંબાલાલ પટેલે ખેડૂતોને રાહતના સમાચાર આપ્યા છે. સાથે જ તેમણે જણાવ્યું કે ગુજરાતમાં ચોમાસુ ક્યારે વિધિવત રીતે બેસશે.

 VTV ગુજરાતીના અહેવાલ મુજબ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી મુજબ, ‘આંદામાન-નિકોબાર દ્વીપ વિસ્તારમાં 23 મે સુધી ભારે વરસાદ પડી શકે છે અને ત્યાંથી ચોમાસાની ગતિવિધિ વધુ સક્રિય બનશે. હાલ ચોમાસાની હલચલ શ્રીલંકાના પૂર્વ કિનારા તરફ આગળ વધી રહી છે અને જો પરિસ્થિતિ અનુકૂળ રહેશે તો 26 મે આસપાસ ચોમાસું કેરળને કિનારે પહોંચી શકે છે. ચોમાસું આગળ વધતા મુંબઈ સુધીના વિસ્તારોમાં 10 જૂન સુધી વરસાદી માહોલ જોવા મળી શકે છે. ત્યારબાદ ગુજરાતમાં પણ 15 જૂન આસપાસ ચોમાસું પ્રવેશ કરે તેવી શક્યતા છે. આ અગાઉ રાજ્યમાં પ્રી-મોનસૂન એક્ટિવિટી શરૂ થશે, જેના કારણે આકાશમાં વાદળછાયું વાતાવરણ અને કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં જોવા મળી શકે છે.’

અંબાલાલ પટેલે જણાવ્યું કે, ‘19-24 મે દરમિયાન ગુજરાતના અનેક વિસ્તારોમાં પ્રી-મોનસૂન વરસાદ પડી શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં 2 ઇંચથી વધુ વરસાદ નોંધાઈ શકે છે. દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ ભારે વરસાદની શક્યતા છે. ભાવનગર, અમરેલી, બોટાદ અને જૂનાગઢ જિલ્લાના કેટલાક ભાગોમાં 1 ઇંચથી વધુ વરસાદ પડી શકે છે. સાથે જ દ્વારકા, પોરબંદર અને જામનગરમાં પણ ગાજવીજ સાથે વરસાદી માહોલ સર્જાઈ શકે છે.બંગાળના ઉપસાગર અને અરબ સાગરમાંથી આવતા ભેજના કારણે પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં પણ વરસાદી સિસ્ટમ સક્રિય બની શકે છે. રાજ્યના ઘણા વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. હવામાનમાં અચાનક ફેરફાર થવાને કારણે ખેડૂતો અને સામાન્ય લોકો માટે પણ આ આગાહી મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

ambalal patel

અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર વરસાદી સિસ્ટમ સાથે પવનની ગતિ પણ વધુ રહી શકે છે. કેટલાક વિસ્તારોમાં આંધી-વંટોળ સાથે 35-40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. તેથી લોકોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે. ખાસ કરીને ખુલ્લી જગ્યાઓ, દરિયાકાંઠા અને નબળી બાંધકામવાળા વિસ્તારોમાં વધુ સાવચેતી રાખવાની જરૂર રહેશે. અંબાલાલ પટેલે અરબ સાગરમાં 15 જૂન સુધી ચક્રવાતી અસર જોવા મળી શકે તેવી પણ શક્યતા વ્યક્ત કરી છે. જો અરબ સાગરમાં સિસ્ટમ વધુ મજબૂત બનશે તો તેની અસર ગુજરાતના હવામાન પર પણ પડી શકે છે. હાલ રાજ્યમાં ગરમી વચ્ચે વરસાદની આગાહીથી લોકોને થોડી રાહત મળવાની આશા છે, જ્યારે ખેડૂતો માટે પણ આ વરસાદ ઉપયોગી સાબિત થઈ શકે છે. હવે આગામી દિવસોમાં હવામાનની સ્થિતિ પર સૌની નજર રહેશે.

મુંબઈ સમાચારના અહેવાલ મુજબ પરેશ ગોસ્વામીએ કહ્યું હતું કે, આગામી દિવસોમાં ગરમી છેલ્લા 15 થી 17 વર્ષના રેકોર્ડ તોડી શકે છે. 18 મે સુધી ગરમીનો પારો આસમાને પહોંચશે અને પરસેવો છોડાવી દેશે.  અત્યારે વરસાદ કે માવઠું થવાની સંભાવના ખૂબ જ ઓછી છે, એટલે કે સૂર્કી અને આકરી ગરમીનો સામનો કરવો પડશે.

પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં રાજ્યના અનેક ભાગોમાં ગરમીનું જોર વધશે અને લોકોએ હીટવેવનો સામનો કરવો પડશે. બીજી તરફ, ખેડૂતોમાં જેની આતુરતાથી રાહ જોવાઈ રહી છે તે પ્રિ-મોન્સૂન એક્ટિવિટી ક્યારે શરૂ થશે? તે અંગે પણ પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું. તેમણે કહ્યું, કેટલીક વખત ખેડૂતોને પ્રિ-મોનસૂન એક્ટિવિટીમાં નુકસાન થતું હોય છે. વરસાદી ઝાપટાથી ઉનાળું પાક જેવા કે તલ, અડદ, મગ, મગફળીમાં થોડું નુકસાન થાય છે. આંબાના બગીચામાં કેરીનું ફ્લાવરિંગ લાગેલું હોય તો તેને પણ નુકસાન થાય. ખેડૂતોને આમાં નુકસાન જતું હોય છે.

rain

 ગુજરાતમાં ચોમાસાનો પ્રવેશ દ્વાર વલસાડ જિલ્લો ગણાય છે. વરસાદની સૌપ્રથમ એન્ટ્રી 15 જૂન આસપાસ વલસાડમાં થતી હોય છે. બનાસકાંઠા સુધી પહોંચવામાં સંપૂર્ણ જૂન મહિનો પૂર્ણ થઈ જતો હોય છે, ઘણીવાર જુલાઈના પ્રથમ સપ્તાહમાં પણ પહોંચતું હોય છે. ટૂંકમાં 15 જૂન આસપાસ ચોમાસું ગુજરાતમાં પહોંચી જશે, વાવણી બે થી ત્રણ રાઉન્ડમાં હશે. જૂન મહિના પ્રથમ અઠવાડિયામાં એટલે કે 4 જૂનથી લઈ 7-8 જૂન સુધીમાં એક પ્રિ-મોનસૂન એક્ટિવિટીનો રાઉન્ડ આવશે. 

15 જૂન આસપાસ જે વરસાદ પડશે તે અમુક છૂટાછવાયા વિસ્તારમાં હશે, સાર્વત્રિક નહીં હોય. વાવણી લાયક વરસાદનો બીજો રાઉન્ડ 22 થી 27 જૂનમાં આવી શકે છે, તેમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતના તમામ વિસ્તારને આવરી લેશે. જુલાઈ મહિનાના પ્રથમ અઠવાડિયામાં ઓલ ઓવર ગુજરાતમાં ચોમાસું ફરી વળશે. એમ ત્રણ રાઉન્ડમાં ચોમાસું ગુજરાતમાં આગળ વધશે. 

Leave a Reply

error: Content is protected !!